ટ્રાફિકના આ નિયમોની જાણકારી મુશ્કેલીના સમયમાં તમને થશે ખૂબ ઉપયોગી, જાણી લો આજે જ…

દેશમાં નવું મોટર વ્હીકલ્સ એમેન્ડમેન્ટ બિલ અમલમાં આવ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ, તેમાં લોકોને કોઈ પણ ફેરફારોની જાણ ન હોવાથી તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આના કારણે ક્યારેક ટ્રાફિક પોલીસ સાથે ઉગ્ર દલીલો થાય છે. પરિણામે પોલીસ અન્ય કેટલીક કલમો હેઠળ કેસ ગોઠવીને ભારે દંડ ફટકારી શકે છે.

image source

એવામાં જો તમારી પાસે નવા નિયમ વિશે ની બધી માહિતી હોય તો તમે ટ્રાફિક પોલીસે ફટકારેલા દંડને તમે સરળતાથી સમજી શકો છો, અને પોલીસ સાથે તમારી કોઈ દલીલ પણ નહીં થાય. તો ચાલો આપણે નવા મોટર વાહન સુધારા વિધેયકના વિશેષ નિયમો વિષે જાણીએ.

image source

કલમ ૧૮૧ હેઠળ લાઇસન્સ વિના વાહન ચલાવવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. કલમ ૧૮૨ હેઠળ ગેરલાયક હોવા છતાં પણ ડ્રાઇવિંગ કરવા બદલ દસ હજાર રૂપિયાનો દંડ દેવો પડે છે. કલમ ૧૮૩ હેઠળ નિયત સ્પીડ લિમિટ કરતા વધુ ઝડપથી વાહન ચલાવવું પણ એલએમવી માટે એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે, જ્યારે એમપીવી દંડ માટે બે હજાર રૂપિયા ચૂકવવા પડશે.

image source

કલમ ૧૮૪ હેઠળ હવે ખતરનાક રીતે વાહન ચલાવવા પર પણ પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ લાગશે. કલમ ૧૮૫ માં હવે દારૂ પીને વાહન ચલાવવા બદલ દસ હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. કલમ ૧૮૯ માં હવે ઝડપી અને રેસિંગ પર પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવાની જોગવાઈ થઈ છે.

image source

કલમ ૧૯૨૧ એ ની મુજબ પરમિટ વિના વાહન ચલાવવા બદલ હવે દસ હજાર રૂપિયા સુધીનો દંડ લાગશે. કલમ ૧૯૩ માં લાઇસન્સના નિયમો તોડવા માટે પણ રૂપિયા પચીસ હજાર થી એક લાખ રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. કલમ ૧૯૪ માં પ્રતિ ટન રૂપિયા બે હજાર અને ટન દીઠ રૂપિયા વીસ હજાર અને ઓવરલોડિંગ માટે રૂપિયા બે હજાર પ્રતિ ટન દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે.

image source

કલમ ૧૯૪ એ હેઠળ ઓવરલોડિંગ એટલે કે તેની ક્ષમતા કરતા વધુ પેસેન્જર પર દીઠ રૂ.એક હજારનો દંડ લેવામાં આવશે. કલમ ૧૯૪ બી મુજબ હવે સીટ બેલ્ટ ન પહેરવા બદલ એક હજાર રૂપિયાનો દંડ લાગશે. કલમ ૧૯૪ સી હેઠળ સ્કૂટર અને બાઇક પર ઓવરલોડ થવાથી હવે બે હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને જો બે થી વધુ લોકો હોય તો ત્રણ મહિના માટે તેનું લાઇસન્સ રદ કરી શકાય છે.

image source

કલમ ૧૯૪ડી માં હવે હેલ્મેટ વિના રૂપિયા એક હજાર સુધીનો દંડ અને ત્રણ મહિના માટે લાઇસન્સ રદ થઈ શકે છે. કલમ ૧૯૪ઈ માં હવે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવા પર રૂપિયા દસ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે છે. કલમ ૧૯૬હેઠળ હવે વીમા મુક્ત વાહન ચલાવવા બદલ બે હજાર રૂપિયાનો દંડ ચૂકવવામાં આવશે.

image source

કલમ ૧૯૯ હેઠળ હવે સગીરોના ગુનાના કેસમાં માતાપિતા અને માલીક ને દોષી ઠેરવવામાં આવશે. તેમાં ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવે છે. સગીર સામે જુવેલિન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે, અને તેના વાહનનું રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે. કલમ ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૮૯, ૧૯૦, ૧૯૪-સી, ૧૯૪-ડી, ૧૯૪-ઇ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો અધિકાર પણ સત્તાઓને આપવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!