સાડી પહેરતી વખતે આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન

સાડી પહેરતી વખતે આ ખાસ બાબતો પર આપો ધ્યાન ! લાગશો બધા કરતાં અલગ

image source

સાડી પહેરતી વખતે આ ભૂલ ક્યારેય ન કરો, નહીંતર તમારો દેખાવ બગડી જશે

સાડી ભલે સદીઓથી ભારતમાં પહેરાતી આવી હોય પણ તેનું ગ્લેમર જરા પણ ઓછું નથી થતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમાં ધરખમ ફેરફાર થતાં ગયા અને તેનું આકર્ષણ અને સૌંદર્ય વધતાં જ ગયા.

image source

આજે ભલે ભારતની મોટા ભાગની અને ખાસ કરીને શહેરી અને શહેર જેવા થઈ ગયેલા ગામડાઓની સ્ત્રીઓનો મુખ્ય પહેરવેશ પંજાબી સૂટ કે પછી કુર્તિ અથવા તો જીન્સ-ટીશર્ટ થઈ ગયો હોય પણ જ્યારે ક્યારેય તેણે સાડી પહેરવાની આવે ત્યારે તેણી પોતાની જાતને ખુબ જ આકર્ષક અનુભવતી હોય છે.

માટે જ આજે બોલીવૂડની અભિનેત્રીઓ લાખો રૂપિયાના ડીઝાઈનર વિયર પહેર્યા બાદ પણ સાડીમાં જ પોતાની જાતને સૌથી વધારે આકર્ષક માને છે અને માટે જ અવારનવાર તેઓ કોઈપણ બહાને સુંદર સાડી પહેરીને આકર્ષણ ઉભુ કરવામાં સફળ રહે છે.

image source

પછી તેઓ ધોતી સ્ટાઇલ સાડી પહેરે કે પછી સારી વિથ જેકેટ પહેરે કે પછી મોટા શ્રગ સાથે સાડી પહેરે.

પણ ઘણીવાર સાડી પહેરતી વખતે મહિલાઓ કેટલીક ન કરવા જેવી ભૂલો કરી બેસે છે જેની અસર તેમના સંપુર્ણ દેખાવ પર થતી હોયછે. માટે ક્યારેય સાડી પહેરતી વખતે આ સામાન્ય ભૂલો કરવી ન જોઈએ.

ફીટીંગ વગરનો બ્લાઉઝ

image source

સાડીમાં જેટલું મહત્ત્વ સાડીનું પોતાનું છે તેટલુ જ મહત્ત્વ સાડીના બ્લાઉઝનું છે. આજે ઘણીવાર તો સાડીની પોતાની કીંમત કરતાં સાડીના બ્લાઉઝની સીલાઈની કીંમત વધી જાય છે.

કારણ કે તેને અત્યંક આકર્ષક રીતે બનાવવાનો આગ્રહ મહિલા દ્વારા રાખવામાં આવે છે. પણ તેની ડીઝાઈન તો આકર્ષક બની જાય છે પણ જો તેનું ફીટીંગ જ પ્રોપર ન હોય તો હજારો રૂપિયાની સાડી પણ તમારા પરસૂટ નથી થતી.

image source

માટે હંમેશા તમારા બ્લાઉઝનું ફીટીંગ પર્ફેક્ટ રાખો. અને તેના માટે તમારે તમારા આંતર વસ્ત્રોને પણ યોગ્ય રીતે પસંદ કરવા.

સાડીની પાટલીઓ પર પુરતું ધ્યાન આપો

સાડીનું મુખ્ય આકર્ષણ તેની પાટલીઓ છે તે જ તમારી કમર નીચેના ભાગને શોભાવે છે. સાડી પહેરતી વખતે ખોટી ઉતાવળ ન કરો. તેના માટે યોગ્ય સમય ફાળવો અને ધીરજથી સાડી પહેરો.

image source

તમારે સાડીને બસ લપેટી જ નથી લેવાની. સાડી પહેરતી વખતે તેની પાટલીને ધ્યાનથી પ્રોપરલી પર્ફેક્ટ રીતે વાળો. તે જ તમને એલિગન્ટ લૂક આપશે નહીંતર તમારો દેખાવ સાવ જ લઘરવઘર એટલે કે ટેકી અને મેસી લાગશે.

સુંદર પાલવનો પણ ખ્યાલ રાખો

મોટા ભાગની સાડીમાં ખુબ જ આકર્ષક અને સુંદર પાલવ હોય છે. જો તમારીસાડીમાં પણ તેમ હોય તો તમારા પાલવને શો ઓફ કરો. જો તમે તમારા પાલવની પાટલી વાળવા માગતા હોવ તો તેમ કરી શકો તે પણ તમારે ખુબ જ પ્રોપર્લી કરવું.

image source

તો જ તમારો પાલવ આકર્ષક લાગશે. અને જો પાલવ છુટ્ટો રાખવાના હોવ તો તમારે તેની લેન્થ પણ યોગ્ય રાખવી. ઘણા લોકો સાડીનો પાલવ ખુબ જ ટુંકો રાખતા હોય છે. જે સાડીના આકર્ષણને ખતમ કરી નાખે છે.

અભિનેત્રીઓની જેવા દેખાવાનો પ્રયાસ ન કરો

જો તમે પ્રિયંકા ચોપરા કે પછી દીપીકા પદુકોણેને સાડીમાં જોયા હશે તો તેઓ કમરથી ઘણી નીચી સાડી પહેતા હોય છે જે તેમને શોભે છે અને તેમણે તે બાબતે કેટલાક સેફ્ટી મિઝર્સ પણ ફોલો કર્યા હોય છે પણ તમારે તેટલી નીચી સાડી પહેરવાનું જોખમ ન લેવું જોઈએ.

image source

વોર્ડરોબ માલફંક્શન થઈ જવાનો ભય રહે છે. માટે તમારે તમને શોભે તેટલી હાઇટ પર સાડી પહેરવી. જેથી કરીને તમે તેમાં આકર્ષક અને એલિગન્ટ લાગો.

સાડીની લંબાઈ પર ખાસ ધ્યાન રાખો

ઘણા લોકોને સાડી ઉંચી પહેરવાની આદત હોય છે જે બિલકુલ બરાબર નથી. જો કે તે જમીન પર ઢસડાય તેટલી પણ લાંબી ન હોવી જોઈએ. માટે સાડીની લંબાઈ પર્ફેક્ટ રાખો.

image source

સાડી પહેર્યા બાદ તમારા ચપ્પલ સેન્ડલ ન દેખાવા જોઈએ. જો તમે હાઈ હીલ્સ પહેરવાના હોવ તો તે પહેરીને જ સાડી પહેરો નહીંતર તમારી સાડી બહુ જ ઉંચી લાગશે.

સેફ્ટીપીનનો યોગ્ય ઉપયોગ કરો

ઘણા લોકો પોતાની સાડી પર એટલી બધી સેફ્ટી પીન લગાવી લે છે અને ઘણા લોકો માત્ર એકાદ બે સેફ્ટી પીનથી જ કામ ચલાવી લે છે.

image source

પણ તમારે તમારી સેફ્ટી તેમજ તમારી સાડીની સંભાળ બન્નેને ધ્યાનમાં રાખીને સાડી પહેરવાની છે. માટે જરૂર જણાય તેટલી સેફ્ટી પીન લગાવવી પણ સાથે તમારી સુંદર સાડી ફાટી ન જાય તેનું પણ ધ્યાન રાખવું.

સાડી સાથે આકર્ષક ચપ્પલ પહેરો

તમારે એવું ન સમજવું કે સાડીથી તમારા પગ ઢંકાઈ જશે તો ચપ્પલ ગમે તેવા ચાલશે. પણ તમારે તેના માટે આકર્ષક પેર પસંદ કરવી. એમ પણ તમે ક્યાં અવારનવાર સાડી પહેરો છો.

image source

તમે થોડા હીલવાળા સેન્ડલ પસંદ કરી શકો છો. અથવા તો કોલ્હાપુરી ચપ્પલ પણ ક્યારેક સાડી સાથે ખુબ જ સુંદર લાગતી હોય છે. ટુંકમાં સાડી સાથે તમારા ચપ્પલ પણ સુંદર પસંદ કરો.

ઢગ ધડા વગરનો ચણિયો

ઘણા લોકોની એવી ટેવ હોય છે કે જે વસ્તુ દેખાવાની નથી હોતી તેના પર તેઓ વધારે ધ્યાન નથી આપતા. તેવું જ સાડી નીચે પહેરવામાં આવતા ચણિયાનું છે.

image source

આજે સાડી વિવિધ પ્રકારની આવે છે શીફોનના પાતળા કાપડથી માંડીને સાઉથ સીલ્કની આવે છે. જો તમારે તમારી સાડીની શોભા ઘટાડવી ન હોય તો પર્ફેક્ટ મેચિંગનો પ્રોપર ફીટીંગવાળો ચણિયો પહેરવાનું રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ