આ બન્ને સગા ભાઇઓનો વાયરલ વિડીયો ઇન્ટરનેટ પર મચાવે છે ધૂમ, જોઇ લો મજ્જા પડી જાય તેવો VIREL VIDEO

અમેરિકાના લુઈસીયાનાના બે ભાઈઓ થોડાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે.

image source

એની પાછળનું કારણ જાણીને આપ પણ તે બન્ને ભાઈ વચ્ચેના સંબંધને વધારે પ્રગાઢ બનાવવાના પ્રયત્નો જોઈને આપને પણ તેમના ફેન થઈ જશો.

વાત એમ છે કે દરરોજ નાનો ભાઈ સ્કૂલથી ઘરે આવે છે ત્યારે તેનો મોટો ભાઈ રોજ અલગ અલગ કોસ્ટયૂમ પહેરીને નાના ભાઈનું વેલકમ કરવાનો આ અંદાજ ઘણા લોકોને સારો લાગ્યો, જેનાથી આ બન્ને ભાઈઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે.

image source

યુએસ ટુડેના એહવાલ મુજબ ૧૭ વર્ષનો મોટો ભાઈ નાઓ ટીંગલે હાઈ સ્કૂલનો વિદ્યાર્થી છે. જ્યારે ઓગસ્ટની મધ્યમાં તેના નાના ભાઈ મેક્સની સ્કૂલ ખુલી ત્યારથી તે દરરોજ પોતાના ૧૨ વર્ષના નાના ભાઈનું સ્કૂલેથી ઘરે આવતા સમયે આ રીતે અલગ અલગ કોસ્ટયૂમ પહેરીને વેલકમ કરે છે.

image source

નાઓએ સૌથી પહેલા સાન્ટા ક્લોઝનું કોસ્ટયૂમ પહેરીને મેક્સનું વેલકમ કર્યું હતું. ત્યારથી રોજ અલગ અલગ કોસ્ટયૂમ જેવા કે બેટમેન, વહ્યેર્સ વાલ્ડો, શેવબાક્કા જેવા ૧૬ કોસ્ટયૂમ પહેરીને વેલકમ કર્યું હતું. હજી પણ આ સિલસિલો ચાલુ જ છે.

image source

નાઓ જણાવે છે કે શરૂઆતમાં આ બધા માટે મેક્સને શરમજનક લાગતું હતું. આ એક વાસ્તવિક વિચાર હતો. પરંતુ તેના માટે ખૂબ જ યાદગાર ક્ષણો હતી.

નાઓ આગળ જણાવતા કહે છે કે તે આગલા વર્ષે કોલેજમાં ચાલ્યો જશે અને પોતાના નાના ભાઈ મેક્સને રોજ જોઈ નહિ શકે. પછી તેને આ વિચાર આવ્યો કે આમ કરવાથી તે યાદગાર ક્ષણોને ભેગી કરી શકાય છે અને એનાથી બંને ભાઈઓના સંબંધને પણ વધારે મજબૂત બનાવી શકાય છે.

image source

શરૂઆતમાં મેક્સને પોતાના ભાઈનો આ અંદાજ શરમજનક લાગતો હતો, પરંતુ હવે મેક્સ આવું વિચારતો નથી. તેને લાગે છે કે નાઓનો આ અંદાજ ખૂબ સારો લાગી રહ્યો છે.

image source

નાઓને રોજ અલગ અલગ કોસ્ટયૂમ તેના મિત્રો અને ફેસબુક ફેન્સ ડોનેટ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ