સુગરની તકલીફ હોય તો આજથી જ રાખો આ 5 વાતોનું ધ્યાન, સુગર રહેશે કંટ્રોલમાં નહિં તો…

મિત્રો, છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ કોરોનાના ભયથી ઘેરાયેલુ છે. આ સમસ્યાના કારણે હાલ સમગ્ર વિશ્વના લોકો ઘરની અંદર પુરાઈને રહે છે. કોરોનાની સમસ્યા હજુ પણ ગઈ નથી. લોકો પોતાના પર્વની તૈયારીઓ પણ ઘરેબેઠા કરી રહ્યા છે. જો કોઈ તહેવાર હોય તો ખાવા-પીવાનું ટાળવુ પણ શક્ય નથી અને તેમા પણ સુગરના દર્દીઓએ ખાવા બાબતે વધુ પરેજી પાળવી પડે છે.

image source

સુગરની બીમારી એ એક અત્યંત ચિંતાજનક બીમારી છે અને તમારે તમારી જાતને કોરોનાથી પણ બચાવવી પડશે માટે તમારે તમારા ખોરાક અને પીણાનું ધ્યાન રાખવુ તે જરૂરી છે. ઘણીવાર લોકોના શુગર લેવલમા વધારો થતો જોવા મળે છે. જો તમે પણ તમારા સુગરને નિયંત્રિત રાખવા ઈચ્છતા હોવ તો તમારે અમુક પ્રકારની વિશેષ સાવચેતીઓ રાખવી પડે છે, જે નીચે મુજબ છે.

ઓછુ ખાવુ પરંતુ વારંવાર ખાવુ :

image source

જો તમે સુગરની સમસ્યાને કારણે ખાવા-પીવાનું ટાળો છો, તો હવે ખાવાનુ ટાળશો નહિ પરંતુ, તમે જે ખાઓ છો તે થોડુ ખાઓ અને સમયનુ અંતર રાખો. જો તમે દિવસમા ચારથી પાંચ વખત ખાશો તો લોહીમાં શુગરનુ સ્તર સ્થિર રહેશે અને તમને ખાવાથી પર્યાપ્ત પોષકતત્ત્વો પણ મળશે.

પૌષ્ટિક નાસ્તો કરવો :

image source

આ ઉપરાંત જો શક્ય બને તો ભોજનમા મીઠી વસ્તુઓનુ સેવન ઘટાડો. તમે અખરોટ અને ફળો જેવા તંદુરસ્ત નાસ્તા ખાઈ શકો છો. ફળો એ તમારા શરીરને હાઇડ્રેટ રાખશે અને તમારી ભૂખને શાંત રાખશે તથા તમારા સુગર લેવલને પણ નિયંત્રિત રાખશે.

આલ્કોહોલનુ સેવન ટાળો :

image source

જે લોકો સુગરની સમસ્યાથી પીડાતા હોય તેમણે ક્યારેય પણ આલ્કોહોલનુ સેવન કરવુ જોઈએ નહિ કારણકે, તેમા શુગરનુ પ્રમાણ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે, જે તમારા લોહીમા શુગરનું સ્તર વધારી શકે છે માટે શક્ય બને તો આ વસ્તુથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન રાઇસનુ કરો સેવન :

image source

જે લોકોને સુગરની સમસ્યા રહેતી હોય તેમણે સફેદ ચોખા ખાવાનું ટાળવું જોઈએ કારણકે, સફેદ ચોખામા ગ્લાયકોમિક ઇન્ડેક્સ ખુબ જ ઊંચો હોય છે, જે લોહીમાં સુગરનુ સ્તર ઝડપથી વધારે છે. જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગતા હોવ તો બ્રાઉન રાઇસનો ઉપયોગ કરો.

તળેલા ભોજનનુ વધારે પડતુ સેવન ટાળો :

image source

આ સિવાય જો તમે સુગરની સમસ્યાથી પીડાતા હોવ તો તળેલું કે શેકેલું ભોજનનુ સેવન ઘટાડવુ જોઈએ. જો શક્ય બને તો તમારે તમારા રોજીંદા ભોજનમા બિસ્કિટ અને કેક જેવા બેકરી ફૂડનુ સેવન ટાળવુ જોઈએ. જેથી, તમારુ સુગરનુ સ્તર નિયંત્રણમા રહે છે અને તમે સ્વસ્થ અને નીરોગી શરીર મેળવશો.