ડિસેમ્બરમાં જન્મેલા લોકો હોય છે બોડી બિલ્ડર, જાણો તેમની ખાસિયતો વિશે

ડિસેમ્બરમાં જન્મેલા લોકો હોય છે બોડી બિલ્ડર, જાણો તેમની ખાસિયતો વિશે

ડિસેમ્બર માસમાં જન્મેલા લોકો સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની બાબતે અન્યની સરખામણીમાં વધારે સશક્ત હોય છે. તેઓ ક્યારેય પોતાના સ્વાસ્થ્યને અસર કરતી બાબતોમાં સમાધાન કરતા નથી. વર્ષના આ છેલ્લા મહિનામાં જન્મેલા લોકો શારીરિક રીતે અન્ય લોકો કરતાં વધારે સશક્ત હોય છે. આ વાતનો પુરાવો બોલિવૂડ, રમતજગત અને આંતરરાષ્ટ્રીય સ્ટાર છે. એવી ઘણી હસ્તીઓ છે જે આ વાતને સત્ય સાબિત કરે છે.

image source

જેમકે બોલિવૂડમાં સલમાન ખાનથી લઈને જોન અબ્રાહમ, વિદ્યુત જામવાલ, રાણા દગ્ગુબટ્ટી, પુલકિત સમ્રાટ, અનિલ કપૂર અને ધર્મેન્દ્રનો જન્મ દિવસ આ મહિનામાં આવે છે. આ તમામ સ્ટાર્સ તેના અભિનય ઉપરાંત તેમની ફીટનેસના કારણે પણ પ્રખ્યાત છે. બોલિવૂડ સિવાય પણ એવા ખ્યાતનામ લોકો છે જે ડિસેમ્બરમાં જન્મેલા છે અને તેઓ શારીરિક ક્ષમતા અન્ય કરતાં વધારે ધરાવે છે. ચાલો જાણીએ કયા કયા છે આવા લોકો અને ડિસેમ્બર માસમાં જન્મેલા લોકોનું શું હોય છે ખાસિયતો.

image source

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન ક્રિકેટના મેદાન પર પોતાની ફિટનેસનો દાવ દેખાડે છે, તેઓ ડિસેમ્બર માસમાં જ જન્મેલા છે અને સાથે જ ક્રિકેટ ટીમના ધુરંધર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પણ ડિસેમ્બરમાં જ જન્મેલા લોકોની યાદીમાં સામેલ થાય છે.

image source

હવે પ્રશ્ન આવે છે કે ડિસેમ્બરમાં જન્મેલા લોકો આટલા ફિટ શા માટે હોય છે? શું તમે ક્યારેય આ કારણ વિશે વિચાર્યું છે? નથી વિચાર્યું તો ચાલો તમને જણાવીએ ડિસેમ્બર માસ અને લોકોની ફિટનેસ વચ્ચે શું સંબંધ છે તેની વિગતો.

image source

કોલંબિયા યૂનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના કેટલાક શોધકર્તાઓએ દાવો કર્યો છે કે ડિસેમ્બર માસમાં જન્મેલા લોકો અન્ય લોકો કરતા વધુ ફીટ હોય છે. આ તારણ એક રિસર્ચ કર્યા બાદ રજૂ કરવામાં આવ્યું છે.

image source

રિસર્ચના તારણ અનુસાર જાન્યુઆરી, જૂન, ઓગસ્ટ અને ડિસેમ્બર માસમાં જન્મેલા લોકો ઓછા માંદા પડે છે અને તેમને બીમારીનું ઈન્ફેકશન લાગે તેવું જોખમ પણ ઓછું હોય છે.

image source

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર અને નવેમ્બર માસમાં જન્મેલા લોકો સામાન્ય કરતાં વધારે માંદા પડે છે. જ્યારે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જુલાઈમાં જન્મેલા લોકોને વધતી ઉંમર રોગ થવાનું જોખમ ઘટી જાય છે.

image source

હવે તમને એવો વિચાર આવતો હોય કે શા માટે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં જન્મેલા લોકો અન્ય લોકોની સરખામણીમાં વધુ સ્વસ્થ હોય છે ? તો તેનું કારણ એવું છે કે શિયાળામાં માણસની રોગપ્રતિકારક શક્તિ અને મેટાબોલિઝમ સિસ્ટમ સારામાં સારી હોય છે. આ લાભ ગર્ભમાંથી જન્મેલા નવજાત બાળકને પણ મળે છે.

image source

મેટાબોલિક સિસ્ટમની યોગ્ય કામગીરીના કારણે આ માસમાં જન્મેલા લોકો પર રોગોનું જોખમ ઓછું રહે છે. આ વાતનો પુરાવો આંતરરાષ્ટ્રીય એથલીટ ફિયર્સ ફાઈવ, મકાઈલા મરુની અને ગૈબી ડગલસ પણ છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બરમાં જન્મેલા લોકોમાં જન્મજાત એથલીટ બનવાના ગુણ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ