9 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં પાંચ ગ્રહ રહેશે, એ પછી નજીકની આ તારીખમાં ષડ્ગ્રહી યોગ બનવાથી દેશ-દુનિયામાં અનિચ્છનીય ઘટનાઓ થવાની સંભાવના

-જ્યોતિષીઓના દ્રષ્ટિકોણથી ડીસેમ્બર, ૨૦૧૯ અને જાન્યુઆરી, ૨૦૨૦માં આવી ગ્રહ સ્થિતિના લીધે દિલ્લીમાં તોફાનો અને કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં દુનિયા આવી ગઈ હતી.

image soucre

તા. ૪ ફેબ્રુઆરી, ૨૦૨૧થી લઈને તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી સૌર મંડળમાં પાંચ ગ્રહોના યોગનું નિર્માણ થયેલ રહેશે. આ સમય દરમિયાન મકર રાશિમાં સૂર્ય, બુધ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ અને શનિ ગ્રહ સાથે રહેવાના છે. જયારે તા. ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસે ચંદ્ર પણ મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ ષડગ્રહી યોગ નિર્માણ થવાની સંભાવના છે. આ સાથે જ હિંદુ ધાર્મિક કેલેન્ડરમાં માહ માસમાં ૫ શુક્રવાર અને પાંચ શનિવાર પણ આવી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આવા પ્રકારના ગ્રહ અને નક્ષત્રોની દશા દેશ અને દુનિયામાં અનિચ્છનીય ઘટનાઓના નિર્માણ થવા તરફ ઈશારા કરી રહી હોય છે.

કુદરતી વિપત્તિઓ અને રાજકીય ક્ષેત્રે મોટા પરિવર્તનના યોગ:

image soucre

કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ ગ્રહો અને નક્ષત્રોની આવી સ્થિતિના લીધે કોઈ વિશેષ વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા છે. તોફાન, ભૂકંપ, વાવઝોડું, પુર, દુષ્કાળ જેવી કુદરતી વિપત્તિઓથી દેશ અને દુનિયાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. તેમજ એકાએક વાતાવરણમાં પરિવર્તન આવી શકે છે. આ સાથે જ દેશના કેટલાક ભાગમાં વરસાદ આવવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. મકર રાશિમાં આવેલા શનિ ગ્રહ, સૂર્ય, શુક્ર ગ્રહ અને નીચ રાશિનો ગુરુ ગ્રહ હોવાના લીધે રાજનેતાઓ માટે તણાવગ્રસ્ત પરિસ્થિતિનું નિર્માણ થવાની સંભાવના છે.

image soucre

મુખ્ય નેતાઓને દેશમાં ચાલી રહેલ ધાર્મિક અને સાંપ્રદાયિક મુસીબતો માંથી મુક્ત થવા માટે કડક નિર્ણયો લેવા પડી શકે છે. માર્કેટમાં ખાસ ઉતાર- ચઢાવ જોવા મળી શકે છે. તેલ, કઠોળ, ગોળ, ખાંડ, દાળ, અનાજની કિમતમાં ઘટાડો આવી શકે છે. કીમતી ધાતુઓના માર્કેટમાં પણ મંદી જોવા મળી શકે છે.

અંદાજીત દર વર્ષે ગ્રહોની આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે:

image source

અંદાજીત દર વર્ષે અવકાશી ગ્રહો દ્વારા આવી સ્થિતિનું નિર્માણ થાય છે જયારે પાંચ ગ્રહો એકસાથે એક જ રાશિમાં પ્રવેશ કરે છે. પં. મિશ્રના જણાવ્યા મુજબ સૂર્ય દર માસે રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ અને શુક્ર ગ્રહને અનુચર ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. અર્થાત બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ સૂર્યની આજુબાજુ જ રહે છે. જેના લીધે એવું પણ થાય છે કે તેઓ એક જ રાશિમાં પ્રવેશ કરી જાય છે. આ ઉપરાંત ચંદ્ર પણ દર અઢી દિવસે રાશિ પરિવર્તન કરે છે. આ ચાર ગ્રહો વર્ષ દરમિયાન તમામ રાશિ માંથી પસાર થાય છે. જો તે સમય દરમિયાન મંગળ ગ્રહ, શનિ ગ્રહ, ગુરુ ગ્રહ કે પછી રાહુ ગ્રહ- કેતુ ગ્રહ સાથે જ પ્રવેશ કરે છે તો ત્યારે પંચગ્રહી યોગ નિર્માણ થાય છે.

વર્ષો પછી ષડગ્રહી યોગ નિર્મિત થાય છે.:

image source

પં. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ પંચગ્રહી યોગનું નિર્માણ અંદાજીત દર વર્ષે થાય છે પરતું ઘણા વર્ષો બાદ એકવાર એવું થાય છે કે, જયારે એક જ રાશિમાં ૬ ગ્રહો એકસાથે પ્રવેશ કરે છે. ગ્રહો અને નક્ષત્રોની આવી સ્થિતિને ષડગ્રહી યોગ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ષડગ્રહી યોગ અશુભ ફળ આપનાર માનવામાં આવે છે. મયુરચિત્રકમની સાથે જ કેટલાક સંહિતા ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જયારે કોઈ એક રાશિમાં ૬ ગ્રહો એકસાથે જોવા મળે છે તો તે સમયે દુર્ઘટનાઓમાં વૃદ્ધિ થઈ શકે છે. કુદરતી આપદા અને વાતાવરણમાં થતા એકાએક પરિવર્તન આવવા લાગે છે. આ ષડગેહી યોગના લીધે રાજા એટલે કે, ઉચ્ચ પદ પર રહેલ વ્યક્તિઓ, મોટા નેતાઓ અને પ્રશાસનિક અધિકારીઓ માટે તાણ અને પરિવર્તનનો સમય રહી શકે છે.

આની પહેલા પંચગ્રહી યોગ નિર્માણ:

ગત વર્ષે તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ચંદ્ર ગ્રહણની સાથે જ ધન રાશિમાં સૂર્ય, બુધ ગ્રહ, ગુરુ ગ્રહ, શનિ ગ્રહ અને કેતુ ગ્રહ એકસાથે આવી ગયા હતા જેના લીધે દેશના અરાજકતા વ્યાપી ગઈ હતી અને આંદોલન પણ થયા હતા. દેશની જનતામાં અસંતોષ પ્રસરી ગયો હતો. આ ગ્રહોના અશુભ પ્રભાવના લીધે રાજધાની દિલ્લીમાં તોફાનો થયા હતા. આની પહેલા તા. ૨૬ ડીસેમ્બર, ૨૦૧૯ના રોજ સૂર્ય ગ્રહણ સહિત ધન રાશિમાં સૂર્ય, બુધ ગ્રહ, ગુરુ ગ્રહ, શનિ ગ્રહ, કેતુ ગ્રહ અને ચંદ્રના એકસાથે આવી ગયા હતા જેના લીધે ષડગ્રહી યોગનું નિર્માણ થયું હતું. જ્યોતિષશાસ્ત્રીઓનું એવું માનવું છે કે, ગ્રહોની અશુભ સ્થિતિના લીધે દુનિયાને કોરોના વાયરસ સંક્રમણની મહામારી અને આર્થિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ