ફાટેલી એડિઓને મુલાયમ કરવા આજથી જ ફોલો કરો આ ટિપ્સ…

ફાટેલી એડીઓ ન દેખાય માટે પહેરવા પડે છે મોજા !

image source

તો આ ઉપાય અજમાવી બનાવો તમારી એડીઓને મુલાયમ

ફાટેલી એડીઓ પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે તમારી શુષ્ક ત્વચા, બદલાતી ઋતુ, તમારો અપોષક ખોરાક વિગેરે વિગેરે. આ સ્થિતિ ત્યારે ગંભીરે બની જાય છે જ્યારે તેમાંથી લોહી નીકળવા લાગે છે અને જમીન પર પગ મુકવો ભારે પડે છે.

image source

વાસ્તવમાં આપણે આપણા ચેહરાને જેટલું મહત્ત્વ આપીએ છે તેના જેટલું જ મહત્ત્વ આપણે આપણા બીજા અંગોને પણ આપવું જોઈએ.

અને બધા જ અંગોમાં જો સૌથી ઓછું કોઈ અંગનું ધ્યાન આપવામાં આવતું હોય તો તે છે પગની પાની, કારણ કે ભાગ્યે જ તેના પર કોઈની નજર જાય છે અને માટે જ આપણે તેની સંભાળ નથી લેતા.

image source

અને પછી તેની હાલત બદથી બદ્તર થઈ જાય છે અને પછી આ સમસ્યા પીડાદાયક સાબિત થાય છે. ખાસ કરીને શિયાળામાં તો આ સમસ્યા સહનશક્તિ બહાર જતી રહેતી હોય છે.

જો તમારે પણ આ મુશ્કેલીમાં ન મુકાવું હોય અને મુકાયા હોવ અને બહાર નીકળવું હોય તો ફાટેલી એડીઓ માટેની આ ટિપ્સ ચોક્કસ વાંચો.

ગરમ પાણીના શેકથી મળશે મુલાયમ એડી – સેમી પેડીક્યોર

image source

આ એક સેમી પેડીક્યોર છે. તેમાં તમારે એક મોટું ટબ લેવું તેમાં હુંફાળુ પાણી ઉમેરવું. તેમાં અરધી ચમચી મીઠું ઉમેરવું અને આંગળીના ટેરવા જેટલું શેમ્પુ ઉમેરવું.

હવે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં તમારા પગ બોળી લેવા. હવે તમારા પગ જ્યારે તે પાણીમાં ટેવાય ત્યારે તમારે એક પ્યુમિક સ્ટોન અથવા તો સ્ક્રબર લેવું અને તમારી એડી પરની જે મૃત ત્વચા છે તેને હળવા હાથે ઘસી લેવી.

image source

ત્યાર બાદ પગને સુંવાળા નેપ્કિનથી લુછી લેવા અને તેના પર ફ્રુટ ક્રીમ કે પછી, બેબી ઓઈલ કે પછી કોઈ સારી ગુણવત્તાનું મોઇશ્ચરાઇઝર કે કોલ્ડ ક્રીમથી માલિશ કરી લેવું.

રોજ રાત્રે સુતા પહેલાં આ ઉપાય કરવો. મોઇશ્ચરાઇઝર ઉડી ન જાય માટે થોડીવાર મોજા પહેરી લેવા ત્યાર બાદ કાઢી લેવા.

image source

આ ઉપાય તમે રોજ પણ કરી શકો છો અથવા અઠવાડિયામાં એકાતરે દિવસે પણ કરી શકો છો. ધીમે ધીમે તમે સ્પષ્ટ પણે તમારી એડીમાં તફાવત જોઈ શકશો. તમે આ ટેક્નિક કાયમ માટે અપનાવી શકો છો.

ઓટ્સ અને જોજોબા ઓઇલથી બનાવો તમારી એડીઓ મુલાયમ

image source

ઓટ્સ જેને તમે એક હેલ્ધી ડાયેટ માનો છો તે તમને બીજી ઘણી બધી રીતે લાભ પહોંચાડી શકે છે તેમાંનું એક છે આ. અહીં તમારે ઓટ્સ અને જોજોબાના તેલનો ઉપયોગ કરવાનો છે.

આ મિશ્રણે તમારી એડીઓને જરૂરી મોઇશ્ચરાઇઝર પુરુ પાડવાનું કામ કરે છે. ફાટેલી એડીઓથી ત્રસ્ત સ્ત્રીઓએ આ ઉપાયખાસ અજમાવવો જોઈએ. તેના માટે તમારે ઓટ મીલ પાઉડર અને જોજોબા ઓઇલને એક સાથે ભેળવીને તેની ઘાટી પેસ્ટ તૈયાર કરી લેવી.

image source

હવે તે પેસ્ટને ફાટેલી એડીઓ પર લગાવવી. તેને તેમજ અરધો કલાક રહેવા દેવું અને ત્યાર બાદ તેને હુંફાળા પાણી વડે ધોઈ લેવું. આ પેસ્ટનો નિયમિત ઉપયોગ તમને એક મહિનામાં સુંદર પરિણામ આપશે. ત્યાર બાદ કોઈ સારા મોઇશ્ચરાઇઝરથી તમારા પગની એડીઓ પર માલિશ કરી લેવું અને મોજા પહેરી લેવા.

રાત્રે સુતા પહેલાં આ ઉપાય અજમાવો

image source

જો તમને પણ અવારનવાર એડીઓ ફાટવાની સમસ્યા રેહતી હોય તો તમારે રોજ રાત્રે સુતા પહેલા આ ઉપાય અજમાવવો જોઈએ. તેના માટે તમારે એક વાટકીમાં એક ચમચી નાળીયેરનું તેલ લેવાનું છે.

જો તે જામી ગયું હોય તો તેને તમે હુંફાળુ ગરમ પણ કરી શકો છો. હવે તેલથી તમારે તમારા પગના તળિયા અને ખાસ કરીને તમારી એડીઓ પર માલિશ કરવાનું છે. તમારે પાંચથી દસ મિનિટ માલિશ કરવું અને ત્યાર બાદ મોજા પહેરી લેવા અને સુઈ જવું.

image source

સવારે તમે પાણીથી પગને ધોઈ શકો છો. આ ઉપાય તમે સતત અઠવાડિયું દસ દિવસ અજમાવશો એટલે તમારી આ સમસ્યા દૂર થઈ જશે.

મધ પણ તમારી એડીઓને બનાવે છે સોફ્ટ

image source

મધનો ઉપયોગ કરવા માટે તમારે એક ડોલ ગરમ પામીની જરૂર પડશે. હવે તેમાં એક કપ જેટલું મધ ઉમેરવું. હવે આ મિશ્રણમાં તમારે તમારા પગ 20મિનિટથી અરધો કલાક સુધી ડુબાડી રાખવા.

20 મિનિટ બાદ જ્યારે તમારા પગના તળિયાની ચામડી નરમ થાય ત્યારે સ્ક્રબ કરો. ધીમે ધીમે તમારી એડીઓ મુલાયમ બનતી જશે.

રસોડામાં ઉપલબ્ધ ખાદ્ય તેલ પણ તમારી એડીની મુશ્કેલીઓ કરશે દૂર

image source

તેના માટે તમારા રસોડામાં તમે જે તેલનો ઉપયોગ કરતા હોવ એટલે કે તે પછી સિંગતેલ હોય, કપાસિયા તેલ હોય કે સનફ્લાવર ઓઇલ હોય તેનું તમારે રોજ સુતા પહેલાં માલિશ કરવાનું છે.

જો કે તે પહેલાં તમારે તમારા પગને વ્યવસ્થિત ચોખ્ખા ધોઈ લેવા ત્યાર બાદ તેને નેપ્કિન વડે સુકવી લેવા. ત્યાર બાદ જ તેલનું માલિશ કરવું.

image source

થોડાંક દિવસમાં ફરક જોવા મળશે કારણ કે ખાદ્ય તેલમાં વધારે પ્રમાણમાં ચરબી હોય છે જે તમારી ત્વચાને પોષણ આપે છે અને તમારી એડીઓને સોફ્ટ બનાવે છે.

મીણ અને સરસિયાના તેલનો પ્રયોગ

image source

તમારી પાસે સરસિયાનું તેલ હોય તો અરધી વાટકી જેટલુ તેલ ગરમ કરવું તેમાં તમારે મીણ બત્તીનું મીણ અથવા તો ઘરમાં મીણ પડ્યું હોય તો તે ઉમેરવું. હવે તેને બરાબર મિક્સ કરી લેવું.

ત્યાર બાદતેમાં અરધા લીંબુનો રસ ઉમેરી દેવો હવે ગેસ બંધ કરી દેવો. ધીમે ધીમે તેલ ઠંડુ પડતાં મીણ જામવા લાગશે. આ મિશ્રણને તમારે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવું.

image source

હવે રોજ સવારે તમે ઉઠો ત્યારે તેને તમારા પગ પર લગાવી લેવું. ત્યાર બાદ સુતી વખતે પણતમે આ પ્રયોગ કરી શકો છો. આ ઉપાયથી તમારી એડીઓ જલદી મુલાયમ થઈ જશે અને તેમાંની ક્રેક્સ પણ દૂર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ