પ્રથમ બેબી પ્લાન કરતી વખતે આ ટિપ્સ જો વાંચી લેશો તમે એકવાર, તો થોડી પણ નહિં પડે તમને તકલીફ

શું તમે તમારું પ્રથમ બેબી પ્લાન કરવા જઈ રહ્યા છો ? તો તે પહેલાં આ ખાસ વાંચો, બેબી પ્લાનિંગ કરતાં પહેલાં ભાવિ માતા-પિતાએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

બાળકનું ઘરમાં આવવું એટલે માતા-પિતાનું સમગ્ર જીવન બદલાઈ જવું. તેનાથી ભલે માતામાં માનસિક, શારીરિક ફેરફાર સૌથી વધારે આવતા હોય પણ બાળકના પિતાના જીવનમાં પણ ઘણી બધી પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. કેટલાક માતાપિતા માટે આ બદલાવ ખુબ જ અચાનકનો અને અણગમતો હોય છે અને માટે જ તમારે તમારે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ અને કેટલીક જુની ટેવો વિસરાવવી જોઇએ અને નવી ટેવોને આવકારવી જોઈએ.

image source

ઘણા પતિ-પત્ની કેટલીક રીતે કેરલેસ રહે છે. જેમ કે તેમના સંબંધો, તેમના ખર્ચા, તેમની ખાવાપીવાની રીત વિગેરે. પણ બાળક આવતા જ આ બધું જ બદલાઈ જાય છે તેમણે એક જવાબદાર દંપત્તિ અને માતાપિતા બનવાનું હોય છે.

image source

માટે જ માતાપિતા બન્યા બાદ જે મોટો ફેરફાર તમારા જીવનમાં આવનાર છે તેના માટે પહેલેથી જ તૈયાર રહો પછી તે તમારી બોલવાની રીત હોય, તમારી જીવનશૈલી હોય કે પછી તમારું ખર્ચાળ જીવન હોય. ચાલો જાણીએ બાળક પ્લાન કરતાં પહેલાં કપલ્સે કેવી બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

બાળક માટે બચત શરૂ કરો

image source

જ્યારે તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હોવ ત્યારે તમારે એ જાણી લેવું જોઈએ કે ભવિષ્યમાં તમારા ખર્ચા વધવાના છે અને તેને પહોંચી વળવા તેમજ બાળકના સારા ઉછેર માટે તમારે અત્યારથી જ બાળક માટે બચત કરવી પડશે. માટે જ જે મોંઘેરી બ્રાન્ડેડ વસ્તુઓ પાછળ તમે ધૂમ રૂપિયા ખર્ચતા હોવ તેના પર અંકુશ મુકી દેવો અને બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવાનું શરૂ કરી દેવું.

તમારી ઉંઘની આદતને સુધારો

image source

બને તેટલી વધારે ઉંઘ લો કારણ કે નવજાત બાળકના ઘરમાં આવતાં જ તમારી રાતો દિવસ બની જશે અને તમારા દીવસો રાત બની જશે. એટલે કે તે જ્યારે જાગતું હશે ત્યારે તમારે જાગવું પડશે અને તે જ્યારે સુતું હશે ત્યારે તમારે પણ સુવું પડશે. ગમે ત્યારે રાત્રે ભર ઉંઘમાં તમને બાળકનું રુદન સાંભળવા મળશે. એક સારી ઉંઘ તો તમને બાળક અઢી ત્રણ વર્ષનું થશે ત્યાર બાદ જ મળશે. માટે ફરિયાદ બંધ કરીને તેનો સ્વિકાર કરવો અને તેના માટે અત્યારથી જ માનસિક રીતે તૈયાર રહેવું.

સામાજિક રીતે એક્ટિવ કપલે પાર્ટીઝ તેમજ સોશિયલ ગેધરીંગની આદત પણ બાજુ પર મુકી દેવી

image source

જો તમને તમારા મિત્રો તેમજ તમારા સગાસંબંધીઓ વચ્ચે રહેવું ખુબ પસંદ હોય અને તમે અવારનવાર પાર્ટીઝનું આયોજન કરતા હોવ અથવા તો પાર્ટીમાં જતાં હોવ તો થોડા સમય માટે આ આદતને અલવિદા કહી દો. આ સિવાય તમને પાર્ટીમાં જો મદ્યપાન કરવાની આદત હોય તો તેને પણ મુકી દો તે તમારા સ્વાસ્થ્ય માટે તો હાનીકારક છે જ પણ તમારા બાળક પર પણ તેની ખરાબ અસર થશે. અને જો તમે માતાપિતા બનવાની ગંભીર ઇચ્છા ધરાવતા હોવ તો તમારે આલ્કોહોલ મુકી જ દેવો જોઈએ.

શારીરિક સંબંધને ઘટાડો અથવા તો બંધ જ કરવાની આદત કેળવો

image source

હા, તમારા ઓરડામાં બાળક હશે તો તમે તમારા પાર્ટનર સાથે શારીરિક સંબંધ નહીં બાંધી શકો. તમારે તમારી જાત પર સંયમ રાખતા શીખવું પડશે.

બાળકની હાજરીમાં ક્યારેય અપશબ્દો ન ઉચ્ચારો – સભ્ય ભાષાનો પ્રયોગ કરો

બાળકો તમને જેમ જુએ છે તેમ જ પોતાની જાતને ઘડે છે. તેમના માટે તમે જ તેમના આઇડલ છો. માટે તમારી પહેલાની આદત કે ગમે ત્યારે ગમે તેમ બોલી દેવું, કંઈ પણ બોલી દેવું, અરે અપશબ્દો બોલવા આ બધા જ રુક્ષ ભાષાપ્રયોગને તમારે જાકારો આપવો જોઈએ જેની અત્યારથી જ તમારે આદત કેળવવી. આ સિવાય તમારે તેમની કુમળી વયમાં હિંસા દર્શાવતા ચલચિત્રો જોવાનું પણ ટાળવું જોઈએ.

image source

બાળક આવતાં ભલે તમારું જીવન બદલાઈ જતુ હોય પણ જ્યારે તે સુંદર રીતે સુતું હશે, હસતું હશે, રમતું હશે ત્યારે તમને તમારું આ બદલાયેલું જીવન કોઈ સ્વર્ગથી ઓછું નહીં લાગે. માટે તમારા તેમજ તમારા બાળકો માટે તમારી કેટલીક આદતોને અલવિદા કહી દો અને એક સ્વસ્થ લાઇફસ્ટાઇલ અને સ્વસ્થ માનસિકતા કેળવવાનું શરૂ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ