ભગવાન આવું કોઈ સાથે ન કરે, આણંદમાં ટ્રક અને ઈકોનો અકસ્માત થતાં 10ના મોત, આખા પરિવારે દુનિયાને કહ્યું અલવિદા

આણંદ જિલ્લામાં બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત સર્જાયો ત્યારે એક પૂરપાટ ઝડપથી આવતી ટ્રક અને મુસાફરોથી ભરેલી કાર વચ્ચે ટકરાઈ હતી. અહેવાલ છે કે કારના તમામ સભ્યો એક જ પરિવારના હતા. ઘટનાની જાણકારી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, કોઈક રીતે કારમાંથી ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે પ્રાથમિક તપાસ દરમિયાન તમામ 10 મુસાફરોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વિગતે વાત કરીએ તો આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે.

image soucre

હાલમાં આ અકસ્માતમાં માહિતી મળી રહી છે કે 10 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ માહિતી સામે આવી રહી છે કે તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોત થયાંની બાબત સામે આવી અને હાલમાં માહોલ ગરમાયો છે

image soucre

આ સાથે જ માહિતી મળી રહી છે કે ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ આ પરિવાર કોણ છે એની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

તમામ મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ કોઈ બચી શક્યું નથ. ગત મહિને 21 મેના રોજ પાલનપુર તાલુકાના રતનપુર પાસે લગ્નપ્રસંગથી પરત આવી રહેલા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 4 લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા. ત્યારે હવે આ બીજો કિસ્સો સામે આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong