શું છે મેડિકલ બેદરકારી? કઇ બાબતમાં કરી શકો છો ફરિયાદ? શું છે ટાઇમ લિમીટ? દરેક પ્રશ્નોના જવાબ જાણો અહીં..

એબી પોઝિટિવ દર્દીઓને એબી નેગેટિવનું લોહી ચડાવવું, જમણા પગની જગ્યાએ ડાબા પગની સર્જરી, મેલેરિયાના દર્દીને ડેંગ્યુની દવાઓ આપવી, દવાઓનો એટલો ઓવરડોઝ કે દર્દીનો જીવ જોખમાય….આવી મેડિકલ બેડરકારીની ખબરો આપણને જોવા અને સાંભળવા મળે છે. શુ થાય જો એમની જગ્યાએ આપણા પરિવારનો કોઈ સભ્ય કે પછી આપણે ખુદ હોઈએ? આવી બેદરકારી કોઈની પણ સાથે થઈ શકે છે. એટલે જરુરી છે કે તમે તમારા અધિકારો પ્રત્યે જાગૃત રહો જેથી સાચા સમયે સાચી કાર્યવાહી કરી શકો.

image source

પોતાની ભલાઈ માટે આપણે ડોકટરની દરેક વાત આંખ બંધ કરીને માની લઈએ છીએ પણ આપણે આપણી આંખો અને કાન હમેશા ખુલ્લા રાખવા જોઈએ. એક જમાનામાં નોબલ પ્રોફેશન ગણાતું મેડિકલ પ્રોફેશન આજે પ્રોફિટ મેકિંગ બિઝનેસ બની ગયો છે. એવામાં એ ખૂબ જ જરૂરી છે આપણે આપણા અધિકારો પ્રત્યે જાગૃત રહીએ અને કોઈપણ પ્રકારની મેડિકલ બેદરકારી થાય તો સાચી જગ્યાએ ફરિયાદ કરી શકો.

શુ છે મેડિકલ બેદરકારી?

image source

એ ડોકટરની નૈતિક જવાબદારી છે કે એ તેની પાસે આવનાર દરેક દર્દીને સાચી રીતે સારવાર કરે. પોતાના કર્તવ્યોને નિષ્ઠાપૂર્વક નિભાવે પણ જ્યારે ડોકટર પોતાના કર્તવ્યને સારી રીતે ન નિભાવે અને એની બેદરકારીથી દર્દીને શારીરિક ક્ષતિ પહોંચે કે પછી જીવ જતો રહે તો એ મેડિકલ બેદરકારી કહેવાય.

કઈ બાબતમાં કરી શકો છો ફરિયાદ?

કોઈપણ સર્જરી પહેલા ડોકટર અમુક પેપર્સ પર તમારી સહી લે છે જેથી કઈ ગડબડ થાય તો એ જવાબદાર ન ગણાય પણ એ એનાથી સંપૂર્ણ રીતે બચી નથી શકતા. તો ચાલો જાણી લઈએ કઈ કઈ બાબતો છે જે મેડિકલ બેડરકારીની શ્રેણીમાં આવે છે.

– બેદરકારીના કારણે ખોટી દવા આપવી.

– સાચી રીતે સારવાર ન કરવી.

image source

– દર્દીને એવી જગ્યાએ રાખવા જ્યાં એમને સંક્રામક રોગ થઈ જાય.

– હોસ્પિટલમાં સ્ટાફની કમીના કારણે દર્દીની સારી રીતે સારસંભાળ ન થઈ શકે

– દર્દીની તકલીફોને ન સાંભળવી.

– બીમારીના લક્ષણોને ઓળખવામાં ભૂલ કરવી.

– ખોટા લક્ષણોને કારણે કારણ વગર સર્જરી કરી દેવી.

– લક્ષણોને ઓળખવામાં ખૂબ જ મોડું કરવું, જેના કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાય.

– સર્જરી દરમિયાન બીજા કોઈ અંગને નુકશાન પહોંચવું.

– સર્જરી દરમિયાન કોઈ ભૂલ કરવી જેના કારણે ઇન્ફેક્શન થઈ જાય કે પછી ઇમ્યુન સિસ્ટમ ફેલ થઈ જાય.

image source

– સર્જરી દરમિયાન કોઈ વસ્તુ અંદર રહી જવી. સર્જરીના કારણે ઘણું બધું લોહી વહી જવું, ખોટા બોડી પાર્ટની સર્જરી કરી દેવી

– એનેસ્થીસિયા આપવામાં ભૂલ કરવી.

– બાળકના જન્મ સમયે કોઈ ભૂલ કરવી જેનાથી બાળકનો જીવ જોખમમાં મુકાય.

ભલેને ડોકટરે બેદરકારી ભૂલથી કરી હોય પણ તો ય એ દોષી ગણાય છે.

શુ છે ટાઈમ લિમિટ?

એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારે મેડિકલ બેદરકારીના ત્રણ વર્ષની અંદર ફરિયાદ નોંધાવવાની છે નહીં તો એ પછી ભલેને તમારો કેસ કેટલો પણ મજબૂત કેમ ન હોય તમને એક પૈસો પણ નહીં મળે.

– અહીંયા એ ધ્યાન આપવાની જરૂર છે કે બેદરકારી વિશે તમને ખબર ક્યારે પડી કારણ કે એવા ઘણા કેસ હોય છે જેમાં ઘણા વર્ષો પછી ખબર પડે છે. જેમ કે જો કેન્સર ટ્રીટમેન્ટ દરમિયાન બહુ વધારે રેડીએશનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એની અસર થોડા વર્ષો પછી દેખાશે અને જ્યારે અસર દેખાવા લાગે ત્યારથી લઈને ત્રણ વર્ષની અંદર તમે ફરિયાદ કરી શકો છો.

કોણ કરી શકે છે ફરિયાદ?

દર્દી કે દર્દીના પરિવારના લોકો સિવાય કોઈ રજીસ્ટર ગેરસરકારી સંસ્થા પણ દર્દી તરફથી ફરિયાદ કરી શકે છે. મેડિકલ બેદરકારીને સાબિત કરવાની જવાબદારી પીડિતની હોય છે એટલે તમારે બધા પેપર્સ સાચવીને રાખવા જોઈએ.

ફરિયાદ કરતા પહેલા આ વાતો ધ્યાનમાં રાખો.

– જો તમને શંકા છે કે ડોકટર બરાબર સારવાર નથી કરી રહ્યા તો કોઈ બીજા ડોકટરની સલાહ લો અને દર્દીને કોઈ સારા હોસ્પિટલમાં એડમિટ કરો. એના સાજા થાય પછી જ ફરિયાદનો મુદ્દો ઉઠાવો. દર્દીને પહેલી પ્રાથમિકતા આપો.

– સૌથી પહેલા એ વાતની પુષ્ટિ માટે કે મેડિકલ બેદરકારી થઈ છે, તમારે કોઈ સરકારી હોસ્પિટલના ડોકટર કે પછી એ જ ફિલ્ડન એક્સપર્ટનો એક રિપોર્ટ લાવવો પડશે જેમાં એ વાતની પુષ્ટિ કરેલી હોય કે મેડિકલ બેદરકારી થઈ છે.

image source

– તમે ઇચ્છો તો કન્ઝ્યુમર કોર્ટમાં પણ ફરિયાદ કરી શકો છો કે એ એમની રીતે મેડિકલ બોર્ડને તપાસનો આદેશ આપે જેથી તમને રિપોર્ટ મળી જાય.
– ફરિયાદ કરવા માટે સૌથી જરૂરી છે ડોક્યુમેન્ટ્સ. સારવાર સાથે જોડાયેલા બધા જ એડમિશન પેપર્સથી લઈને રિપોર્ટ્સ, દવાઓના બીલ્સ વગેરે સાચવીને રાખો.

– જો હોસ્પિટલ તમને મેડિકલ રિકોર્ડસ ન આપી રહ્યું હોય તો તમે કોર્ટમાં જઈ શકો છો. કોર્ટના આદેશથી એમને મેડિકલ રિકોર્ડસ આપવા જ પડશે.

ક્યાં કરશો ફરિયાદ?

મેડિકલ બેડરકારીની બાબતમાં તમારે સાચી કળીનો ઉપયોગ કરવો જોઈએ. સૌથી પહેલા હોસ્પિટલથી જ શરૂઆત કરો, જો ત્યાં તમારી સુનવણી ન થાય તો ન્યાય માંગવા માટે કોર્ટનો દરવાજો ખખડાવો.

મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ.

image source

– ડોકટરની બેદરકારી હોય કે સ્ટાફની ગેરજવાબદારી, એની ફરિયાદ તરત હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને કરો.

– તમે એમની પાસે ઉચિત કાર્યવાહીની સાથે ક્લેમની માંગણી પણ કરી શકો છો.

સ્ટેટ મેડિકલ કાઉન્સિલ

– ડોકટર કે હોસ્પિટલ સાથે જોડાયેલી કોઈપણ પ્રકારની ફરિયાદ તમારે પહેલા મેડિકલ કાઉન્સિલને કરવી જોઈએ. એ એમના લેવલ પર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે છે.

– જો કાઉન્સિલની તપાસમાં ડૉક્ટર્સ દોષિત મળે છે તો કાઉન્સિલ એમનું લાયસન્સ રદ કરી શેક છે
– જો તમને લાગે છે કે કેસને જાણી જોઈને ટાડવામાં આવી રહ્યો છે તો તમે તમારી ફરિયાદ નેશનલ મેડિકલ કાઉન્સિલને પણ કરી શકો છો. આ બંને ગવર્નિંગ બોડીઝ છે જે દોષી ઠરનાર વિરુદ્ધ કાર્યવાહી કરે છે

કન્ઝ્યુમર કોર્ટ.

image source

જ્યારે તમે કોઈ ડોકટર કે હોસ્પિટલમાં જઈને સારવાર કરાવો છો અને એમની સેવાના બદલામાં ફી આપો છો તો તમે એમના ગ્રાહક ગણાવ છો અને કારણ કે તમે ગ્રાહક છો તો તમે મેડિકલ બેદરકારી વિરુદ્ધ પોતાની ફરિયાદ કન્ઝ્યુમર કોર્ટમાં પણ કરી શકો છો.

– તમે તમારી ફરિયાદ ડિસ્ટ્રીકટ ફોરમમાં કરી શકો છો.

– અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કન્ઝ્યુમર કોર્ટમાં તમને ફક્ત વળતર મળશે.

– અહીંયા તમે ડોકટર વિરુદ્ધ કોઈપણ પ્રકારની ક્રિમિનલ કાર્યવાહીની માંગણી નહિ કરી શકો.

– હાલમાં જ લોકસભામાં કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2018 પાસ થયું છે જેમાં ઘણા નવા ફેરફાર કરવામાં આવ્યા છે જેથી ગ્રાહકોની ફરિયાદ પર જલ્દી સુનવણી થઈ શકે.

સજાની જોગવાઈ.

image source

ઇન્ડિયન પિનલ કોડની ધારા 304A પ્રમાણે બેદરકારીના કારણે થનાર અવસાન માટે બે વર્ષની જેલ અને ફાઇન કે પછી બન્નેની જોગવાઈ છે.
ખરાબ છે દેશની મેડીકલ કન્ડિશન

– મેડિકલ બેડરકારીમાં હ્યુમન એરરના કારણે દર વર્ષે દેશમાં 52 લાખ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે જ્યારે અમેરિકામાં આ આંકડો 44 હજારથી 98 હજારનો છે.

image source

– વર્ષ 2016માં થયેલા એક અભ્યાસ મુજબ દર વર્ષે ઇન્ડિયામાં મેડિકલ બેદરકારીના કેસ ઝડપથી વધી રહ્યા છે. આંકડાની વાત કરીએ તો દર વર્ષે એમાં 110%નો વધારો થઈ રહ્યો છે.

– આપણા દેશમાં મેડિકલ બઝેટ આપણા પડોશી દેશ નેપાળ અને શ્રીલંકા કરતા પણ ઘણું ઓછું છે. દેશની જીડીપીના ફક્ત 1% મેડિકલ બજેટ માટે આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ