આ ઉદ્યોગપતિના ઘરના કચરામાંથી પણ બને છે ખાસ વસ્તુ, જાણો પ્રોસેસ

કહેવાય છે ને કે સામાન્ય માણસ અને મોટી હસ્તીઓની વાતોમાં મોટું અંતર હોય છે તે વાત આજે અહીં સાબિત થઈ રહી છે. સામાન્ય માણસના ઘરના કચરાને ફેંકી દેવામાં આવે છે એટલે કે મ્યુનિસિપાલિટી વાળા આવીને તેને લઈ જાય છે. જ્યારે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના ઘરના કચરાનો પણ ખાસ ઉપયોગ કરાય છે. એવો ઉપયોગ જે મતે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય અને આવું કર્યું પણ નહીં હોય.

image source

જી હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ રિલાયન્સ જિઓના માલિક મુકેશ અંબાણીની અને તેમની સંપત્તિની. એન્ટાલિયા જેવા આલિશાન બિલ્ડિંગમાં રહેનારા મુકેશ અંબાણીનું એન્ટાલિયા રાજમહેલથી ઓછું નથી. તેઓએ તેને બનાવવા માટે 17 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમા ઘરનો કચરો પણ ખાસ હોય છે. એટલે કે તેને અલગ રાખવામાં આવે છે. આજે આપણે જાણીશું કે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરના કચરા સાથે શું કરવામાં આવે છે તે વિશે.

image source

તમને જાણીને કદાચ વિશ્વાસ નહીં આવે પણ રિલાયન્સના માલિક મુકેશ અંબાણીની ઘરના કચરાને ફેંકી દેવાતો નથી પણ તેમના ઘરના કચરાને પહેલાં તો ભેગો કરાય છે અને પછી એક ખાસ સિસ્ટમની મદદથી તેનાથી ઈલેક્ટ્રિસિટી તૈયાર કરવામાં આવે છે. તેનાથી એન્ટાલિયામાં જે લાઈટ વાપરવામાં આવે છે તેમાં થોડી મદદ પણ મળી રહે છે. એટલે કે કુલ વીજળીના બિલને ઓછું કરવામાં અંબાણીને તેમના ઘરનો કચરો પણ મદદ કરે છે.

image source

ઉલ્લેખનીય છે કે અંબાણીના ઘરમાં કચરાનો ઉપયોગ ફરીથી કરવાનો હોઈ અહીં સૂકો અને ભીનો કચરો અલગ અલગ બેગ્સમાં એકઠો કરાય છે. આ પછી ખાસ પ્રકારની નવી ટેક્નોલોજીની મદદથી ઈલેક્ટ્રીસિટી તૈયાર કરવામાં આવે છે.

image source

જો કે આ ઇલેક્ટ્રીસિટીનું પ્રમાણ આખા એન્ટાલિયાને માટે પૂરતું નથી. પણ હા તેમાં સેર પૂરવાનું કામ કરે છે. જી હા તમે હેરાન થી ગયા હશો અને સાથે વિચારતા હશો કે તેઓ આટલા માટો ઉદ્યોગપતિ છે તો પછી તેઓને લાઈટબિલથી શું સમસ્યા હશે.

image source

આવું કરવાની શી જરૂર, સીધે સીધો કચરાને ફેંકી દે તો શું થાય. પણ અહીં એ પણ યાદ રાખવું કે કોઈ પણ નાનો વ્યક્તિ મોટો ત્યારે જ બને છે જ્યારે તે નાના નાના પ્રયાસોથી કંઈ મોટી ચીજ તૈયાર કરી લેતો હોય છે અને નાની નાની બચત કરીને આગળ વધે છે. તો મુકેશ અંબાણીના ઘરનો કચરો તેમના લાઈટબિલની બચત કરવામાં મદદ કરે છે. તેમાં આ ખાસ વ્યવસ્થા તેમની મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ