તમે પણ સવારે બારણું ખોલતાની સાથે કરો આ નાનકડું કામ, ધનની સાથે-સાથે થશે બીજા અનેક લાભ પણ

મિત્રો, આપણે સૌ આ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, આપણો દેશ એ ધાર્મિક અને પૌરાણિક સંસ્કૃતિ પર ચાલનાર દેશ છે. આપણા દેશમા અનેકવિધ વિદ્વાન લોકો થઇ ચુક્યા છે અને તેની સાથે જ આપણી પાસે અદ્યતન ધાર્મિક શાસ્ત્રોનો પણ વારસો છે.

image source

જો કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમા આ ધાર્મિક શાસ્ત્રોને મહત્વ આપે છે અને તે મુજબ પોતાનુ જીવન વ્યતીત કરે છે તો તે તેમના માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ શાસ્ત્રોમા અમુક વિદ્વાન લોકોના અનુભવનો નીચોડ હોય છે, જેનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ એક સફળ અને સરળ જીવન જીવી શકે છે, તો ચાલો આ અંગે થોડી વિશેષ માહિતી મેળવીએ.

image source

વાસ્તુ પ્રમાણે ઘરનુ મુખ્ય પ્રવેશદ્વાર પણ તમને અનેકવિધ પ્રકારના દોષોથી રક્ષણ આપી શકે છે. તે તમારા ઘરને અનેકવિધ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવામા ખુબ જ વિશેષ અને મોટુ યોગદાન આપી રહ્યુ છે. જો તમે પણ તમારા ઘરમા થનારી બધી જ નાની-મોટી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો તો વાસ્તુના આ ઉપાયને તમે અવશ્યપણે અજમાવી શકો છો. આ ઉપાય અજમાવ્યા તમને અનેકવિધ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.

image source

સવારે-સવારે તમે જ્યારે પણ ઘરનુ બારણુ ખોલો છો ત્યારે ગંગાજળને છાટવું અને ત્યા પણ સ્વાસ્તિક બનાવવુ. એ વાતનુ પણ ધ્યાન રાખવુ કે, આ કાર્ય તમારે સૂર્યોદય પહેલા કરવાનુ રહેશે. આ સિવાય તમે તમારા ઘરના બારણા પર અશોક અને કેરીના પાનને લાલ દોરામા બાંધીને પણ લગાવી શકો છો, તે તમને હમેશા શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે.

image source

આ સિવાય જો પ્રભુ ભોલાનાથને અર્પણ કરવામા આવતા બિલ્વપત્રના પાનનુ એક તોરણ બનાવીને તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવો તો તે અનેકવિધ રીતે શુભ ગણાય છે. વાસ્તુ પ્રમાણે આ બધા જ ઉપાય અજમાવનાર વ્યક્તિએ ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહી.

image source

આ સિવાય જો તમે તમારા ઘરના પ્રવેશદ્વારની જમણી અને ડાબી તરફ સ્વસ્તિક કે લાભ અને શુભનુ ચિહન લગાવો તો તે પણ તમારા માટે ખુબ જ શુભ અને લાભદાયી સાબિત થઇ શકે છે. આ ચિહ્ન તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ લાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ સિવાય તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે લીંબુ અને મરચા લગાવો તો પણ શુભ ગણાય છે. તેને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવવાથી તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જાનો અંત આવી જશે અને તામ્ર ઘરની આસપાસ સકારાત્મક ઉર્જાનુ સ્તર બની રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ