બાળ બ્રહ્મચારી હનુમાનજીના પણ થયા હતા ત્રણ-ત્રણ વિવાહ, વાંચો આ પૌરાણિક કથા

મિત્રો, આપણા પૌરાણિક હિન્દુ ધર્મશાસ્ત્રમા પવનસુત શ્રી બજરંગબલીને “રામભક્ત” તરીકે ઓળખવામા આવે છે અને તેમનુ વિશેષ પૂજન-અર્ચન કરવામા આવે છે. એવુ માનવામા આવી રહ્યુ છે કે, પ્રભુ શ્રી બજરંગબલીએ આજીવન બ્રહ્મચર્ય ધર્મનુ પાલન કરીને પ્રભુ શ્રી રામની સેવા કરી હતી.

image soucre

પરંતુ, તે જ સમયના અમુક પૌરાણિક શાસ્ત્રોમા એવુ કહેવામા આવ્યુ છે કે, પ્રભુ શ્રી બજરંગબલી એ બ્રહ્મચારી નથી પરંતુ, તેમના પણ વિવાહ થઇ ચુક્યા છે. આંધ્રપ્રદેશમા પ્રભુ શ્રી બજરંગબલીનુ એક એવુ મંદિર આવેલુ છે કે, જ્યા તેમની પત્ની સાથે પ્રભુ શ્રી બજરંગબલીની પ્રતિમા સ્થાપિત કરવામા આવી છે.

image soucre

એવુ માનવામા આવે છે કે, આંધ્રપ્રદેશમા સ્થિત આ મંદિર પ્રભુ શ્રી બજરંગબલીના વિવાહના સાક્ષીનુ એકમાત્ર મંદિર છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, એવી તો કઈ સ્થિતિ સર્જાઈ કે, પ્રભુ શ્રી બજરંગબલીને એક નહિ, બે નહિ પરંતુ, ત્રણ વિવાહ કરવા પડ્યા. જાણીએ આ લેખમા.

સૂર્યપુત્રી સુવાર્ચલા સાથે વિવાહ :

image source

સૂર્યની પુત્રી સુવર્ચલા અને પ્રભુ શ્રી બજરંગબલીના વિવાહનો ઉલ્લેખ એ પરાશર સંહિતામા થયેલો છે. આ ગ્રંથમા એવો ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, પ્રભુ શ્રી બજરંગબલી એ સૂર્ય ભગવાનના શિષ્ય હતા અને તે તેમની પાસેથી નવ વિદ્યાઓનુ જ્ઞાન મેળવવા આવ્યા હતા.

image source

તેમણે આ નવ વિદ્યાઓમાથી પાંચ વિદ્યાઓ શીખી લીધી પરંતુ, બાકીની વિદ્યાઓ શીખવા માટે વિવાહ કરવું ફરજિયાત હતુ. આ અનિવાર્યતાને કારણે તેમણે સૂર્યદેવની પુત્રી સાથે લગ્ન કર્યા. હનુમાનજી સાથે લગ્ન કર્યા પછી સુવર્ચલા કાયમ માટે તપશ્ચર્યામા લીન થઈ ગયા.

રાવણની દુહિતા અનંગકુસુમા સાથે વિવાહ :

image soucre

હનુમાનના બીજા લગ્નનો ઉલ્લેખ પઉમ ચરિત્રમાથી પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્ર અનુસાર રાવણ અને વરુણ દેવ વચ્ચેના યુદ્ધમા બજરંગબલી વરુણ દેવ વતી રાવણ સાથે લડ્યા હતા, જેના પરિણામે આ યુદ્ધમાં રાવણનો પરાજય થયો હતો. યુદ્ધ હાર્યા બાદ રાવણે તેની દુહિતા અનંગકુસુમાના વિવાહ બજરંગબલી સાથે કર્યા.

વરૂણદેવની પુત્રી સત્યવતી સાથે વિવાહ :

image source

વરુણ દેવ અને રાવણ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતુ ત્યારે વરુણ દેવ વતી બજરંગબલીએ યુદ્ધ કર્યુ અને તેના કારણે વરુણ દેવને વિજય મળી. આ વિજયથી વરુણ દેવ ખુશ થયા અને તેમની પુત્રી સત્યવતીના લગ્ન તેમની સાથે કર્યા.

વિવાહ પછી પણ આજીવન પાલન કર્યુ બ્રહ્મચર્યનુ :

image source

આમ, અમુક ખાસ સંજોગોના કારણે પ્રભુ શ્રી બજરંગબલી ત્રણ લગ્નના બંધને જોડાયા પરંતુ, તેમણે ક્યારેય પત્નીઓ સાથે વિવાહિત જીવન નથી જીવ્યું અને તેમણે જીવનભર બ્રહ્મચર્યનુ પાલન કર્યુ હતુ અને આ કારણોસર જ લોકો તેમની બાળ બ્રહ્મચારી તરીકે પૂજા કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ