કારચાલકો માટે મોટા સમાચાર, જો આ તારીખથી FASTag નહીં હોય તો… જાણી લો જલદી છેલ્લી તારીખ, નહિં તો…

સોમવાર એટલે કે તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસથી દેશમાં ફાસ્ટેગ ફરજીયાત થઈ જશે. [પરિવહન મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ ટુ- વ્હીલર સિવાય તમામ વાહનોમાં તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસથી ફાસ્ટેગ લગાવવું ફરજીયાત થશે. તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસથી ફાસ્ટેગ લગાવ્યા વગરના વાહનોને ટોલ પ્લાજા પર બે ગણો ટોલ ટેક્સ કે પછી દંડ આપવાનો રહેશે. ફાસ્ટેગ લગાવેલ વાહનોને ટોલ પ્લાજા પર રોકવાની જરૂરિયાત પડશે નહી.

image source

ખરેખરમાં, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસથી તમામ વાહનો માટે ફાસ્ટેગ (FASTag) આવશ્યક કરી દેવામાં આવ્યું છે. હવે સરકારની તૈયારી છે કે, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજથી ૧૦૦ ફીસદી ટોલ ટેક્સ ફાસ્ટેગની મદદથી જ કલેક્ટ કરવામાં આવી શકે છે. જો કે, હાલમાં નેશનલ હાઈવે પરથી જેટલો પણ ટોલ ટેક્સ આવે છે, એમાંથી ૮૦ ફીસદી ટોલ ટેક્સ ફાસ્ટેગ દ્વારા જ આવે છે.

શું છે ફાસ્ટેગ?

ફાસ્ટેગ એક સ્ટીકર હોય છે જે વાહનોની વિંડસ્ક્રીન પર લગાવવામાં આવે છે. ટોલ પર ક્રોસિંગ દરમિયાન ડિવાઈસ રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજીની મદદથી ટોલ પ્લાજા પર લાગેલ સ્કેનર સાથે કનેક્ટ થાય છે અને ત્યાર બાદ ફાસ્ટેગ સાથે જોડાયેલ એકાઉન્ટ માંથી પૈસા કપાઈ જાય છે.જેનાથી ટોલ પ્લાજા રોકવાની જરૂરિયાત રહેતી નથી.

ક્યાંથી ખરીદી શકો છો ફાસ્ટેગ?

NHAI ટોલ કે પછી તમામ બેંકો પાસેથી આપ ફાસ્ટેગ સ્ટીકર ખરીદી શકો છો. એના સિવાય આપ ફાસ્ટેગ સ્ટીકર પેટીએમ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ- કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. એને આપ યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડથી પણ રિચાર્જ કરી શકો છો. જો ફાસ્ટેગ બેંક એકાઉન્ટ સાથે લીંક હોય છે, તો પૈસા એકાઉન્ટ માંથી ઓટોમેટીક કપાઈ જાય છે.

ફાસ્ટેગ માટે ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે?

image source

ડ્રાઈવરનું લાઇસન્સ અને વાહનના રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની નકલ જમા કરાવીને ખરીદી શકો છો. બેંક કેવાયસી માટે ઉપ્ભોક્તાનું પેન કાર્ડ નંબર અને આધાર કાર્ડની નકલની પણ જરૂરિયાત પડે છે. નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ફાસ્ટેગની કીમત ૧૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એના સિવાય ૨૦૦ રૂપિયાની સિક્યોરીટી ડીપોઝીટ આપવી પડે છે.

image source

ફાસ્ટેગ પ્રણાલી વર્ષ ૨૦૧૧માં લાગુ કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૧૮ સુધીમાં અંદાજીત ૩૪ લાખ કરતા વધારે વાહનો દ્વારા ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. વર્ષ ૨૦૧૭ પછી ખરીદવામાં આવતા તમામ નવા વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાત કરી દેવામાં આવ્યું હતું. ફાસ્ટેગ પૂરી રીતે લાગુ થઈ ગયા બાદ કેશ પેમેંટ કરવાથી લોકોને છુટકારો મળી જશે, આ સાથે જ ઇંધણ અને સમયની બચત પણ થશે.