જૂન-જુલાઈમાં ફરવા જવાનો પ્લાન હોય તો અચૂક જજો આ જગ્યાઓએ, રૂપિયા થઇ જશે વસુલ

ભારતમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જ્યાં દર વર્ષે મકતી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. અને આ જગ્યાઓએ ફક્ત ભારત દેશમાંથી જ નહીં પરંતુ વિદેશના પર્યટકો પણ ફરવાનો આનંદ માણવા માટે આ જગ્યાઓની મુલાકાત લે છે અને પોતાની સાથે યાદગાર પળોનો ભરપૂર જથ્થો લઈને પોતાના દેશમાં પરત ફરે છે. જો કે છેલ્લા લગભગ દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે મોટાભાગના પર્યટન સ્થાનો બંધ છે. પરંતુ હવે ધીમે ધીમે કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે એટલે અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક તંત્ર છૂટછાટ આપી રહ્યું છે.

image osurce

આ દરમિયાન લોકો પણ લોકડાઉનના કંટાળાને દૂર કરવા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. હાલ ઉનાળાના દિવસો હોવાથી લોકો ઠંડા માહોલમાં ફરવા ઇચ્છતા હોય છે અને હિલ સ્ટેશન જેવા સ્થાનોએ ફરવા જવાની ઈચ્છા ધરાવતા હોય છે ત્યારે જો તમે પણ પહાડી વિસ્તારોમાં ફરવા માંગતા હોય અને નદી તળાવોમાં નહાવા માંગતા હોય તો અમે અહીં તમને આવા જ અમુક પ્રસિદ્ધ સ્થાનો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં જૂન જુલાઈમાં ફરવા જઈ શકાય છે.

મૈકલોડગંજ

image source

હિમાચલ પ્રદેશમાં આવેલું મૈકલોડગંજ પોતાની પ્રાકૃતિક સુંદરતાને કારણે પર્યટકોમાં પ્રસિદ્ધ છે. અહીં વર્ષ બહાર પર્યટકો આવતા હોય છે. ધર્મશાળાથી મૈકલોડગંજનું અંતર લગભગ પાંચ કિલોમીટરનું જ છે. પર્યટકોને અહીં રહેવા માટે સારી હોટલો, અને ફરવા માટેના અનેક સ્થાનો પણ મળી રહે છે. તમે અહીં મોનેસ્ટ્રી જઈ શકો છો જ્યાં તમે થોડું ટ્રેકિંગ કરીને કેમ્પટી ફોલ પણ જઈ શકો છો. કેમ્પટી ફોલમાં નહાવાની એક અલગ જ મજા છે.

સિક્કિમ

image source

તમે સિક્કિમ પણ ફરવા માટે જઈ શકો છો કારણ કે ઉત્તર પૂર્વના બધા સાત રાજ્યોમાં સિક્કિમ પર્યટકોમાં પ્રિય છે. અહીં પણ દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. તમે અહીંના નાથુ લા, ઇન્ડો ચાઇના બોર્ડર અને રૂમટેક મોનેસ્ટ્રીનો અદભુત નજારો માણી શકો છો. એટલું જ નહીં તમે અહીં લાચુંઘ અને યુમ થાન્ગ ઘાટી અને તીસ્તા નદી પર રાફટિંગ કરી શકો છો.

શિમલા

image source

જૂન જુલાઈના મહિનામાં તમે શિમલા બાજુ પણ ફરવા જઈ શકો છો. અહીં તમે મોલ રોડ, કૂફરી, ચૈલ, નારકંડા, તાતા પાની અને મોલ રોડમાં આવેલ લોકલ માર્કેટમાં ફરવા જઇ શકો છો. એ સિવાય તમે ઊંચી પહાડી પર પણ આંટો મારવા જઈ શકો છો. સાથે જ અહીંના શિમલા સમજોતા વાળી જગ્યા એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સડ સ્ટડી ખાતે પણ જઈ શકો છો.

મેઘાલય

image source

દર વર્ષે ફક્ત ભારતમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ પર્યટકો મેઘાલય ફરવા આવે છે. મેઘાલયનો વરસાદ જોવો એ એક અલગ જ અનુભવ છે. સાથે જ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ મોલિંનોંગ અને પૃથ્વીની સૌથી વધુ ભીની રહેતી જગ્યા મોસીનરામ પણ મેઘાલયમાં જ સ્થિત છે. અહીં તમે પ્રકૃતિના અનેક અદભુત નજારાઓ માણી શકો છો જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong