હાથની આંગળીઓની લંબાઈથી જાણો તમારું વ્યક્તિત્વ

આ જાણીને તમને વિશ્વાસ નહીં થાય કે આપણે કોઇપણ વ્યક્તિના હાથની આંગળીઓનો આકાર જોઇ તેના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જાણી શકીએ છે. દરેક વ્યક્તિના હાથની આંગળીઓનો આકાર જુદો જુદો હોય છે. કોઇકના હાથની આંગળીઓ લાંબી હોય છે તો કોઇકના હાથની ટુંકી. આ સિવાય વ્યક્તિના પગની આંગળીઓમાં પણ ફેર હોઇ શકે છે. વ્યક્તિના પગની આંગળીઓ લાંબી તથા ટુંકી હોય તેવી શક્યતાઓ હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે આપણે કોઇપણ વ્યક્તિની આંગળીઓ ઉપરથી તેના વ્યક્તિત્વ વિશે જાણી શકીએ છીએ.

image source

જ્યારે તમે વ્યક્તિના સ્વભાવથી જોડાયેલી વાતોને જાણી શકશો. દરેક વ્યક્તિના હાથની આંગળીઓમાં ફરક હોય છે. કોઇપણ વ્યક્તિની હાથની આંગળીઓ એક જેવી હોતી નથી. તમને હજી વિશ્વાસ ન થયો હોય તો આ વાત તમારા માટે કામની છે. શું તમે વિચારી રહ્યા છો કે આવું કેવી રીતે શક્ય બને છે. કઈ રીતે આપણે વ્યક્તિના હાથની આંગળીઓ જોઇ તેના સ્વભાવ કે વ્યક્તિત્વ વિશે જાણી શકીએ છીએ. તો આવો જાણીએ હાથની આંગળીઓના અલગ-અલગ પ્રભાવ વિશે…..

1) અંગૂઠો

image source

જે વ્યક્તિનો અંગૂઠો સુવિકસિત અને સુગઠિત હોય છે એ લોકોમાં કેટલીક વિશેષતાઓ હોય છે. જેમકે તેમની બોદ્ઘિક ક્ષમતા પણ વધારે હોય છે અને જે લોકોનો અંગૂઠો કમજોર અને પાતળો હોય છે તેમની બોદ્ઘિક ક્ષમતા ઓછી હોય છે. તો હવેથી જોઈ લો તમારા અંગૂઠાનો આકાર અને જાણો કે તમે કેટલા બૌદ્ધિક છો.

2) તર્જની આંગળી

image source

જે વ્યક્તિની તર્જની આંગળીની લંબાઈ અનામિકા આંગળીથી વધારે હોય છે તેવા લોકો આત્મવિશ્વાસી હોય છે પણ ક્યારેક તેમનામાં ઘમંડ આવી જાય છે. આનો સાર કે મતલબ એ નથી કે આ લોકો ખરાબ છે. પણ ઘણા કામ એવા હોય છે જેમાં તેમનો એ ઘંમડ જ લાભદાયી સાબિત થાય છે. આ જ ઘંમડ તેમને પોતાના સપના સાકાર કરવામાં તેમની મદદ કરે છે.

3) મધ્યમા આંગળી

image source

જો આ મધ્યમા આંગળીની લંબાઇ તર્જની આંગળીથી અડધા ઇંચ જેવી લાંબી હોય તો એવા વ્યક્તિઓ સ્વાર્થી હોય છે. આવા વ્યક્તિઓને વધારે જ ચિંતા રહેતી હોય છે. જો કોઇ વ્યક્તિની મધ્યમા આંગળી લાંબી અને ઉપરથી ચપટી હોય તો એવા વ્યક્તિઓની કળાના ક્ષેત્રમાં વધારે રૂચી હોય છે. આ ક્ષેત્રમાં જો તેઓ આગળ વધે તો તેમને ઝડપથી સફળતા પણ મળી રહે છે.

4) અનામિકા આંગળી

image source

જો આ આંગળીની લંબાઇ તર્જની આંગળીની સમાન હોય તો આવા વ્યક્તિ શાંત સ્વભાવનાં હોય છે. આ સાથે જ જે લોકોની અનામિકા આંગળીની લંબાઇ તર્જની આંગળીથી ઓછી લાંબી હોય તો આવા લોકો બીજા લોકો સાથે બોલવું વધારે પસંદ કરતા હોય છે અને આવા લોકો જલ્દી ચિંતિત પણ થઇ જાય છે.

5) કનિષ્કા આંગળી

image source

કનિષ્કા આંગળી એટલે કે આપણી સહુથી નાની આંગળી. જેને આપણી ટચલી આંગળી. આ આંગળીના નિચલા ભાગને બુદ્ધ પર્વત ભાગના નામથી ઓળખાય છે. જે વ્યક્તિના હાથની આ આંગળીનો નીચેનો ભાગ ઉપસેલો અને સ્પષ્ટ હોય છે એવા લોકો બિઝનેસના ક્ષેત્રનાં સફળ થાય છે. આવા લોકોમાં બહુ ઉત્સુકતા હોય છે અને જે લોકોના આંગળીના નીચેનો ભાગ ઉપસેલો નથી હોતો એવા લોકો આ બધા લોકોથી અલગ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ