દુનિયાનો અનોખો દેશ, જ્યાં કારમાં ઈંધણ ખૂટી જાય તો મળે છે સજા, જાણો બીજી અજબ-ગજબ વાતો

સરમુખત્યાર હિટલરના દેશ જર્મનીનું નામ તમે સાંભળ્યું જ હશે. જીહા મિત્રો એ જ સરમુખત્યાર હિટલર, જેના કારણે બીજું વિશ્વ યુદ્ધ થયું. ભલે આ દેશ બીજા વિશ્વયુદ્ધને કારણે સંપૂર્ણ કંગાળ થઈ ગયો હતો, પરંતુ આજે તેમની ગણતરી વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં થાય છે. જર્મનીએ ટેકનોલોજી સૌથી ઉંચુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને સ્ટિલ મામલે તેમની હરિફાઈ કોઈ કરી શકે તેમ નથી. આજે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં આખા વિશ્વમાં પહેલું નામ કોઈ દેશનું આવે છે તો તે છે જર્મની. આ દેશ સાથે જોડાયેલા ઘણા વધુ રસપ્રદ તથ્યો છે, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

જર્મનીમાં વાહનની સ્પિડ પર કોઈ નિયમ નથી

image soucre

જર્મની એક એવો દેશ છે જ્યાં તમે હાઇવે પર તમે ઈચ્છો તેટલી ઝડપે વાહન ચલાવી શકો છો. જર્મનીમાં વાહનની ગતિ માટે સજાની જોગવાઈ નથી, પરંતુ જો તમારા વાહનમાં રસ્તા વચ્ચે ઈંધણ ખુટી જાય તો તે ગુનો માનવામાં આવશે. આ માટે તમને સજા અથવા દંડ થઈ શકે છે.

વિશ્વનું સૌથી ઉંચું ચર્ચ પણ જર્મનીમાં આવેલુ છે

image soucre

સામાન્ય રીતે લોકો કોઈને કોલ કરે છે અથવા ફોન ઉપાડે છે, તેઓ પહેલા ‘હેલો’ કહે છે અને પછી વાત કરવાનું શરૂ કરે છે, પરંતુ અહીંના લોકો ફોન પર હેલો કહેવાને બદલે સીધા જ પોતાનું નામ કહીને વાત કરવાનું શરૂ કરે છે. વિશ્વમાં સૌથી વધુ ઝૂ પણ જર્મનીમાં આવેલા છે. આ સિવાય વિશ્વનું સૌથી ઉંચું ચર્ચ પણ અહિ આવેલુ છે, જેને ‘ઉલ્મ મિંસટર’ નામ આપવામાં આવ્યું છે. આ ચર્ચની ઉંચાઈ લગભગ 530 ફૂટ છે. તે એટલું મોટું છે કે તેમાં બે હજાર લોકો આરામથી બેસી શકે.

દર વર્ષે અહીં 94 હજારથી વધુ પુસ્તકો પ્રકાશિત થાય છે

image source

તમને ખબર નહીં હોય, પરંતુ વિશ્વનું પહેલું મેગેઝિન 1663 ADમાં જર્મનીમાં પ્રકાશિત થયું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌથી વધુ પુસ્તકો છાપનારા દેશોની સૂચિમાં જર્મનીનો પણ સમાવેશ થાય છે. દર વર્ષે અહીં 94 હજારથી વધુ પુસ્તકો પ્રકાશિત થાય છે.

image source

સામાન્ય રીતે ભારત સહિતના ઘણા દેશોમાં લોકો તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પર કોઈને અગાઉથી (સમય પહેલાં) શુભેચ્છા આપે છે, પરંતુ જર્મનીમાં તે બેડલક માનવામાં આવે છે. અહીંના લોકો ફક્ત તેમના જન્મદિવસ પર કોઈને અભિનંદન આપે છે અથવા શુભેચ્છાઓ આપે છે.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હિટલર સાથેની મુલાકાત

image source

તમને જણાવી દઈએ કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથેની બેઠક દરમિયાન જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે તેમના પુસ્તકમાં ભારત અને ભારતીય વિશે ઘણી વાંધાજનક બાબતો લખી હતી. જ્યારે નેતાજીએ હિટલર સાથે બેઠક કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે, હિટલર સાથેની આ બાબતોનો ઉલ્લેખ કરતા તેમણે તેના માટે માફી માંગી હતી. તેમણે વિવાદાસ્પદ નિવેદનો દૂર કરવાનું વચન નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ