15 હજારથી ઓછો પગાર હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજો

જો તમારો પગાર 15 હજાર રૂપિયાથી ઓછો છે અથવા તમે લોકડાઉનમાં તમારી નોકરી ગુમાવી ચૂક્યા છો, તો તમારા માટે આ સારા સમાચાર છે. હકીકતમાં કોરોના વાયરસ રોગચાળાથી પ્રભાવિત થયા પછી કેન્દ્રની મોદી સરકારે ઔપચારિક ક્ષેત્રમાં રોજગાર વધારવા માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી છે. સરકાર આ યોજના હેઠળ કંપનીઓ અને લોકોને મદદ કરશે. આના માધ્યમથી પીએફ ખાતા ધારકોને લાભ થશે, જેમનો પગાર ઓછો છે તેને પણ ફાયદો થશે. તો ચાલો આપણે જાણીએ કે આત્મનિર્ભર ભારત પેકેજ 3.૦ હેઠળ ક્યા લોકોને લાભ થશે અને આ યોજનાના લાભાર્થી કોણ બનશે

image source

કોરોના વાયરસ રોગચાળાને કારણે થતા આર્થિક નુકસાનને પહોંચી વળવા મોદી સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કર્યું હતું, જેમાં સરકાર લોકોને અનેક તબક્કામાં મદદ કરી રહી છે. હવે આ અભિયાન અંતર્ગત સરકારે આત્મર્ભર ભારત રોજગાર યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા સરકાર ઔપચારિક ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. તેનો ફાયદો પીએફ ખાતાધારક કર્મચારીઓને થશે. ઇપીએફઓ હેઠળ નોંધાયેલ તે સંસ્થાઓને જ આ યોજનાનો લાભ મળી શકે છે. કર્મચારીઓ આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનો લાભ લઈ શકશે.

image source

જણાવી દઈએ કે ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના’ હેઠળ કેન્દ્ર સરકાર એક ઓક્ટોબર 2020થી 30 જૂન 2021 સુધી કંપની અને અન્ય એકમો દ્વારા નોકરી પર રાખવામા આવેલા નવા કર્મચારીઓ માટે બે વર્ષ સુધી રિટાયરમેન્ટ ફંડમાં કર્મચારી અને નિયોક્તા બન્ને તરફથી અંશદાન કરશે એટલે કે, સરકાર કર્મચારીના 12 ટકા અને એમ્પ્લોયરના 12 ટકા તેમના પ્રોવિડન્ટ ફંડ (EPF) માં બંનેનું યોગદાન આપશે.

image source

જો કોઈ કર્મચારીનો પગાર 15 હજાર રૂપિયાથી ઓછો હોય અને તેણે અગાઉ એવી સંસ્થામાં કામ કર્યું છે જે 1 ઓક્ટોબર 2020 પહેલાં ઇપીએફઓ સાથે નોંધાયેલ નથી. આ સિવાય જો આ સમયગાળા પહેલા તેની પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએન) અથવા ઇપીએફ એકાઉન્ટ ન હતું, તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

image source

આ ઉપરાંત એવા લોકોને પણ આ યોજનાનો લાભ પણ મળશે જેની યુએએન છે અને માસિક પગાર 15 હજારથી ઓછો છે અને તેણે કોરોના સમયગાળા દરમિયાન (1 માર્ચથી 30 સપ્ટેમ્બરની વચ્ચે) નોકરી છોડી દીધી છે, તેમજ 30 સપ્ટેમ્બર સુધી ઇપીએફના દાયરામાં આવનારી કોઈ પણ સંસ્થામાં નોકરી મળી નથી.

image source

કેન્દ્રની મોદી સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં આત્મનિર્ભર ભારતની રોજગાર યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના દ્વારા ઔપચારિક ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ યોજના પર 22,810 કરોડ રૂપિયા ખર્ચ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 58 લાખથી વધુ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ