ફાંસી પર લટકાવતા સમયે જલ્લાદ અપરાધીને કાનમાં આટલું કહે છે, શબ્દો સાંભળીને તમે ગોટે ચડી જશો

આપણે ભારતમાં અને વિશ્વમાં બધે જ ફાંસીની સજાને મોટી સજા માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ લોકો એનો ગુનો કરે કે જેને બક્ષવા પાત્ર ન હોય ત્યારે તેને ફાંસીની સજા આપવામાં આવે છે. અને આમ પણ દરેક ગુનેગાર ફાંસીની સજા સાંભળીને ફફડી ઉઠે છે. એ જ રીતે જો આપણા દેશ ભારતની વાત કરીએ તો ફાંસીની સજાની જોગવાઈ ખૂબ મોટા ગુના માટે હોય છે. કોઈ મોટા ગુનેગારનો દોષ સાબિત થયા પછી જ ગુનેગારને ફાંસી આપવામાં આવે છે. ભારતમાં આપવામાં આવતી દરેક ફાંસી ચર્ચાનો વિષય બની છે. દોષિતને ફક્ત કોઈ વિકૃત ગુનાના કેસમાં મોતની સજા ફટકારવામાં આવે છે.

image source

જો આપણા દેશની વાત કરીએ તો ભારતમાં છેલ્લી કેટલીક ફાંસીની સજા બળાત્કાર કે રાજદ્રોહના આરોપસર આપવામાં આવી છે. શું તમે જાણો છો કે જ્યારે પણ દેશમાં કોઈને ફાંસી આપવામાં આવે છે ત્યારે તે સમયે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે? તમને નહીં ભારતમાં કેટલાય લોકોને આવું જાણવાની ઈચ્છા છે. ત્યારે આજે તમારી આ ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. આપણા દેશમાં ફાંસી આપતી વખતે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તેમના સિવાય કોઈ મોટા ગુનેગારને ફાંસી આપી શકાતી નથી.

image source

મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો ફાંસીનાં દોરડા સાથે, ફાંસીનો સમય, તેને આપવાની પ્રક્રિયા, બધું પહેલાંથી નક્કી થઈ ગયું છે. જ્યારે આપણા દેશમાં કોઈ દોષીને ફાંસી આપવામાં આવે છે, ત્યારે જલ્લાદને લઈને લોકોને ઘણા સવાલો મનમાં રહેતા હોય અને તમારા મનમાં પણ આ સવાલ આવતો જ હશે કે ફાંસી આપનાર દોષીનાં કાનમાં શું બોલતો હશે?

image source

તમે પણ વિચારી રહ્યા હશો કે આમ અંતિમ ઘડીમાં ગુનેગારના કાનમાં શું બોલી શકે છે. તો જો આ વિશે વાક કરીએ તો ફાંસી આપતી વખતે જલ્લાદ ચબુતરા સાથે જોડાયેલું લીવર ખેંચે છે. તે પહેલાં તે અપરાધીનાં કાનમાં કહે છે કે,’….મને માફ કરી દો’. જો અપરાધી હિંદુ છે તો તેને ‘રામ-રામ’બોલવામાં આવે છે. અને જો અપરાધી મુસ્લિમ હોય તો તેનાં કાનમાં જલ્લાદ ‘સલામ’ બોલે છે.

image source

આ જ વિશે આગળ વાત કરીએ તો જલ્લાદ આગળ કહે છે કે, અમે શુ કરી શકીએ છીએ, અમે તો હુકમનાં ગુલામ છીએ. ત્યારબાદ જલ્લાદ ચબુતરા સાથે જોડાયેલું લીવર ખેંચી લે છે. અને જલ્લાદનાં આજ શબ્દો અપરાધીનાં કાનમાં પડતાં છેલ્લાં શબ્દો હોય છે. આ સિવાય ફાંસી દરમિયાન ફાંસી ઘરમાં અપરાધીની સામે જેલ અધીક્ષક, એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ, જલ્લાદ અને ડોક્ટર ગુનેગાર સામે હાજર હોય છે.

image source

આ જ રીતે ગુજરાતમાં એક શખ્સની ફાંસીની સજા આપવામાં આવી હતી એની જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ફિણાવ ગામે આજથી લગભગ સાડા ત્રણ વર્ષ પૂર્વે ગામના જ એક શખ્સે એક ચાર વર્ષની નિર્દોષ બાળકીનું અપહરણ કરી પાશવી બળાત્કાર ગુજાર્યા બાદ તેની કરપીણ હત્યા કરી હતી. આ બનાવમાં આણંદની કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવતા કોર્ટ સંકુલમાં સોપો પડી જવા પામ્યો હતો.

image source

વધુમાં મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના ફિણાવ ગામે રામદવ મંદિર ફળીયા ખાતે રહેતા રાજુ ઉર્ફે રાજેશભાઈ ઈશ્વરભાઈ દેવીપૂજકે ગત તા. ૧૪ ફેબુ્રઆરી ૨૦૧૭ના રોજ સાંજના સુમારે ફીણાવ ગામે દેવીપૂજકવાસ ખાતેથી એક ચાર વર્ષીય બાળકીનું અપહરણ કર્યા બાદ તેણીને ખંભાત-ધર્મજ રોડ ઉપર આવેલ ખોડિયારપુરા નજીક વીરસદ સીમમાં લઈ ગયો હતો. જ્યાં તમાકુના ખેતરમાં લઈ જઈ તેણી સાથે પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ