જાણી લો ચીનની કેટલીક એવી હકીકતો વિશે, જે જાણીને તમારું મગજ થઇ જશે બંધ

ચીનની આ આકરી હકીકતો જાણી તમે ચોંકી ઉઠશો

image source

ચીનનું એક મહાસત્તા તરીકે ઉભરી આવવું તે કોઈ પણ વ્યક્તિ માટે નવાઈની વાત નથી. ચીને હંમેશા તેની સંસ્કૃતિ તેમજ ટેક્નોલોજીથી જગતને અવારનવાર ચોંકાવ્યું છે. પણ એક વાત અમે ગેરેન્ટીથી કહી શકીએ છે કે આ એક સદંતર જુદો જ દેશ છે.

પછી તેમની જીવશૈલીની વાત હોય કે તેમની સંસ્કૃતિની વાત હોય, આ દેશ તમને વિવિધ રીતે આંચકો આપી શકે છે. તો ચાલો જોઈએ ચીનની કેટલીક વિચિત્ર અને આંચકો આપતી હકીકતો વિષે જે વિષે તમે ક્યારેય જાણ્યું નહીં હોય.

ચીનમાં દર સેકન્ડે 50 હજાર સીગારેટ ફૂંકવામાં આવે છે

image source

WHO દ્વારા મળેલા એક અહેવાલ પ્રમાણે ચીનમાં 300 મિલિયન સ્મોકર્સ છે અને ચીન પોતે વિશ્વની 42% સિગારેટનું ઉત્પાદન કરે છે. વધારામાં દેશમાં ધૂમ્રપાન કરનારાઓ એક સેકન્ડની 50 હજાર સીગારેટ ફૂંકી મારે છે.

ઉનાળાની ઉજવણી માટે કૂતરાઓને ખાવાનો તહેવાર

image source

ચીનના દક્ષીણ પશ્ચિમમાં વેલા યુલીન શહેરમાં ઉનાળાની ઉજવણી કૂતરાને ખાઈને કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સના જમાવ્યા પ્રમાણે અહીંના લોકોનુ એવું માનવું છે કે આ પરંપરા તેમની માટે સારું નસીબ લાવે છે અને 10,000 કરતાં પણ વધારે કૂતરાઓને આ ઉત્સવમાં ખાવામાં આવે છે.

પ્રસૂતિ બાદ સ્ત્રીઓએને 30 દિવસનો ફરજીયાત આરામ

image source

જો કે આ એક નિયમ ભારત કરતાં કંઈ નવો નથી. અહીં પણ પ્રસુતિ બાદ સ્ત્રીઓએને સવા મહિનાનો આરામ આપવાની પરંપરા છે. ચીનની વાત કરીએ તો બાળકને જન્મ આપ્યા બાદ સ્ત્રીએ સતત 30 દિવસ સુધી પથારીમાં બેસી રહેવું પડે છે જેને ‘સીટીંગ ધ મન્થ’ કહે છે. આ સમય દરમિયાન માતાઓને હરવા ફરવા, નાહવા તેમજ ઠંડુ પાડીના સેવનને અવગણે છે.

વર્જીનેટી રેસ્ટોરેશન સર્જરી

image source

તમે માનો કે ન માનો ચીનમાં ઘણી બધી મહિલાઓ છે જે પોતાની વર્જીનીટીને રીસ્ટોર કરાવવા માટે અઢળક રૂપિયા ખર્ચવા તૈયાર છે. તેઓ આ ઓપરેશન ખાસ કરીને લગ્ન પહેલાં કરાવે છે જેથી કરીને તમના ભાવિ પતિને તેમના પૂર્વ શારીરિક સંબંધો વિષે જાણ ન થઈ જાય.

ચીનના આ ડેમે પૃથ્વીના પરિભ્રમણને ધીરું પાડી દીધું

image source

ચીનમાં ત્રણ વિશાળકાય ડેમો આવેલા છે, જે વિશ્વમાં અત્યાર સુધીમાં બનાવવામાં આવેલા સૌથી મોટા ડેમ છે. આ ડેમની કેપેસીટી 39.3 ક્યુબીક કીલોમીટર પાણીને રોકી રાખવાની છે. તે હવે તમને પ્રશ્ન એ થતો હશે કે તેણે વળી કેવી રીતે પૃથ્વીના પરિભ્રમણને ધીમું પાડ્યું હશે ?

બિઝનેસ ઇનસાઇડરના જણાવ્યા પ્રમાણે, ’39 ટ્રીલીયન કીલોગ્રામ પાણીને સમુદ્ર સપાટીએથી 175 મીટર ઉંચુ લાવવાથી પૃથ્વીનું મોમેન્ટ ઓફ ઇનર્શીયા (જડત્વની ક્ષણ) વધી જશે અને તેના કારણે પૃથ્વીનું પરિભ્રમ ધીમું પડી જશે.’

પ્લાસ્ટિક સર્જરી માટે સોશિયલ નેટવર્ક

image source

ચીનમાં એક સોશિયલ નેટવર્ક પણ છે જેનું નામ છે સોયંગ (SoYoung) જે ખાસ કરીને પ્લાસ્ટિક સર્જરી માટે છે. આ એક બિજિંગ બેઝ સોશિયલ નેટવર્કીંગ પ્લેટફોર્મ છે જે તેવા લોકોને જોડે છે જે પોતાના પ્લાસ્ટિક સર્જરીના અનુભવો શેર કરવા માગે છે. તે તેમને વિવિધ પ્લાસ્ટિક સર્જરી ક્લીનીક્સ સાતે પણ જોડાવામાં મદદ કરે છે.

ખબરદાર જો ડોક જરા પણ નમાવી છે તો !

image source

ચીનમાં સૈનિકોને શરૂઆતથી જ ખુબ જ કપરી તાલીમ આપવામાં આવે છે લગભઘ દરેક દેશમાં આ જ સ્થિતિ હોય છે. પણ ચીનમાં તેને કંઈક અલગ રીતે કરવામાં આવે છે. ટ્રેનીંગ દરમિયાન તેમના ગણવેશના કેલર પર એક ટાકણી લગાવવામાં આવે છે જેની અણી ઉપરની તરફ હોય છે અને જેવી તમે તમારી ડાઢી થોડી નમાવો કે તરત જ આ ટાકણીની અણી ડાઢીમાં ખૂંપી જાય.

10 વર્ષથી નાના કીશોરના પેશાબમાં ઈંડા બાફવાની પરંપરા

image source

ચીનમાં 10 વર્ષથી નાના છોકરાના પેશાબમાં ઇંડા બાફવાની પરંપરા છે જેને અહીં સાંસ્કૃતિક વારસો માનવામા આવે છે. એવી માન્યતા છે કે આ ઇંડાનું સેવન કરવાથી શરીરમાં રક્તપરિભ્રમણ વધે છે. દેશમાં આ ઇંડાને ખાસ વ્યંજન તરીકે જોવામાં આવે છે.

ક્રીકેટ એટલે કે જેને આપણે તમરું કહીએ છે તેને અહીં પાળવામા આવે છે

image source

તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે ચીનમાં તમરાને પાળવા માટે ખરીદવામાં આવે છે. અને વિશ્વના કેટલાક ભાગોમાં તો તેનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામા આવે છે. તેનો સ્વાદ નટી હોય છે. પણ ચીનમાં કેટલાક બાલકો તમરાને પાળે પણ છે. માત્ર તેટલું જ નહીં પણ તમરાની ફાઇટને અહીં એક રમત તરીકે ગણવામાં આવે છે જે 14મી સદીથી રમાતી આવી છે. બિજિંગમાં ચાઈનીઝ નેશનલ ક્રીકેટ ફાઇટીંગ ટુર્નામેન્ટનું આયોજન પણ દર વર્ષે કરવામા આવે છે.

નકલી KFC રેસ્ટોરન્ટ

image source

ચીનના લોકો મોટી મોટી બ્રાન્ડની નકલ ખુબ જ ગર્વથી કરતા હોય છે અને તેને છુપાવવાનો પણ પ્રયાસ નથી કરતાં. અહીં KFG કરીને બ્રાન્ડ છે જેનો લોગો તેમજ અન્ય ફીચર્સ KFC જેવા છે. તમને જણાવી દઈએ કે બ્રાન્ડની નકલ કરવામાં ચીનની તોલે કોઈ જ દેશ આવી શકે તેમ નથી. માત્ર KFC જ નહીં પણ એડીડાસથી લઈને સનબક્સ સુધીની નકલો અહીં તમને જોવા મળશે.

દુનિયાના અરધા ભૂંડ ચીનમાં છે

image source

ચીનમાં દર વર્ષે બિલિયન એટલે કે એક કરોડ ભુંડની કતલ કરી નાખવામાં આવે છે. અને તેનું માસ તે સમગ્ર વિશ્વમાં એક્સપોર્ટ કરે છે.

તમારા પ્રિયજનોને મળવું ફરજીયાત છે

image source

આ બધા ચિત્ર વિચિત્ર નિયમોની વચ્ચે આ એક ઉત્તમ કાયદો છે. ‘એલ્ડરલી રાઇટ્સ લૉ’ . ચીનમાં વૃદ્ધ લોકોને એકલતા કોરી ન ખાય તે હેતુથી અહીંના નાગરીકોએ ફજીયાત પોતાના વડીલોને મળવાની ફરજ પાડવામાં આવે છે. જો કે આ કાયદાનું હજારો નાગરિકો વિરોધ પણ કરે છે.

ટોઈલેટ પેપરનું સંશોધન કરનાર ચીન જ તેનો ઉપયોગ નથી કરતું

image source

ચીનીઓએ ટોઈલેટ પેપરની શોધ સેંકડો વર્ષો પહેલા કરી હતી. 851 AD પહેલાં ચીને ટોઈલેટ પેપરન શોધ કરી હતી અને તેમ છતાં તેઓ તેનો ઉપયોગ નથી કરતા. અને તેમના આ સંશોધન વિષે 14મી સદી સુધી ક્યાંય ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો. તમને એ પણ જાણકારી આપી દઈએ કે સૌ પ્રથમ ટોઈલેટ પેપરને ઉપયોગ રોમન્સે કર્યો હતો કારણ કે તેમને જ વિશાળ સોફ્ટ ફેબ્રીકનો ઉપયોગ ટોઈલેટ પેપર તરીકે કરવો પોસાય તેમ હતો.

મધ્ય રાત્રીએ સુર્યાસ્ત નિહાળવો

image source

આખું ચીન એક સિંગલ ટાઈમ ઝોન ફોલો કરે છે જે બીજીંગ સ્ટાન્ડર્ટ ટાઈમ ઝોન છે. તેના કારણે ઝિનજિયાંગની રાજધાની ઉરુમકીના લોકો સુંદર સુર્યાસ્તને શિયાળાની ઋતુ દરમિયાન મધ્યરાત્રીએ માણે છે.

પુસ્તકને તેના વજનથી આંકવામાં આવે છે.

image source

કેહવાય છે કે પુસ્તકને તેના કવરથી ન આંકવા જોઈએ પણ અહીં ચીનમાં તો પુસ્તકોને તેના વજનથી આંકવામા આવે છે. આપણે જ્યારે પુસ્તકના શાઈની ગ્લોસી પેજ અને કવર જોઈએ ત્યારે સ્વાભાવિક છે કે તેના ભાવ વધારે હોય છે પણ અહીં ચીનમાં પુસ્તકોના વજન પર તેનો ભાવ નક્કી થાય છે.

તમે મેરીડ છો કે અન મેરીડ તે તમારા વાળ પરથી દર્શાવવામાં આવે છે

image source

પુરાતન ચીનમાં, યુવાન મહિલાઓ કે જેમના લ્ગન ન થયા હોય તેમની હેરસ્ટાઇલ સીમ્પલ રહેતી હતી અથવા તો તેઓ પોતાના વાળ નીચે રાખતા હતા અન તે રીતે તેઓ પોતે અનમેરીડ છે તે દર્શાવતી હતી.

પરંપરાગત રીતે કુવારીકાઓ જ્યાં સુધી તેઓ 15 વર્ષની ન થાય ત્યાં સુધી તેમણે ચોટલી વાળવી પડતી. અને ત્યાર બાદ તેમના વાળ ધોઈને તેમને વાળવામાં આવતા એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જ્યાં તેઓ લગ્ન માટે લાયક છે તેવુ જાહેર કરવામા આવતું.

અહીં જાયન્ટ પાન્ડાને લોન પર ખરીદવામાં આવે છે

image source

ચીનમાં જાયન્ટ પાન્ડાઝને લોન પર લેવામા આવે છે. ચીનમાં જાયન્ટ પાન્ડાની ઘટતી જતી સંખ્યાના કારણે અહીંની સરકાર તે પ્રત્યે થોડી ચેતતી થઈ ગઈ છે. ચાઈનાના એક સમાચાર પત્ર પ્રમાણે ‘1982માં પહેલાં જાયન્ટ પાન્ડાને બીજા દેશોને ભેટ આપવામાં આવતા હતા એક ફ્રેન્ડશીપ અને ગુડવીલના રૂપમાં’

સૈન્ય માટે કબૂતરને પ્રશિક્ષિત કરવાની પરંપરા

image source

ચીનના ચેંગદુ શઙેરની પિપલ્સ લિબરેશન આર્મીમાં એક યુનિટ છે જે કબૂતરોને ટ્રેનીંગ આપે છે. અને આવા કબૂતરને સામાન્ય કબૂતરો કરતાં વધારે સ્માર્ટ માનવામાં આવે છે. અહીં કબૂતરોને બે ટ્રૂપ વચ્ચે કેટલાક મિલિટરી મિશન પણ કરાવવામાં આવે છે.

વિશ્વનું સૌથી વિશાળ સૈન્ય બળ

image source

ચેનની વસ્તી 1.4 બિલિયનની છે માટે એ સમજવા યોગ્ય છે કે આ દેશનું સૈન્ય બળ પણ વિશાળ હોય. અહીં મિલેટ્રી ફંડીક પણ 10 ટકા જેટલું વધારી દેવામાં આવ્યું છે.

એક વખતે ચીનમાં પ્લે સ્ટેશન પર પ્રતિબંધ હતો.

image source

ચીનના લોકો ખુબ જ પરિશ્રમી લોકો છે અને તેઓ હંમેશા વિકાસ અને શિક્ષણ પર કેન્દ્રીત રહેવા માગે છે. માટે તેમાં જરા પણ આશ્ચર્ય નથી કે એક સમયે સરકારે પ્લે સ્ટેશન પર પ્રતિબંધ મુક્યો હતો કારણ કે તેઓ નહોતા ઇચ્છતા કે બાળકો પોતાનો સમય વિડિયો ગેમ રમવામાં બગાડે.

ફીલ્મોને રેટ આપવાની પ્રથા નથી

image source

અહીં ફિલ્મો કોઈ ચોક્કસ ઉંમરના જૂથ માટે યોગ્ય છે કે નહીં તે ચેક ગકરવાની કોઈ જ પ્રથા નથી. તેની જગ્યાએ અહીં 36 સભ્યોની એક કમીટી બનાવવામાં આવી છે અને તે જ લોકો ફિલ્મમાં અશ્લિલતાને દૂર કરવાની જવાબદારી ધરાવે છે.

ચાઈનીઝ નવાવર્ષમાં 15 દિવસની રજાઓ

image source

એક ભારતીય માટે આ નવી વાત નથી પણ ઘણા બધા દેશોમાં આટલી બધી રજાઓ નથી હોતી જો કે હવે તો ભારતમાં પણ દીવાળી પર ઓફીસોમાં ગણીને 1-2 દિવસની જ રજાઓ આપવામાંઆવે છે પણ ચીનમાં નવા વર્ષની ઉજવણી માટે 15 દિવસની રજાઓ આપવામાં આવે છે.

પાયરેટેડ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન

image source

2010ના એક આંકડા પ્રમાણે 78 ટકા સોફ્ટવેર જે ચીનના લોકો દ્વારા ઇન્સ્ટોલ્ડ કરવામાં આવ્યા હતા તે પાયરેટેડ હતા. જો કે આ બાબતમાં તો ભારત પણ કંઈ પાછળ રહે તેવું નથી.

પ્રોફેશનલ બ્રા એક્સપર્ટ

image source

અહીં પ્રોફેશનલ બ્રા એક્સપર્ટની ડીગ્રી માટે એક કોર્સ છે જે તમને હોંગકોંગની પોલીટેક્નિક યુનિવર્સિટિમાંથી આપવામાં આવે છે.

ચરબીયુક્ત ખોરાક ખાતી વખતે હાથમાં મોજા પહેરવાની પ્રથા

image source

અહીંના રેસ્ટેરન્ટ નથી ઇચ્છતા કે ખોરાક પરની ચરબીથી તેમના ગ્રાહકોના વસ્ત્રો પર ડાઘ પડે માટે તેમને ખાવા માટે મોજા આપવામા આવે છે.

ચીનનું સોક્સ (મોજાં)નુ સીટી

image source

ચીનના દાતાંગ શહેરને સોક સીટી ઓપ ચાઈના કહે છે કારણ કે અહીં ચીનના 70 ટકા કરતાં પણ વધારે સોક્સ એટલે કે મોજાનું ઉત્પાદન થાય છે અને 30 ટકા કરતાં પણ વધારે સમગ્ર વિશ્વના સોક્સનું ઉત્પાદન થાય છે.

ફેસબુક પર પ્રતિબંધ

image source

હા, ચીનમાં ફેસબુક પર પ્રતિબંધ છે. 2009થી ફેસબુક પર અહીં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 2009ના ઉરુમકી રમખાણો બાદ સમગ્ર ચીનમાં ફેસબુક પર બેન મુકવામાં આવ્યો છે. તે વખેત સરકારને એવું જાણવા મળ્યું હતું કે ઝિનજીઆંગ સ્વતંત્ર એક્ટિવિસ્ટો આ સોશિયલ પ્લેટફોર્મ દ્વારા પોતાનો એજન્ડા પ્લાન કરતા હતા.

100 કરોડ લોકો જુએ છે સમાચાર

image source

1978થી ચીનની દરેક ટેલીવીઝન ચેનલ પર વિશિષ્ટ સમાચારોનો 30 મિનિટ નો પ્રોગ્રામ દર્શાવવો ફરજીયાત કરવામાં આવ્યો છે. ચાઈના સેન્ટ્રલ ટેલીવીઝન દ્વારા એક પ્રોગ્રામ રજૂ કરવામાં આવે છે જેને દેશા 100 કરોડ લોકો જુએ છે. આ શો વિશ્વમાં સૌથી વધારે જોવાતો શો છે.

ચીનમાં છે સૌથી વધારે ગગનચુંબી ઇમારતો

image source

ચીનને ઉંચે ઉંચી ગગનચુંબી ઇમારતો ખૂબ પસંદ છે. આ દેશમાં સેંકડો સ્કાઇસ્ક્રેપર્સ આવેલી છે. અહીં 300 કરતાં પણ વધારે સ્કાઇસ્ક્રેપર્સ અને 7000 કરતા પણ વધારે હાઇ રાઇઝ બિલ્ડિંગ્સ આવેલી છે.

ઉદાર ચાઈનીઝ પુરુષ

image source

જો તમે ચીનમા જાઓ અને પુરુષો પોતાની સ્ત્રીના પર્સ લઈને ફરતા જોવા મળે તો ચકિત નહીં થતાં. અહીં આ બાબતને પ્રેમ તેમજ સમ્માનની નિશાની ગણવામાં આવે છે. માત્રી ચીનમાં જ નહીં પણ સમગ્ર એશિયામાં એ સંસ્કૃતિ છે કે પુરુષોએ સ્ત્રીઓને વજન ઉચકવા ન દેવું જોઈએ.

હજારો વર્ષ પહેલાં ચીને ફૂટબોલની શોધ કરી હતી

image source

એવું માનવામાં આવે છે કે ચીને 2200 વર્ષ પહેલાં ફૂટબોલની શોધ કરી હતી. જેને તેઓ ત્સુ ચુ કહેતા હતા. તેનો અર્થ થાય બોલને લાત મારવી. તે વખતે જે બોલ બનાવવામાં આવતા હતા તેમાં ચામડાના કવરમાં પીછાં તેમજે વાળ ભરવામાં આવતા હતા.

આજે પણ ચીનમાં રહે ગુફા માનવો

image source

તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે ટેક્નોલોજીના આ યુગમાં પણ ચીનમાં 30 મિલિયન એટલે કે 3 કરોડ લોકો આજે પણ ગુફાઓમાં રહે છે. વાસ્તવમાં તેઓ અહીં રહેવા મજબુર છે અને તેમને પોતાની આ લાઈફસ્ટાઇલ ખુબ પસંદ પણ છે.

‘કેચઅપ’ શબ્દનો ઉદ્ભવ

image source

તમને જાણીનો નવાઈ લાગશે પણ કેચઅપ શબ્દનો ઉદ્ભવ ચીનમાં થયો હતો. ચાઈનીઝ શબ્દ કે-ત્સીઅપ જેનો અર્થ થાય છે પિકલ્ડ ફીશ સોસ. તમને એ પણ જણાવી દઈ કે 17મી સદીમાં કેચઅપની શોધ ચીનમાં જ થઈ હતી.

ટોઈલેટ પેપર વગરના ટોઈલેટ

image source

ચીન એ દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે અને માટે જ ત્યાં પુષ્કળ ટોઈલેટ હોય તે પણ સ્વાભાવિક છે પણ મોટા ભાગના ટોઈલેટ્સમાં ટોઈલેટ પેપર્સ હોતા નથી. જો કે આ વાર્તા તો ભારતની પણ છે. આપણે અહીં પણ ટોઈલેટ પેપરની પરંપરા નથી.

ના- ના પાડીને ભેટ સ્વીકારવાનો રિવાજ

image source

ચીનમાં એક રીવાજ છે કે જો તમને કોઈ ભેટ આપતું હોય તો તેને સીધી જ સ્વીકારવાની જગ્યાએ તમારેતેને બે-ત્રણ વાર ના પાડવી પડે અને ત્યાર બાદ સ્વીકારવી જોઈએ. જો તમે સીધી જ ગીફ્ટ સ્વીકારી લો તો તેને રુડ બિહેવિયર ગણવામાં આવે છે.

ચીન બનાવે છે ગ્રીન બીન ફ્લેવરની પોપ્સીકલ્સ એટલે કે મિલ્ક કેન્ડી

image source

જો કોઈએ આ ફ્લેવરની પેપ્સીકોલા ન ચાખી હોય તો તેમણે એકવાર તો ચાખી જ લેવી જોઈએ. આ કન્ડેસન્ડ મિલ્ક અને ગ્રીન અને રેડ બીન્સનું પર્ફેક્ટ કોમ્બીનેશન છે તમને તે ચોક્કસ ભાવશે. દુનિયામાં આ વેરાયટી માત્ર ચીનમાં જ મળે છે.

અહીં ચામાચિડિયુને નસીબવંતુ માનવામાં આવે છે

image source

દુનિયાના ઘણા દેશોમાં ચામાચિડિયુને અપશુકનિયાળ માનવામાં આવે છે પણ ચીનમાં ઉલ્ટુ છે અહીં તેને નસીબ લાવનારુ માનવામાં આવે છે અને તેની સાતે જોડાયેલી અગણિત દંતકથાઓ પણ છે.

સાનફ્રાન્સિસ્કોના પ્રદૂષણમાં ચીનની ભૂમિકા

image source

ચીન એક વિશાળ દેશ છે અને તે અત્યંત વધારે પ્રદૂષણ ફેલાવે છે. સાન ફ્રાન્સિસ્કોનું 29 ટકા જેટલું પ્રદૂષણ ચાઈનાથી આવે છે. એનવાયરનમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્લનોલેજી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે આ શહેરનું પ્રદુષણ ચીનથી પેસિફિક ઓશન પર તઈને આવતી ધૂળના કારણે થાય છે.

સવારના 10 વાગે થાય છે સુર્યોદય

image source

ચીનના કેટલાક રાજ્યોમાં તમને સવારના 10 વાગ્યાનો સુર્યોદય જોવા મળશે. ઉરુમકી રાજ્ય બીજીંગથી 2000 માઇલના અંતરે આવેલું છે. પણ સ્ટાન્ડર્ડ ટાઈમ ઝોનના કારણે અહીં બિજિંગના સમય પ્રમણે જ સમગ્ર ચીને ચાલવું પડે છે માટે ભલે ઉરુમકીમાં સવાર મોડી પડતી હોય પણ ટાઈમ તો 10 વાગ્યા વાળો જ ફોલો કરવો પડે છે. અને માટે અહીંના લોકોએ સૂર્યોદય પહેલાં જ દિવસની શરૂઆત પણ કરી દેવી પડે છે.

ભૂતિયા લગ્નો

image source

ચીનમાં ભૂતિયા લગ્નની પણ પ્રથા છે જેમાં સ્ત્રીએ મૃત પુરુષ સાથે પરણવાનું હોય છે. આ વાત તો સાંભળીને ઘણી ભય પમાડે તેવી છે.

પુનર્જન્મ માટે પર્મિશન લેવી પડે છે

image source

2007થી ચીનમાં એક નવો કાયદો ઘડવામાં આવ્યો છે જે પ્રમાણે જો તમે તમારે પુનર્જન્મ લેવો હોય તો તમારે સરકાર પાસેથી સત્તાવાર પરવાનગી લેવી પડે છે. આ વિચિત્ર કાયદા માટે ચીનનો સ્ટેટ એડમિનસ્ટ્રેશન ફોર રિલિજિયસ અફેર્સ વિભાગ જવાબદાર છે.

કોસ્મેટિક પ્રોડક્ટ્સનો પ્રયોગ પ્રાણીઓ પર કરવામાં આવે છે

image source

ચીનમાં કોસ્મેટિક કંપનીઓ માટે એ ફરજીયાત છે કે તેઓ પોતાના ઉત્પાદનોનો પ્રયોગ પ્રાણીઓ પર કરે. અને આ નિયમત વિદેશી કોસ્મેટિક કંપનીઓ પર પણ લાગુ પડે છે. પછી તે યુરોપિયન હોય કે અમેરિકન હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ