આ મહેલ જેવા ઘરમાં રહે છે ટીવી કવીન એકતા કપૂર, કરોડોની સંપત્તિની છે માલકીન, જોઇ લો તસવીરોમાં ખાસ

ટીવી કવિનના નામે જાણીતી બનેલી એકતા કપૂર બોલિવુડના જાણીતા અભિનેતા જીતેન્દ્રની દીકરી છે. એકતા કપૂરે પોતાના કરિયરમાં સફળતાનાં એ શિખરો સર કર્યા છે જ્યાં પહોંચવાનું સપનું દરેકનું હોય છે. એકતા કપૂરે માનો યા ના માનો સિરિયલથી ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. એ પછી હમ પાંચ, કોશિશ- એક આશા અને કસમ જેવી ઘણી સિરિયલ આવી. આ સીરિયલે એકતા કપૂરને ટીવીની દુનિયામાં ઓળખ અપાવી દીધી. છેલ્લા 20 વર્ષથી એ ટીવીની દુનિયા પર રાજ કરી રહી છે. એમને ઘણા નવા લોકોને ઇન્ડસ્ટ્રીમાં મોકો આપ્યો.

image source

એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સની જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર છે અને કરોડોની સંપત્તિની માલકીન છે. એકતા કપૂરના બાલાજી પ્રોડક્શને ડર્ટી પિક્ચર, વન્સ અપોન આ ટાઈમ ઇન મુંબઈ, શૂટ આઉટ એટ લોખંડવાલા, રાગીની એમએમએસ, લવ સેક્સ ઓર ધોખા, ક્યાં કુલ હે હમ, લુટેરા અને ક્યાં સુપર કુલ હે હમ જેવી ફિલ્મો પણ બનાવી છે. કરોડોની સંપત્તિની માલકીન એકતાનું ઘર કેવું છે એ આજે અમે તમને જણાવીશું.

image source

આ ફોટો એકતા કપૂરના બંગલા કૃષ્ણાનો છે. એનું નામ પ્રેમ મિલન પણ છે. ફોટામાં તમે જોઈ શકો છો જ્યારે આ બંગલો બહારથી આટલો આલિશાન છે તો અંદરથી એની રોનક કેટલી શાનદાર હશે.

image source

આ ફોટો એકતા કપૂરના ઘરની અંદરનો છે. જેમાં ડાઇનિંગ ટેબલ દેખાઈ રહ્યું છે. એકતા કપૂર પોતાના પિતા જીતેન્દ્ર, માતા શોભા કપૂર, ભાઈ તુષાર કપૂર, ભત્રીજો લક્ષય અને પોતાના દીકરા રવિ કપૂર સાથે આ ઘરમાં રહે છે. એકતા કપૂરના ઘરનું ઇન્ટિરિયર ખૂબ જ શાનદાર છે.

image source

આ ફોટામાં એકતા કપૂરનો ભત્રીજો લક્ષય બેડ પર બેઠો ચ3 અને પાછળ એકતા કપૂરનો ફોટો લગાવેલો છે. કદાચ આ એકતા કપૂરનો બેડરૂમ છે. એકતા કપૂરે પોતાના ઘરની સજાવટ માટે સફેદ રંગનો ખૂબ ઉપયોગ કર્યો છે. પછી એ દિવાલનો રંગ હોય કે પછી સોફાનો.

image source

આ આલિશાન બંગલામાં ગણેશજીનું મંદિર પણ છે. એકતા કપૂરના ઘરે દર વર્ષે ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ફોટો એ ઉત્સવનો જ છે. એકતા કપૂર ખૂબ જ ધાર્મિક છે, એ દર શનિવારે શનિ મંદિર જાય છે અને દાન પુણ્યનું કામ કરે છે. એકતા કપૂરે વર્ષ 2003માં વીંટીઓ પહેરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે એકતા કપૂર ન્યુમેરોલોજીને ફોલો કર3 છે. એ જ કારણે એ રિંગ્સ અને બ્રેસલેટ પહેરે છે.

image source

ત્રણ માળમાં બનાવેલો એમનો વિલા કોઈ મહેલથી જરાય ઓછો નથી. એમને ઘરની અંદર અને બહાર બન્ને તરફથી ખૂબ જ સુંદરતાથી સજાવ્યું છે.

image source

એકતા કપૂરે હજી સુધી લગ્ન નથી કર્યા. જો કે તનવીર બુકવાલા સાથે એમના સંબંધની ચર્ચા ચાલતી આવી છે. વીતેલા દિવસોમાં એકતા કપૂરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી હતી. આ સેલ્ફીમાં એકતા કપૂર સાથે એમના મિત્ર તનવીર બુકવાલા પણ દેખાયા હતા. એકતા કપૂરે આ ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે અને અમે અહીંયા છે. જલ્દી જ તમને બધાને બધું જણાવીશું. તો એકતા કપૂરની આ પોસ્ટ પર ખુદ તનવીરે કમેન્ટમાં લખ્યું છે કે આ દોસ્તીની રિશતેદારીમાં બદલવાનો સમય આવી ચુક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong