ખેડૂતોને ઉશ્કેરીને લાલ કિલ્લામાં લઈ જનારો એક્ટર દીપ સિધ્ધુ છે કોણ? ભાજપના આ એકટર-સાંસદનો છે ખાસ માણસ

પ્રજાસત્તાક દિન પર દિલ્હીમાં ટ્રેક્ટર રેલીમાં અચાનક હિંસાના બનાવો બન્યા. જે બાદ ખેડુતોએ દિલ્હીના માર્ગો પર ભારે હોબાળો મચાવ્યો હતો. ખેડુતોનો મોટો વર્ગ આ હિંસક ઘટનાઓનો વિરોધ કરી રહ્યો છે અને તેનો આરોપ કેટલાક પસંદગીના લોકો પર લગાવવામાં આવી રહ્યો છે. એવામાં ખેડૂત નેતાઓએ દીપ સિદ્ધુ પર ખેડૂતોને ભડકાવવા અને હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ દીપ સિદ્ધૂ ફેસબુક પર આવ્યા અને કહ્યું છે કે, અમે અમારા લોકતાંત્રિક અધિકાર હેઠળ લાલ કિલ્લા પર નિશાન સાહેબનો ધ્વજ લહેરાવ્યો, પરંતુ ભારતીય ધ્વજ હટાવવામાં આવ્યો નથી.

ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ

image siurce

યોગેન્દ્ર યાદવે પણ મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે દીપ સિધ્ધૂ અને ગેંગસ્ટરથી નેતા બનેલા લખા સિધનાએ ગઈકાલે રાત્રે પણ સિંઘુ બોર્ડર પર ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. યોગેન્દ્ર યાદવે વધુમાં કહ્યું કે, દીપ સિદ્ધુ માઇક્રોફોન લઈને લાલ કિલ્લા પર કેવી રીતે પહોંચ્યો તેની તપાસ થવી જોઈએ. ભારતીય કિસાન સંઘના હરિયાણા પ્રદેશ પ્રમુખ ગુરનમસિંહે પણ દીપ સિદ્ધુ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, દીપ સિદ્ધુએ ખેડુતોને ઉશ્કેર્યા હતા અને તેમને ગેરમાર્ગે દોર્યા હતા.

ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યો છે દીપ

image source

દીપ સિદ્ધુનો જન્મ પંજાબના મુક્તસર જિલ્લામાં 1984 માં થયો હતો, ત્યારબાદ તેમણે આગળ કાયદાનું અધ્યયન કર્યું. કિંગફિશર મોડેલ હન્ટ એવોર્ડ જીત્યાના થોડા દિવસો પહેલા તે બારનો સભ્ય પણ હતો. 2015 માં દીપ સિદ્ધુની પહેલી પંજાબી ફિલ્મ ‘રમતા જોગી’ રિલીઝ થઈ હતી. જો કે, તેને વર્ષ 2018 ની ફિલ્મ ઝોરા દાસ નમ્બરીયા તરફથી ખ્યાતિ મળી, જેમાં તેણે ગેંગસ્ટર પાત્ર ભજવ્યું હતું.

સની દેઓલે આપી સફાઈ

અત્રે નોંધનીય છે કે જ્યારે અભિનેતા સન્ની દેઓલે વર્ષ 2019 માં ગુરદાસપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી, ત્યારે દીપ સિદ્ધુને પણ તેમની ચૂંટણી પ્રચાર ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતો. જો કે, લાલ કિલ્લાની હિંસક ઘટના પછી સની દેઓલે એક ટ્વિટ પર કહ્યું કે, મારો અથવા મારા પરિવારનો દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી’. સની દેઓલે આ વાત અત્યારે એટલા માટે કહી છે, કેમકે એવું માનવામાં આવે છે કે, દીપ સિદ્ધુ સની દેઓલના ખૂબ ખાસ છે.

ખેડૂતોની સમસ્યાને ઉઠાવવામાં મદદ કરે.

image source

કેટલાક કલાકારો અને એક્ટિવીસ્ટોએ ખેડૂતો આંદોલનને 25 સપ્ટેમ્બરના રોજ ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો. દીપ સિદ્ધુ પણ એવા જ કલાકારોમાંના એક હતા, જેમણે ખેડૂતો સાથે ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો હતો. આ પછી તેણે કાયમ માટે ધરણા કરવાનું નક્કી કર્યું. દીપ સિદ્ધુએ તેના સોશ્યલ મીડિયા પર તેમના ચાહકોને અપીલ કરી હતી કે તેઓ ખેડૂતોની સમસ્યાને ઉઠાવવામાં મદદ કરે.

યોગેન્દ્ર યાદવે નોંધાવ્યો વિરોધ

image source

આ દરમિયાન ઘણા ખેડુતોએ દીપ સિદ્ધુની ભાગીદારીનો વિરોધ પણ કર્યો હતો અને તેમને નરેન્દ્ર મોદી અને સન્ની દેઓલ સાથેની દિપ સિધ્ધુના ફોટાના આધારે આરએસએસ અને બીજેપીના એજન્ટ ગણાવ્યા હતા. જોકે દીપ સિદ્ધુ દ્વારા આ પ્રકારના આરોપને નકારી કાઢવામાં આવ્યા છે. દીપ સિદ્ધુના ખેડૂત આંદોલનમાં સામેલ થવા વિશે વાત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, અમે શરૂઆતથી જ તેમનો (દીપ સિદ્ધુ) વિરોધ કરી રહ્યા છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ