હાશ! પાંચ લાખના પર્સે પ્રિયંકાને બચાવી લીધી વોર્ડરોબ માલફંક્શનથી, જોઇ લો વાયરલ તસવીરો

પ્રિયંકાના પાંચ લાખના બેગે તેને વોર્ડરોબ માલફંક્શનથી બચાવી લીધીઃ જાણો કેવી રીતે

પ્રિયંકા ચોપરા સતત ચર્ચામાં રહેતી ઇન્ટરનેશનલ સ્ટાર છે. દર અઠવાડિયે તેણીની એક બે તસ્વીરો કે વિડિયો તો વાયરલ થઈ જ જાય છે જે તેને સતત સમાચારમાં રાખે છે.

થોડા સમય પહેલાં 31st નાઇટની પોતાના પતિ નીક જોનાસની એક લાઇવ કોન્સર્ટમાં પતિને સેંકડો ઓડિયન્સ વચ્ચે કિસ કરવાના કારણે તેણી ચર્ચામાં રહી હતી. તો હાલ તેણી પોતાના ગોલ્ડન ગ્લોબ લૂકના કારણે ચર્ચામાં છે. તેનો આ પિંક લૂક લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.

image source

ત્યાર બાદ તેણી 77માં ગોલ્ડન ગ્લોબની આફ્ટર પાર્ટીમાં પોતાના પતિ નીક જોનાસ સાથે ફરી જોવામાં આવી હતી. આ પાર્ટીનું આયોજન અમેરિકાના બેવર્લે હિલ્ટન હેટેલમાં કરવામાં આવ્યું હતું.

તે વખતે નીકે જેટ બ્લેક સૂટ પહેર્યો હતો તો પ્રિયંકાએ પણ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જેના કારણે તેણી શરમમાં મુકાતા મુકાતા બચી ગઈ હતી.

image source

તેણીનો આ નેટ ગાઉન ઘણો રીવીલીંગ હતો. અને તેના કારણે તેણી એક ઓક્વોર્ડ સિચ્યુએશનમાં મુકાઈ ગઈ હતી જો કે તેના નાનકડા પર્સે તેનું વોર્ડરોબ માલફંક્શન થતાં બચાવી લીધું હતું.

વાસ્તવમાં બન્યું હતું એવું કે આફ્ટર પાર્ટીમા હાજરી આપીને બન્ને નીક-પ્રિયંકા હોટેલમાંથી બહાર આવી રહ્યા હતા અને હોટેલ બહાર મિડિયાના ફોટોગ્રાફરોનો જમાવડો હતો. તેઓ પાર્ટિમાં થોડીવાર હાજરી આપ્યા બાદ બીજે ડીનર લેવા જઈ રહ્યા હતા પણ પોતાના આઉટફીટના કારણે તેણી મિડિયાના કેમેરાઝ સામે અનકમ્ફર્ટેબલ સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

image source

પણ તેણીના નાનકડા પાંચ લાખના પર્સ કે જે ઇન્ટરનેશન બ્રાન્ડ બલ્ગરીની હેન્ડબેગ છે તેના કારણે બચી ગઈ હતી. તેણીએ આ પર્સનો ઉપયોગ એક શિલ્ડ તરીકે કરીને ખોટા એંગલવાળી કોઈ તસ્વીરો ન લેવાઈ જાય તેની ખાસ તકેદારી રાખી હતી જેમાં તેણી સફળ રહી હતી.

ગોલ્ડન ગ્લોબ અવોર્ડ સેરેમની એ હોલીવૂડની ઓસ્કાર પછીની અત્યંત મહત્ત્વની અવોર્ડ સેરેમની છે જેમાં હોલીવૂડના જાણીતા કલાકારો ખાસ હાજરી આપે છે. પ્રિયંકા માટે આવા નામી અવોર્ડમાં ઇન્વીટેશન મળવું તે એક સમ્માનની વાત કહેવાય.

image source

પ્રિયંકાની સોશિયલ મિડિયા એક્ટિવિટીની વાત કરીએ તો થોડા સમય પહેલાં પ્રિયંકાએ નીક જોનાસની ફિલ્મ જુમાંજીમાં જે રીતે એન્ટ્રી થાય છે તેની એક નાનકડી વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી અને નીકને ‘નેશનલ જીજુ’ (ભારતનો જીજુ) કહી સંબોધ્યો હતો. જેની પણ ઘણી ચર્ચા મિડિયામાં થઈ હતી.

image source

પ્રિયંકાની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેણી હોલીવૂડની એક ફિલ્મનું શુટિંગ પતાવી ચૂકી છે જ્યારે બીજી ફિલ્મો માટે ચર્ચા ચાલી રહી છે. અને બોલીવૂડની ફિલ્મની વાત કરીએ તો ગયા વર્ષે પ્રિયંકાએ ત્રણ વર્ષ બાદ ધ સ્કાય ઇઝ પિંક ફિલ્મમાં ફહાન અખ્તર સાથે કામ કર્યું હતું.

જો કે આ ફિલ્મને જોઈતી સફળતા નહોતી મળી શકી. હાલ તેણી નેટફ્લિક્સની બે ફિલ્મોમાં કામ કરી રહી છે જેના શુટિંગ હેતું તેણી થોડા સમય પહેલા ભારત આવી હતી.

 

image source

આ ઉપરાં તેણી નેટફ્લિક્સ પર પોતાના લગ્ન પર આધારીત એક સિરિઝ પણ બનાવવા માગે છે. જે વિષે હાલ ચર્ચા ચાલી રહી છે અને તેના કોન્સેપ્ટને ડેવલપ કરવામાં આવી રહ્યો છે. આ સિરિઝ દ્વારા પ્રિયંકા પોતાના ફેન્સને તેમના લગ્ન વિષે આઇડીયા આપવા માગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ