અબજોમાં આળોટતા મુકેશ અંબાણીની આ એક આદત પર નીતા અંબાણીને આવે છે એવો ગુસ્સો કે…

દેશના મોટા બિઝનેસમેન માંથી એક એવા મુકેશ અંબાણી અવારનવાર ચર્ચામાં આવતા રહે છે. મુકેશ અંબાણીને કારણે જિયોના માધ્યમથી દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ આવી છે. મુકેશ અંબાણીની સાથે સાથે તેમના પત્ની નીતા અંબાણી પણ એટલા જ લોકપ્રિય છે.

image source

બંનેના લગ્ન વર્ષ ૧૯૮૫મા થયા હતા. આ લગ્નથી તેમને ત્રણ સંતાનો ઈશા, આકાશ તથા અનંત છે. ધીરુભાઈ તથા કોકિલાબેને નીતાને પસંદ કર્યા હતા. બંને એક કાર્યક્રમમાં હતા અને સ્ટેજ પર નીતા દલાલે કથ્થક કર્યું હતું. પહેલી જ નજરમાં ધીરુભાઈ તથા કોકિલાબેનને પસંદ આવી ગઈ હતી.

image source

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી બિઝનેસ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. તેઓ ભારતના સૌથી અમીર વ્યક્તિ તો છે જ સાથે સાથે દુનિયાના પાંચમા નંબરના સૌથી પૈસાદાર વ્યક્તિ છે. જેવી તેમની લાઈફ સ્ટાઈલ છે તેવી જિંદગી જીવવાની દરેક વ્યક્તિ કલ્પના જ કરી શકે છે. મુકેશ અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવે છે. પરંતુ અંબાણી પરિવારમાં સાદગીની પણ કોઈ કમી નથી.

પોતાના લગ્નથી ખુશ છે :

હાલમાં નીતા અંબાણી તથા મુકેશ અંબાણી પોતાનું સુખી લગ્નજીવન માણી રહ્યાં છે. તેમની વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળે છે. નીતા અંબાણી ઘણીવાર પોતાના ઈન્ટરવ્યૂમાં પતિના વખાણ કરે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તક મળશે તો તેઓ મુકેશ અંબાણીની આ એક વાત બદલી નાખશે.

પતિના વખાણમાં કહી હતી આ વાત :

આ એક ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ શરૂ શરૂમાં તો પતિ મુકેશ અંબાણીની સારી વાતો કરી હતી. જેમ કે મુકેશ એકદમ સરળ વ્યક્તિ છે. તેમનો સ્વભાવ સાલસ છે. તેમની અંદર દૂરદર્શિતા રહેલી છે. તે માત્ર રિલાયન્સનું નહીં, પરંતુ આખા દેશનું વિચારે છે. તેમનું વિઝન હંમેશાં બ્રોડ હોય છે.

આ એક આદત બદલવી છે :

આ ઈન્ટરવ્યૂમાં જ્યારે નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે જો તમારે મુકેશ અંબાણીની કોઈ એક આદત બદલવી હોય તો તમે તેની કઈ આદત બદલશો. તો તરત જ નીતા અંબાણીએ કહ્યું હતું કે મુકેશની ભોજની પ્રત્યેની જે દિવાનગી છે તે. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે મુકેશની અંદર જે વ્યંજનો પ્રત્યે પ્રેમ છે, તેને હુ બદલવા માગીશ.

ઈડલી સાંભર અને પાનકી ચટણી ફેવરિટ :

મુકેશ અંબાણીને ઈડલી સાંભર ઘણાં જ પ્રિય છે. મુંબઈના કૈફે મૈસૂરની ઈડલી સાંભર ખાવી પસંદ છે. તે કોલેજના દિવસથી અહીંયા ખાવા આવે છે. આ ઉપરાંત તેમને સ્વાતી રેસ્ટોરાંની પાનકી ચટણી પસંદ છે. તે અવારનવાર તેને ઘરે પણ મંગાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!