જાણો CO-WIN એપ શું છે, એ કેવી રીતે કામ કરે છે અને તેમાં કેવી રીતે થશે રજિસ્ટ્રેશન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને લીલીઝંડી આપી દીધી છે. આજે 16 જાન્યુઆરીથી દેશભરના લાભાર્થીઓને કોરોના રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. આ અભિયાનની સાથે વડાપ્રધાન મોદીએ CO-WIN એપ પણ લોન્ચ કરી હતી.

image source

પ્રથમ દિવસે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવશે. સરકારે કોરોના રસીકરણ માટે એક સિસ્ટમ બનાવી છે અને સિસ્ટમનું નામ CoWIN છે. આમ તો સરકારે કહ્યું છે કે કોરોના રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ફક્ત કોવિન એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે. કોવિન વિશે લોકોને ઘણા પ્રશ્નો છે અને આ જ નામ સાથે ઘણી નકલી એપ બજારમાં આવી છે, જેનાથી લોકોને આરોગ્ય મંત્રાલય અંગે ચેતવણી પણ આપી છે. તો ચાલો આપણે કોવિન એપ્લિકેશન વિશે, વિસ્તારથી જાણીએ, આ એપ્લિકેશન શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને તેના દ્વારા રસી મેળવવા માટે કયા ઓળખપત્રો જરૂરી હશે.

જાણો શું છે CO-WIN એપ અને એ કેવી રીતે કામ કરે છે

image source

સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે CO-WIN એપ્લિકેશન ભારતમાં કોરોના રસીકરણ માટેની વ્યવસ્થાપન સિસ્ટમ છે, જેના દ્વારા લોકોને રસી આપવામાં આવશે. જે ક્લાઉડ આધારિત છે. તમને જણાવી દઈએ કે આ એપ્લિકેશનમાં વેક્સિનેશન સેન્ટરથી લઈને રસી લેનારા લોકોની સંપૂર્ણ યાદી હશે. તમને જણાવી દઈએ કે જો તમારે પણ કોરોનાની રસી લેવી હોય તો CO-WIN એપ્લિકેશનમાંથી જ અરજી કરવી પડશે. નોંધનિય છે કે CO-WIN એપ્લિકેશનમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયાનું સંપૂર્ણ ટ્રેકિંગ હશે. જેમાં ભારતમાં લગાવવામાં આવતી વેક્સિનનાં સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવશે.

જાણો કોને, ક્યાં અને કેવી રીતે મળશે રસી

image source

તો બીજી તરફ કોને, ક્યારે, ક્યાં અને કઈ વેક્સિન આપવામાં આવી એ બાબતની પણ સંપૂર્ણ માહિતી આ એપ્લિકેશનમાં જોવા મળશે. સાદી ભાષામાં તમને જણાવીએ તો CO-WIN એપમાં ભારતમાં કોરોના વેક્સિનેશનનો સંપૂર્ણ ડેટા બેઝ રહેશે. તમને જણાવીએ કે હવે તમે ગૂગલ પ્લે-સ્ટોરથી CO-WIN એપને ડાઉનલોડ કરી શકો છો. તો બીજી તરફ એક માહિતી અનુસાર CO-WIN એપ્લિકેશનને Android, iOS અને KaiOS બધા માટે લોન્ચ કરવામાં આવશે. એવામાં નોકિયાના 4જી ફોનમાં યુઝર્સ અને જિયો ફોન યુઝર્સ પણ પોતાના ફોનમાં કોવિન એપ ડાઉનલોડ કરી શકશે. જેથી સામાન્ય લોકોને રસી માટે નોંધણી કરાવવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે. તમને જણાવી દઈએ કે હાલમાં 4જી ફીચર ફોનમાં KaiOS આપવામાં આવી છે. કોરોના વેક્સિન અંગે રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાનકાર્ડ વગેરે ડોક્યુમેન્ટની જરૂર પડશે.

Co-WIN એપ્લિકેશનમાં છે પાંચ મોડ્યુલ

image source

તમને જણાવી દઈએ કે ભારતના આરોગ્ય મંત્રાલયે આ અંગે એક માહિતી જાહેર કરી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે Co-WIN એપમાં પાંચ મોડ્યુલ છે, જેમાં એડમિનિસ્ટ્રેટિવ મોડ્યુલ, બીજું રજિસ્ટ્રેશન મોડ્યુલ, ત્રીજું વેક્સિનેશન મોડ્યુલ, ચોથું બેનિફિટ સ્વીકૃતિ મોડ્યુલ અને પાંચમું રિપોર્ટ મોડ્યુલ સામેલ છે. આમાંથી પહેલુ એક એડમિનિસ્ટ્રેટિવ મોડ્યુલ છે, જેમાં વેક્સિન માટેનું સત્ર નિર્ધારિત કરવામાં આવશે અને રસી લગાવનારા લોકો અને સંચાલકોને નોટિફિકેશન મોકલવામાં આવશે. તો બીજી તરફ રજિસ્ટ્રેશન મોડ્યુલમાં તમે જાતે રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો. આ મોડ્યુલ માટે કોઈ સંસ્થા બલ્કમાં એવા લોકોનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે જેમને રસીની જરૂર છે. બેનિફિટ સ્વીકૃતિ મોડ્યુલમાં ક્યુઆર કોડના આધારે રસીકરણનું પ્રમાણપત્ર મળશે.

Co-WIN એપ/ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન

image source

સ્થાન અને તારીખ સાથે મેસેજ મળશે

રસીકરણ કેન્દ્ર પર જઈને મેસેજ બતાવવાનો રહેશે

ઓળખપત્રની તપાસ કરવામાં આવશે

OTP દ્વારા Co-WIN એપ પર વેરિફિકેશન

રસી આપવામાં આવશે અને ડેટા અપલોડ થશે

રસીના બીજા ડોઝ માટે મેસેજ મળશે

રસી લીધા બાદ લોકોએ સાઈડ ઇફેક્ટની તપાસ માટે 30 મિનિટ સુધી કેન્દ્ર પર જ રહેવું પડશે

ત્રણ તબક્કામાં થશે રસીકરણ

image source

તમને જણાવી દઈએ કે દેશમાંમાં કોરોના રસીકરણનું કામ શરૂઆતમાં ત્રણ તબક્કામાં કરવામાં આવશે. જેમા તબક્કાવાર રીતે લોકોને રસી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકારની ગાઈડલાઈન અનુસાર સૌ પ્રથમ ફેઝમાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે જ્યારે બીજા ફેઝમાં ઈમર્જન્સી સેવાઓ સાથે સંકડાયેલા લોકોને રસી આપવામાં આવશે. નોંધનિય છે કે સ્ટેટ ગવર્મેન્ટને આવા લોકોનો ડેટા એકત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, તો બીજી તરફ જ્યારે ત્રીજા ફેઝમાં એવા લોકોને રસી આપવામાં આવશે, જે લોકો કોઈ ગંભીર બિમારીથી ગ્રસ્ત હોય. તમને જણાવી દઈએ કે આ તમામ લોકોનું Co-WIN એપ્લિકેશન પર જ રજિસ્ટ્રેશન થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ