ગૌરવને જોતા જ ‘બાબા કા ઢાબા’ના બાબા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા, અને આશીર્વાદ આપતા કહ્યું કે…

દિલ્હીમાં ‘બાબા કા ઢાબા’થી પ્રખ્યાત થયેલા વૃદ્ધ કાંતાપ્રસાદે અને તેની મદદ કરનાર યુવાન યુટ્યુબર ગૌરવ વાસન વચ્ચે થયેલો વિવાદ તમને યાદ હશે. બાબા કાન્તાપ્રસાદની ખસ્તા હાલત જોઇને યુટ્યુબર ગૌરવ વાસને તેમની મદદ માટે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો હતો. બાબાની કમાણી સારી થવા લાગી. ત્યાં જ ગૌરવ વાસન સાથે ‘ધરમ કરતા ધાડ પડી’ જેવો ઘાટ સર્જાયો હતો.

image source

તમને જણાવી દઈએ કે ગૌરવે જેની મદદ કરી હતી તે વૃદ્ધ કાંતાપ્રસાદે જ તેના પર કેસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વર્ષ 2020- 2021માં સૌથી વધુ ચર્ચિત બાબા કા ઢાબા અને યુટ્યુબર ગૌરવ વાસનની લડાઇ આખરે ખત્મ થઇ ગઇ છે. વાત એમ છે કે જ્યારે યુટ્યુબર ગૌરવ વાસન બાબા કા ધાબાના માલિકને મળવા પહોંચ્યા તો કાંતા પ્રસાદ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા. અને તેઓ ગૌરવના પગ પકડવા લાગ્યા. બાબાએ કહ્યું કે ગૌરવ માટે જીવ આપી શકું છું. ગૌરવ ના હોત તો આજે મને કોઇ જાણતું પણ ન હોત.

આપ સૌ જાણો છો તેમ થોડા સમય પહેલાં દિલ્હીના માલવીય નગરના બાબા કા ઢાબાની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ ગઇ હતી. બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદનો એક રડતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું કે લોકડાઉનના લીધે તેમનો ઢાબો ચાલતો નહોતો. એ પછી ગૌરવ વાસન નામના એક યુટ્યુબરે બાબા કા ઢાબાને લઇ એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો એટલી ઝડપથી વાયરલ થયો કે બાબા કાંતા પ્રસાદની મદદ માટે હજારો લોકો સામે આવ્યા હતા અને બાબા રાતોરાત લખપતિ થઈ ગયા હતા..

બાબા કા ધાબાના બાબા લખપતિ થયા અને સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે બાબાએ યુટ્યુબર ગૌરવ પર આરોપ લગાવ્યો કે તેણે પૈસામાં ગડબડી કરી છે. એટલું જ નહીં બાબાએ ગૌરવની સામે પોલીસમાં એફઆઇઆર પણ નોંધાવી હતી. પૈસા આવ્યા તો બાબા એ સાઉથ દિલ્હીના માલવીય નગરનો ઢાબો છોડીને રેસ્ટોરાં પણ ખોલી દીધો હતો પરંતુ હવે બાબા એક વખત ફરીથી પોતાના ઢાબા પર આવી ચૂકયા છે.

image source

જે તે સમયે બાબા અને ગૌરવની વચ્ચેની આ લડાઇની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ હતી. બાબા જેવા જ ગૌરવ વાસનને મળવા પહોંચ્યા તો બાબા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા. ગૌરવના માથે હાથ મૂકી આશીર્વાદ આપવા લાગ્યા.

ગૌરવને મળ્યા ત્યારે બાબા એટલા ઇમશોનલ થઇ ગયા કે ગૌરવના પગ પકડી કહેવા લાગ્યા ગૌરવ માટે હું મારો જીવ પણ આપી શકું છું. ગૌરવના લીધે મારો ઢાબો જાણીતો થયો અને લોકો મને આજે ઓળખે છે.

image source

બાબાએ આગળ કહ્યું કે મને ગૌરવના મિત્રોએ જ ભડકાવ્યો હતો. એ પછી ગૌરવ પણ બાબાને ભેટયો અને કહ્યું કે તમે મોટા છો. માફી કેવી પરંતુ સાથો સાથ કહ્યું કે આજે લોકોને ખબર પડી ગઇ હશે કે સત્ય શું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong