કરીના કપૂરે શૂટિંગના સેટ પરથી ફોટો કર્યો શેર, બોલિવૂ઼ડ સેલેબ્સે કરી આવી કોમેન્ટ

39 વર્ષીય કરીના કપૂર ખાન બીજીવાર માતા બનવાની છે. આ પહેલાં કરીનાએ 36 વર્ષની ઉંમરે પહેલા બાળક તૈમુરને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે 35 વર્ષની ઉંમર પછી માતા બનવું ઘણું લેટ માનવામાં આવે છે પરંતુ હવે આ માન્યતા તૂટી રહી છે.

image source

બોલિવૂડ એક્ટ્રેસને સફળ કરિયર અને લેટ મેરેજ પછી લેટ પ્રેગ્નન્સીમાં કોઈ વાંધો નથી હોતો. કરીના કપૂરને હાલમાં પ્રેગ્નન્સીનો સાતમો મહિનો જઈ રહ્યો છે. કોરોનાકાળમાં પણ પ્રેગ્નન્ટ કરીનાએ કામ કરવાનું બંધ કર્યું નથી.

સોશિયલ મીડિયામાં શૂટિંગના સેટ પરની એક તસવીર શૅર કરી

કરીનાએ હાલમાં જ સોશિયલ મીડિયામાં શૂટિંગના સેટ પરની એક તસવીર શૅર કરી હતી. કરીના પિંક ટોપ તથા પિંક ટાઈટ્સમાં જોવા મળી હતી અને તેણે બેબી બમ્બ ફ્લોન્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કરીના ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપશે. કરીનાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરીને કહ્યું હતું, અમે બે પ્યૂમા ઈન્ડિયાના સેટ પર. કરીનાની આ તસવીર પર ચાહકો તથા સેલેબ્સ ઓળઘોળ થઈ ગયા હતા. કરીનાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાએ કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘સ્ટનિંગ.’ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા તથા પિતરાઈ બહેન રિદ્ધિમા કપૂરે કમેન્ટ બોક્સમાં પિંક હાર્ટ ઈમોજી શૅર કરી હતી.

સૈફ અલી ખાન ધર્મશાલામાં ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરતો હતો. ગયા મહિને કરીના દીકરા તૈમુર સાથે અહીંયા આવી હતી. અહીંયા તે એક મહિનો રોકાઈ હતી અને ગયા અઠવાડિયે જ સૈફ-કરીના તથા તૈમુર મુંબઈ પરત ફર્યાં હતાં.

બીજા બાળક અંગે કોઈ નામ વિચારીને રાખ્યું નથી

image source

નોંધનિય છે કે કરીના અને સૈફના પહેલા પુત્રના નામ અંગે ઘણો વિવાદ થયો હતો. લોકોએ સોશિયલ મીડિયામાં ઘણી કોમેન્ટ પણ કરી હતી. જો કે કરીનાએ હાલમાં જ પોતાના બીજા સંતાનના નામ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે બાળક અંગે કોઈ નામ વિચારીને રાખ્યું નથી. કરીનાએ નેહા ધૂપિયાના શો ‘વોટ વુમન વોન્ટ’ના એક એપિસોડમાં કરીનાએ કહ્યું હતું કે તૈમુરના નામ અંગે જે વિવાદ થયો પછી તેમણે નક્કી કર્યું કે બીજા બાળકનો જન્મ ના થાય ત્યાં સુધી તેઓ કોઈ નામ વિચારીને રાખશે નહીં.

image source

કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું છે. કરીના છેલ્લે ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળી હતી. તેણે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રીમેક છે. છેલ્લે તે અક્ષય કુમાર, કિયારા અને દિલજીત દોસાંજ સાથે ગૂડ ન્યૂઝ ફિલ્મમાં જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ