એ વ્યક્તિ જેના માટે એકબીજા સાથે લડી પડી હતી ઐશ્વર્યા અને મનીષા, વિશ્વ સુંદરીના નીકળી ગયા હતા આંસુ

બોલીવુડની અભિનેત્રીઓ વચ્ચે અણબનાવની ખબર કઈ મોટી વાત નથી. ઘણીવાર સેટ પર કામ કરતા કરતા બે એક્ટ્રેસ વચ્ચે ઝઘડો એ ઘણીવાર ચર્ચામાં રહે છે. પણ બે અભિનેત્રીઓ એવી પણ રહી છે જેમની વચ્ચે એવો ભયંકર ઝગડો થયો હતો કે એક અભિનેત્રી તો રડી પડી હતી. અમે વાત કરી રહ્યા છે એક્ટ્રેસ મનીષા કોઈરાલા અને ઐશ્વર્યા રાયના ઝગડા વિશે. હા એશ અને મનીષા વચ્ચે એવો ઝગડો થયો હતો કે બન્નેએ એને લઈને ઇન્ટરવ્યૂ પણ આપી દીધું હતું. આજે અમે તમને જણાવીશું કે આખરે કઈ વ્યક્તિને કારણે આ ઝગડો થયો હતો અને આખરે કેમ આ ઝગડા પછી ઐશ્વર્યા રાય રડી પડી હતી.

image source

ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની અધૂરી પ્રેમ કહાનીની ચર્ચા તો ખૂબ જ જાણીતી છે. પણ એશ સલમાન પહેલા અન્ય કોઈને ડેટ કરી રહી હતી આ વાતનો ખુલાસો મનીષાએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. મનીષા કોઈરાલાએ ઐશ્વર્યા રાય અને જાણીતા મોડલ રાજીવ મૂળચંદાનીનું નામ જોડયું હતું. મનીષા કોઈરાલાએ એશના લગ્ન પછી એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી અને એ પછી ઐશ્વર્યાએ એમને ઘણું બધું સંભળાવ્યું હતું.

image source

રાજીવ એ સમયે મોડલિંગની દુનિયાનો જાણીતો ચહેરો ગણાતા હતા અને એ મનીષા કોઈરાલાના પણ મિત્ર હતા. મનીષાએ એક મેગેઝીનના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાજીવ મૂળચંદાનીએ ઐશ્વર્યા રાયને છોડીને એમને પસંદ કર્યા. ઐશ્વર્યા રાય માટે આ વાત ખૂબ જ મોટી હતી કારણ કે એ સમયે ઐશ્વર્યા રાયનું કરિયર શરૂ થઈ રહ્યું હતું. આ બાબત વર્ષ 1994ની છે જ્યારે મનીષા કોઈરાલાએ એક ફિલ્મ મેગેઝીનને જણાવ્યું હતું કે એ રાજીવને ડેટ કરી રહી છે અને એમની સાથે રિલેશનમાં આવવા માટે રાજીવે ઐશ્વર્યા રાય સાથે બ્રેકઅપ કરી લીધું છે.

image source

એ પછી વર્ષ 1999માં એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાય આખી ઘટના પર પોતાનો પક્ષ પણ મુક્યો હતો અને કહ્યું હતું કે રાજીવ એમના ફક્ત સારા મિત્ર છે અને એની આગળ કઈ જ નથી. એમને રાજીવને કહ્યું હતું કે એ એમની લવ સ્ટોરીનો ભાગ એમને ન બનાવે.

image source

ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે બે મહિના પછી રાજીવ અને મનીષા અલગ થઈ ગયા હતા જ્યારે મનીષા દર બીજે મહિને કોઈ અલગ છોકરાને ડેટ કરે છે એટલું જ નહીં મનીષાએ તો એટલે સુધી કહ્યું હતું કે એમને એ લવ લેટર જોયા છે જે રાજીવે ઐશ્વર્યાને લખ્યા હતા. ત્યારે ઐશ્વર્યાએ કહ્યું હતું કે આ મારા માટે કોઈ ઝટકાથી જરાય ઓછું નથી. આ બધું સાંભળીને હું ખૂબ જ રડી હતી. ઐશ્વર્યા રાયે કહ્યુ હતું કર મનીષા કોઈરાલાએ રેખા અને શ્રીદેવી જેવી પોતાની સિનિયર્સની કદર નથી કરી તો મારી તો શું વિસાત છે. તો પણ હું ઈચ્છું છું કે એ ખુશ રહે અને એમની લાઈફમાં સેટલ થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!