જાણો મૌની અમાસનું શુભ મુહૂર્ત અને વ્રતના મહત્ત્વ વિશે

દર વર્ષે માધ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અમાસના દિવસે મૌની અમાસ કે પછી માધી અમાસના નામથી જાણવામાં આવે છે. વર્ષ ૨૦૨૧માં એટલે કે, આ વર્ષે મૌની અમાસ તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ ધર્મની ધાર્મિક માન્યતાઓ મુજબ માધ અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. કાશી અને પ્રયાગમાં આવેલ ગંગા નદીમાં સ્નાન કરવા માટે ભક્તોનો મેળાવડો ઉમટી પડે છે.

image source

એવું કહેવામાં આવે છે કે, માધ માસની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધાર્મિક પ્રથા મુજબ મૌની અમાસના દિવસે પીપળાના વૃક્ષની પણ પૂજા કરવી જોઈએ. માધ માસની અમાસના દિવસે મૌન વ્રત રાખવાનો પણ રીવાજ છે આ લેખમાં અમે આપને જણાવીશું કે, માધ માસમાં આવતી મૌની અમાસની તિથિ, મુહુર્ત અને તેના મહત્વ વિષે……

તિથિ અને મુહુર્ત:

image source

માધ માસની મૌની અમાસની તિથિ: તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૧.

માધ માસની મૌની અમાસની પ્રારંભ સમય: તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૧. રાતના ૧:૦૮ વાગ્યાથી લઈને

માધ માસની મૌની અમાસનો સમાપ્ત સમય: તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૧. રાતના ૧૨:૩૫ વાગ્યા સુધી.

શું હોય છે માધ માસની મૌની અમાસનું મહત્વ?

image source

માધ માસમાં કૃષ્ણ પક્ષનો અંતિમ દિવસ એટલે કે, અમાસના દિવસને મૌની અમાસ તરીકે જાણવામાં આવે છે. મૌની અમાસનો દિવસ ધાર્મિક કાર્યો કરવા માટે ખુબ જ અનુકુળ દિવસ માનવામાં આવે છે. મૌની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરનાર ભક્તોને મોક્ષની પ્રાપ્ત થાય છે. ભક્તએ મૌની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ, મૌની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ભક્તને ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશ ના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. આની સાથે જ ભગવાન વિષ્ણુની પણ વિધિવત પૂજા કરવી જોઈએ. મૌન શબ્દ મૂળ મુનિ શબ્દ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ મૌન થાય છે.

image source

માધ માસમાં આવતી મૌની અમાસના દિવસે મૌન વ્રત રાખવાથી ભક્તોની આત્મ શક્તિમાં વૃદ્ધિ થાય છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ માધ માસની અમાસના દિવસે એટલે કે મૌની અમાસના દિવસે મનુનો પર જન્મ થયો હતો, મનુને પૃથ્વી પર જન્મ લેનાર પ્રથમ પુરુષ કહેવામાં આવે છે. મૌની અમાસના દિવસે દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. પવિત્ર નદીમાં સ્નાન કરી લીધા પછી ગરીબોને તલ, તલનું તેલ, તલના લાડવા, કપડા વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ. પિંડદાન કરવા માટે પણ મૌની અમાસના દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ