WhatsApp પર આવતા આવા મેસેજ તમારા બેન્ક એકાઉન્ટને ચપટીમાં કરી દેશે ખાલી, જાણો અને થઇ જાવો એલર્ટ

ઈંટરનેટના આ યુગમાં ટેકનોલોજીએ લોકોના કામ જેટલા સરળ કરી દીધા છે તેટલું જ જોખમ પણ વધારી દીધું છે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. ઘણી એવી ઓનલાઈન રીત છે જેના વડે લોકોને છેતરી સાયબર ક્રાઈમ કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ ફ્રોડ રૂપિયાને લઈને થાય છે. ફોનમાં આવેલો એક ઓટીપી કે લિંક તમારા બેન્ક ખાતાને સફાચટ કરી શકે છે.

image source

ઓનલાઈન ફ્રોડ કરવાની નવી નવી રીતો સાયબર ક્રાઈમ કરનાર શોધી લેતા હોય છે. આવી જ એક રીત હાલમાં ફ્રોડ કરનાર અપનાવી રહ્યા છે. જેમાં ફ્રોડ કરનાર વ્યક્તિ તમારા ફોનમાં કોઈ વસ્તુની ડિલીવરી ટ્રેક કરતો વોટ્સએપ મેસેજ મોકલે છે. જો મેસેજને ઓપન કરી તમે લિંક પર ક્લિક કરો છો તો તમારું બેન્ક અકાઉન્ટ ખાલી થઈ શકે છે. આ પ્રકારના મેસેજ જો તમને પણ આવે તો સતર્ક થઈ જવું.

image source

આ રીતે લોકોની સાથે ફ્રોડ કરતા લોકો એપ્લિકેશન સાથે જોડાયેલી લિંકનો મેસેજ કરે છે. આ મેસેજ એવો હોય છે જેમાં લખેલું હોય છે કે તમારી વસ્તુની ડિલીવરી આવી રહી છે તેને ટ્રેક કરો. આ મેસેજમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવા લખેલું હોય છે. જો મેસેજ જેને મોકલાયો છે તે વ્યક્તિ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે તો સાયબર ક્રિમિનલ ફોનમાં રહેલો ડેટા ચોરી કરી લે છે. તેમાં યુઝર્સના પાસવર્ડ, બેકિંગને લગતી વિગતો, પર્સનલ જાણકારી, કોન્ટેક્ટ લિસ્ટ સહિતની વિગતો ચોરી કરી શકે છે. આ એપ્લિકેશન એક ફેક એપ હોય છે જેની મદદથી ફ્રોડ કરવામાં આવે છે.

image source

આ એપ્લિકેશન ફોનમાં આવી જાય પછી ફ્રોડ કરનાર વ્યક્તિ કોઈપણ સમય અને કોઈપણ જગ્યાએથી તમારા બેન્કના ખાતા પણ ખાલી કરી શકે છે. કારણ કે ફોન વડે તમારો ડેટા તેની પાસે પહોંચી ચુક્યો હોય છે. આ રીતમાં ઓટીપીની જરૂર પણ પડતી નથી. તેથી ફોનમાં કોઈપણ અજાણી લિંક ખોલવી ન જોઈએ અને ન તો કોઈ એપ ડાઉનલોડ કરવી.

image source

આ ફ્રોડ કરતી એપને એનસીએસસીએ ઓળખી કાઢી છે. સાથે જ તેને લઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં લોકોને આ ફ્રોડથી બચવાની રીત જણાવી છે. વોડાફોન સહિતની નેટવર્ક આપતી કંપનીઓએ તેમના યૂઝર્સને આવા ફ્રોડથી બચવા સાવચેત રહેવા કહ્યું છે. જો કોઈ યુઝરે આવી એપ ડાઉનલોડ કરી છે તો તેને ડિલીટ કરી અને ફોનને રીસેટ કરી દેવો જોઈએ. નહીં તો કોઈપણ સમયે યુઝરનું ખાતું સફાચટ થઈ શકે છે. તો હવે તમે પણ ધ્યાન રાખજો કે ફોનમાં અજાણ્યા દ્વારા મોકલાવેલી લિંક ખોલવી નહીં કે કોઈ એપ ડાઉનલોડ કરવી નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!