એક જ ઉંમરના આ અભિનેતા-અભિનેત્રીઓના દેખાવમાં છે જમીન આસમાનનો ફરક ! તસ્વીરો જોઈને ચકિત થઈ જશો

બોલીવૂડમાં આંકડાઓનું એક અલગ જ મહત્ત્વ છે. ખાસ કરીને બોક્સ ઓફિસનાં આંકડાઓનું અત્યંત મહત્તવ છે. પહેલાં આ આંકડા લાખોમાં હતા પણ હવે કરોડોમાં થઈ ગયા છે અને જેમ જેમ આંકડો ઉંચો જતો જાય તેમ તેમ જે-તે અભિનેતા, અભિનત્રી, ડીરેક્ટર, પ્રોડ્યુસર વિગેરેનો કેરિયરગ્રાફ પણ ઉંચો થતો જાય અને તેમના બેંક બેલેન્સનો આંકડો પણ ઉંચો આવતો જાય. પણ આ બધા જ સેલેબ્રિટીને ખાસ કીરને અભિનેતા અભિનેત્રી માટે જો આ એક આંકડો ઉંચો જાય તો તે તેમને જરા પણ પોસાય તેમ નથી.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@salmankhan_kingdom) on


કયો આંકડો ? અરે તેમની ઉંમરનો આંકડો આ આંકડો જો વધે તો તેમના કેરિયરને ખતરો છે. પણ તેમાં તે લોકો કે આપણા માંના કોઈ જ માણસનું ચાલે તેમ નથી. સમય જતાં ઉંમરતો વધવાની જ. માટે વાસ્તવમાં તેઓની ઉંમરતો વધે છે પણ તે કોઈને કોઈ રીતે પોતાની ઉંમર કરતાં નાના દેખાવાનો રસ્તો શોધી જ લે છે. પછી તે મેકઅપ કરીને યંગ દેખાતા હોય, શરીરને મેઇન્ટેન કરીને યંગ દેખાતા હોય, સ્ટ્રીક્ટ ડાયેટ પ્લાન ફોલો કરીને યંગ દેખાતા હોય તે તેમની અંગત વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


પણ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કેટલાક એક્ટ્રેસ એક્ટર તેમના સમકાલીનો કરતાં ક્યાંય વધારે યુવાન લાગતા હોય છે. અને ઘણા અંશે તેમની આ આવડતના કારણે જ તેમની પોપ્યુલારીટી તેમના સમકાલીનો કરતાં વધારે હોય છે. તો આજના આ આર્ટીકમાં અમે તમારા માટે એવા કેટલાક સરખી ઉંમરના એક્ટ્રેસ એક્ટર લાવ્યા છીએ જે મૂળે તો સરખી જ ઉંમરના હશે પણ દેખાવે તેમની વચ્ચે કેટલાએ વર્ષોનું અંતર લાગશે. તો ચાલો જાણીએ આ સેલેબ્રિટીઓ વિષે.

 

View this post on Instagram

 

A post shared by Dream Girl Hema Malini (@dreamgirlhemamalini) on


હેમા માલીની – ફરીદા જલાલ- જયા બચ્ચન – 68 વર્ષ

68 વર્ષની ઉંમરે હેમા માલીની આજની હીરોઈનોને પણ શરમાવે તેટલી સુંદર તેમજ ફીટ છે. જેનો શ્રેય તેણીએ હંમશા પોતાના નૃત્ય પ્રત્યેના પ્રેમને આપ્યો છે. આજે પણ તેણી કલાકોના કલાકો નૃત્યી પ્રેક્ટીસ કરે છે. આ ઉપરાંત તેણી અવારનવાર પોતા સ્ટેજ શો પણ કરતી આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Evergreen Bollywood (@evergreenbollywood) on


તેની સામે ફરીદા જલાલની ઉંમર પણ 68 વર્ષની છે પણ તેણી છેલ્લા બે-ત્રણ દાયકાથી હીરો કે હીરોઈનની માતાનો રોલ કરતી આવી છે. ફરીદા જલાલે રાજેશ ખન્નાની હીરોઈન તરીકે ફીલ્મ આરાધનામાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણી અવારનવાર ફિલ્મોમાં માતાનો રોલ કરતા જોવા મળી છે. જો તમને યાદ હોય તો દીલવાલે દુલ્હનીયા લે જાયેંગેમાં તેણીએ કાજોલની માતાનો રોલ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


બીજી બાજુ જયા બચ્ચનની ઉંમર પણ હેમામાલીની જેટલી જ છે. જયા બચ્ચનના અભિનયની તુલના કોઈની પણ સાથે થઈ શકે તેમ નથી. જયા બચ્ચનના સીતારા જ્યારે બુલંદી પર હતા તે સમયે તેણીએ કારકીર્દી છોડીને અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. અને તે વખતે અમિતાભ બચ્ચન એટલા મોટા સ્ટાર પણ નહોતા.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on


અક્ષય કુમાર – દીલીપ જોશી – 51 વર્ષ

ખીલાડી કુમાર અક્ષય કુમાર આજે કોઈ નવયુવાનની જેમ જ ફીલ્મોના સ્ટંટ કરે છે અને લોકોના મન મોહી લે છે. તેને જોઈને કોઈ ન કહી શકે કે તેની ઉઁમર પ0 વટાવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi ❄️ (@dilip_joshi001_) on


તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દીલીપ જોશી પણ 50 વર્ષના છે પણ બન્નેની ફીટનેસમાં જમીન આસમાનનો ફરક છે. જો કે દીલીપ જોશીએ અભિનયથી લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. અને લોકોને હસાવવા માટે ઉંમરની કોઈ સીમા નથી હોતી.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on


અનિલ કપૂર – આલોક નાથ – સની દેઓલ 62 વર્ષ

અનિલ કપૂરને દેવઆનનંદની જેમ એવરગ્રીન માનવામાં આવે છે. આજે પણ અનિલ કપૂરમાં તેટલી જ એનર્જી છે જેટલી આજના યુવાનોમાં છે. આજે 62 વર્ષની ઉંમરે પણ તેના ફેન્સ પર તેનો જાદૂ છવાયેલો રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by SRF Media Group (@srfmediagroup) on


આલોકનાથને આમ જોવા જઈએ તો આપણે ક્યારેય યુવાન જોયો જ નથી. તેને આપણે ઘણા લાંબા સમયથી દાદાજી, સસુરજી, પાપાજી વિગેરે જેવા અવતારમાં જ જોયો છે એટલે તેની સાચી ઉંમરનો પણ અંદાજો નથી લગાવી શક્યા પણ તેમની ઉંમર અનિલ કપૂર જેટલી જ છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on


સની દેઓલ પણ અનિલ કપૂર જેટલી જ ઉંમર ધરાવે છે અને આજે પણ તે પોતાની ફિલ્મોમાં એઁગ્રી યંગમેનના પાત્ર ભજવે છે. છેલ્લા ઘણા સમયથી તે સફળ ફિલ્મ આપી શક્યો નથી પણ આજે પણ તેના લાખો ફેન્સ છે. તાજેતરમાં જ તે ભાજપ તરફળી લોકસભાની ચૂંટણીમાં ઉભો રહ્યો હતો જેમાં તેને જીત મળવાથી આજે તે એક સાંસદ બની ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by SHAH RUKH KHAN (@my_first_love_srk) on

શાહરુખ ખાન – આદિત્ય પંચોલી – મિલિંદ સોમન – 53 વર્ષ

શાહરુખ ખાન બધી જ રીતે બોલીવૂડન બાદશાહ છે. આજે તે એક અભનેતાની સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે અને કરોડોની કમાણી કરે છે. ઓછામાં ઓછા 3 દાયકાથી શાહરુખ ખાન મનોરંજન જગત સાથે જોડાયેલો છે. અને આજે પણ તેનો ચાર્મ અકબંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Magazine Turkey (@bollywoodmagtr) on


આદિત્ય પંચોલી અને શાહરુખ ખાન બન્ને પોતાની પચ્ચાસી વટાવી ચુક્યા છે. પણ બન્નેના દેખાવમાં ઘણો બધો ફરક છે. આદિત્ય પંચોલી આજે તમને ક્યાંય જોવા નથી મળતો. એમ પણ આદિત્ય પંચોલી ફિલ્મ લાઈનમાં કંઈ ખાસ સફળ નહોતો થઈ શકયો

 

View this post on Instagram

 

A post shared by Milind Usha Soman (@milindrunning) on


મિલિંદ સોમન પણ શાહરુખ અને આદિત્યની જ ઉંમરનો છે તે પોતાના વાળ ડાઈ કરાવવામાં નથી માનતો કદાચ તેના કારણે જ તેની ઉંમરનો અંદાજો થોડા ઘણા અંશે લાગવી શકાય પણ તેની બોડી તો શાહરુખ ખાનને પણ પાછા પાડી તેવી આકર્ષક છે. માટે જ તો તેના કરતાં લગભગ અડધી ઉંમરની યુવતિ તેના પર મોહી પડી અને તેની પત્ની બની ગઈ. તમને જણાવી દઈએ કે મિલિંદ સોમન ભલે અભિનેતા તરીકે સફળ ન રહ્યો હોય પણ તે એક સુપર મોડેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Talented India (@talentedindianews) on


શ્રીદેવી – રત્ના પાઠક – 55 વર્ષ

શ્રીદેવીના મૃત્યુને એક વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો તેમ છતાં તેણી આજે પણ તેટલી જ લોકપ્રિય છે. તેણીએ ખુબ જ નાની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અને પોતાનાથી ઘણી મોટી ઉંમરના બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેણીની દીકરી જાહ્નવીએ પણ આજે ફીલ્મોમાં પદાર્પણ કરી લીધું છે જો કે પોતાની દીકરીની પહેલી ફિલ્મ રીલીઝ શ્રીદેવી ન જોઈ શકી.

 

View this post on Instagram

 

A post shared by Ratna Pathak Shah (@ratna.pathak.shah.fan_account) on


રત્ના પાઠક સારાભાઈ વર્સીસ સારા ભાઈની માયા સારાભાઈને તો આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ. રત્ના પાઠકે નસિરુદ્ધીન સાથે લગ્ન કર્યા છે. અને તે ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. જો શ્રીદેવી જીવતી હોત તો તેણી પણ રત્ના પાઠકની જેમ 55 વર્ષની હોત. તમે જોઈ શકો છો કે આ બન્નેની ઉંમરમાં તો કોઈ તફાવત નથી પણ તેમના દેખાવમાં ઘણો બધો તફાવત છે.

 

View this post on Instagram

 

A post shared by FAN ACCOUNT (@deepika_p.a.d.u.k.o.n.e) on


દીપીકા પદુકોણે – હુમા કુરેશી – 33 વર્ષ

દીપીકા પદુકોણે 33 વર્ષની છે અને તેણીએ પોતાના લાંબા સમયથી બોયફ્રેન્ડ રહી ચુકેલા રણવીર સીંહ સાથે લગ્ન કરી લીધા છે જેની ચર્ચા ગયા વર્ષે ખુબ થઈ હતી. ખુબ નાની ઉમરમાં દીપીકાએ સફળતાના લગભગ બધા જ શીખર સર કરી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Huma Qureshi (@iamhumaq) on


હુમા કુરેશી પણ દીપીકાની ઉંમરની જ છે પણ તેણીના ભારે શરીરના કારણે તેણી તેના કરતા ઘણી મોટી હોય તેવું લાગે છે. હાલ હુમા કુરેશીએ પોતાની બોડીને ફીટ બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં તેણી પણ દીપીકાની જેમ ફીટ જોવા મળે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on


શિલ્પા શેટ્ટી- સ્મૃતિ ઇરાની – 42 વર્ષ

શિલ્પા શેટ્ટીએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું પણ જે સફળતા તેને ફિટનેસ ગુરુ તરીકે મળી તેવી સફળતા તેણીને બીજા કોઈ જ ક્ષેત્રમાં નથી મળી. આજે તેણી હેલ્ધી લાઇફ સ્ટાઇલ અને હેલ્ધી-ફીટ બોડીનું ઉત્તમ ઉદાહરણ છે. તેને જોઈ તમે તેણીની ઉંમરનો અંદાજો ન લગાવી શકો.

 

View this post on Instagram

 

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on


સ્મૃતિ ઇરાનીને પ્રેક્ષકોએ તુલતી તરીકે ખુબ જ પ્રેમ આપ્યો માત્ર એક જ સિરિયલથી તેણીએ સમગ્ર દેશના વડીલો તેમજ સ્ત્રીઓનું દીલ જીતી લીધું હતું પણ તેથી પણ વધારે સફળતા તેણીને રાજકારણમાં મળી છે અને આજે તેણી ભારતીય સરકારમાં મહત્ત્વનો હોદ્દો ધરાવે છે. આ બન્નેની ઉંમર 42 વર્ષ ઉપર છે પણ તે બન્નેના દેખાવમાં ઘણો બધો ફરક તમે જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


કરીના કપૂર ખાન – ગ્રેસી સિંહ – 36 વર્ષ

કરીના કપૂર ખાનનો તો જાણે ક્યારેય સુરજ આથમતો જ નથી તેણીએ પોતાની કેરિયર જે રફતારે શરૂ કરી હતી તે જ ગતિએ આજે પણ તેણી આગળ વધી રહી છે. તાજેતરમાં જ તેણીએ એક ડાન્સ રીયાલિટી શોમાં જજ બનવાના કરોડો રૂપિયા ચાર્જ કર્યા છે તેવા ખબર મળ્યા હતા. પ્રેગ્ન્ન્સી દરમિયાન તેના ભારે શરીરે ઘણી ચર્ચા જગાવી હતી અને દીકરાના જન્મ બાદ થોડાક મહિનામાં તેણીનું સ્લીમ બોડી પણ ચર્ચાનો વિષય હતું.

 

View this post on Instagram

 

A post shared by Gracy Singh (@iamgracysingh) on


ગ્રેસી સીંહ પણ કરીના કપૂરની જ ઉંમરની છે પણ તેણી કરીના કરતા ઘણી મોટી લાગે છે. ગ્રેસી સિંહે મનોરંજગન જગતમાં કરીના કરતાં પણ વહેલા પગ મુકી દીધો હતો. તેણી ઝી ટીવીની અત્યંત પોપ્યુલર એવી સિરિયલ અમાનતમાં જોવા મળતી હતી ત્યાર બાદ તેણે મુન્નાભાઈ એમબીબીએસ જેવી હીટ ફિલ્મ પણ આપી પણ ત્યાર બાદ તેની કેરિયરનો ગ્રાફ કંઈ આગળ ન વધી શક્યો.


ફરહાન અખ્તર – રામ કપૂર – 45 વર્ષ

ફરહાન અખ્તર ઘણી ઓછી ફીલ્મો કરે છે પણ તેણે અત્યાર સુધીમાં જે પણ કામ કર્યું છે તે અફલાતૂન કર્યું છે. તેના અભિનયની તમે ટીકા ન કરી શકો અને જિંદગી ના મીલેગી દોબારામાં તેના કવિતા વાંચવાના અંદાજને પણ ન ભૂલાવી શકો. ફરહાન અખ્તર એક ઉત્તમ એક્ટર એક ઉત્તમ ડીરેક્ટર તો છે જ પણ સુંદર અને ફીટ બોડી પણ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor) on


તાજેતરમાં જ રામકપૂરે પોતાના વેઇટ લોસના ફોટો સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કર્યા હતા. જેમાં તેણે ઘણું બધું વજન ઉતારેલું જોવા મળે છે. 45 વર્ષના રામકપૂરને તમે બોલીવૂડની ફિલ્મોમાં યુવાન હીરોના પિતાનો રોલ કરતાં અવારનવાર જોયો હશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ