43 વર્ષની ઉંમરમાં ફરાહ ખાન બની હતી માતા, પોતાના નિર્ણયને લઈ મહિલાઓના નામે લખ્યો હતો ઓપન લેટર

43 વર્ષની ઉંમરમાં ફરાહ ખાન બની હતી માતા – પોતાના નિર્ણયને લઈ મહિલાઓના નામે લખ્યો ઓપન લેટર

બોલીવૂડમાં અત્યંત નામના કમાવનારી કોરિયોગ્રાફર, પ્રોડ્યુસર, ડીરેક્ટર ફરાહ ખાને મહિલાઓને ભાવુક કરી દેતો એક ઓપન લેટર લખ્યો છે. વાસ્તવમાં આ લેટર તેણીએ 43 વર્ષની ઉંમરમાં માતા બનવા પર લખ્યો છે. ફાહ હાલ 55 વર્ષની છે અને તેણીએ 43 વર્ષની ઉંમરે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.

image source

ફરાહ ખાને જણાવ્યું કે તે સમયે તેણીએ 43 વર્ષની ઉંમરમાં માતા બનવાનો નિર્ણય લીધો હતો જેનાથી તેના પરિવારજનો ચિંતિત હતા. ફરાહ એ IVF દ્વારા માતા બનવાનો નિર્ણય લીધો હતો. ફરાહ એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મહિલાઓના નામ પર ખુલો પત્ર લખ્યો છે. ફરાહએ પત્રમાં લખ્યું છે, ‘તેમને એક દીકરી, એક પત્ની અને એક માતા તરીકે ઘણા બધા મહત્ત્વના નિર્ણય લેવાના હતા. તેમણે કહ્યું કે જે ક્ષણે તેમને એવી લાગણી થાય છે કે તેણી જે કરી રહી છે તે ઠીક છે ત્યારે તે તે જ ક્ષણે તે કામ કરી લે છે. પછી ભલે તે તેના અંગત જીનન સાથે જોડાયેલું હોય કે કેરિયર સાથે.’

વિજ્ઞાનનો આભાર માને છે ફરાહ ખાન

image source

તેમણે કહ્યું કે અમે લોકોની વાતો વિષે વિચારીએ છીએ કે તેઓ શું કહેશે. પણ આપણે એ ક્યારેય ન ભુલવું જોઈએ કે આ જીવન આપણું પોતાનું છે બીજા કોઈનું નહીં. આપણા જીવન પર કોઈ બીજાના અભિપ્રાય અને નિર્ણયો ન હોવા જોઈએ. તેમણે કહ્યું કે મને પોતાના પર ગર્વ છે કે આજે હું ત્રણ બાળકોની માતા છું. મેં માતા બનવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે મને ઠીક અને યોગ્ય લાગ્યું. તે સમયે નહીં જ્યારે લોકો મને મેણા મારતા કે પછી વાતો સંભળાવતા હતા. હું વિજ્ઞાનનો આભાર માનું છું કે હું IVF દ્વારા માતા બની શકી. અને ખુબ ખુશી થાય છે એ જોઈને કે ઘણી બધી મહિલાઓ વગર કોઈ ભયે IVF દ્વારા માતા બની રહી છે.

image source

મને તાજેતરમાં જ સોની ટીવીના એક શો વિષે ખબર પડી જેનું નામ છે ‘સ્ટોરી 9 મંથ્સ કી’. તેમણે કહ્યું કે તેણીને આ શોનો એક ડાઇલોગ ખૂબ પસંદ આવ્યો. જે છે, ‘જો પ્રેમ વગર લગ્ન કરી શકાય તો પતિ વગર માતા કેમ ન બની શકાય ?’ વિજ્ઞાનને આ વાતને શક્ય બનાવી દીધું છે કે IVF દ્વારા નોર્મલ બાળકોને જન્મ આપી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

એક ફિલ્મ મેકર હોવાના કારણે મને ખુશી છે કે મહિલાઓની વાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હું બધી મહિલાઓને માતા બનવા પર શુભેચ્છા પાઠવું છું. છેલ્લે તેણી કહે છે કે હંમેશા યાદ રાખો કે આ નિર્ણય માત્ર તમારો જ હોય બીજા કોઈનો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ