માત્ર એક ગ્રામ માટે ચૂકવવા પડે છે 393.75 લાખ કરોડ રૂપિયા, જાણો દુનિયાની સૌથી મોંઘી વસ્તુઓ વિષે

આજે આપણે શાક માર્કેટમાં જતાં હોઈએ કે પછી કપડાં લેવા જતા હોઈ કે પછી કોઈ પણ વસ્તુ લેવા જતાં હોઈ તો એકવાર તો આપણા મોઢામાંથી ‘હાય હાય કેટલું મોંઘુ છે !’ એવા ઉદ્ગારો તો નીકળી જ જતાં હોય છે. આજે સોનું ઐતિહાસિક ટોચ પર છે. ભારતે વિશ્વમાં સૌથી વધારે સોનું ધરાવતા ટોપટેન દેશોમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. તેમ છતાં એમેરિકાની સરખામણીએ આપણી પાસે સોનું છે જ નહીં તેવું કહી શકાય.

આમ મોંઘવારી આવે એટલે આપણને ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં આવવા લાગે પણ તમને જો સોનું આટલું મોંઘુ લાગતુ હોય તો જરા આ વસ્તુના ભાવ જાણીને તો તમારા મોઢામાંથી તોબા પોકારાઈ જશે.

દુનિયામાં સોના ઉપરાંત પણ એવી ઘણી બધી વસ્તુઓ છે જેના એક ગ્રામના ભાવ હજારો લાખો નહીં પણ અબજો કરોડોમાં બોલાય છે તો ચાલો જાણીએ ધરતી પરની આ અતિમુલ્યવાન વસ્તુઓ વિષે.

એંટીમેટરઃ કીમત એક ગ્રામના 393.75 લાખ કરોડ રૂપિયા

આ અતિ મુલ્યવાન વસ્તુનો ઉપયોગ અંતરિક્ષયાન તેમજ વિમાનમાં વપરાતા ઇંધણમાં કરવામાં આવે છે. એંટીમેટર વાસ્તવમાં એક પ્રતિદ્રવ્ય પ્રતિકણોનું બનેલું દ્રવ્ય છે. તેને વૈજ્ઞાનિકો દ્વારા મહામુશ્કેલીએ બનાવવામાં આવે છે. એંટીમેટર વિશ્વની સૌથી મોંઘી વસ્તુ છે. જેને જો તમારે માત્ર એક ગ્રામ જ ખરીદવું હોય તો ચૂકવવા પડશે 3.93.75 લાખ કરોડ રૂપિયા.

કેલિફોર્નિયમઃ કીંમત, 170.91 કરોડ રૂપિયા પ્રતિ ગ્રામ

આ કરોડોની વસ્તુનો ઉપયોગ ન્યૂક્લિયર રિએક્ટરમાં કરવામાં આવે છે. આ પૃથ્વી પર મળતી બીજા નંબરની સૌથી મોંઘી વસ્તુ છે. જેનો ઉપયોગ દુનિયાના જ નાશ માટે કરવામાં આવે છે. હા, ન્યુક્લિયર રિએક્ટરને બનાવવામાં આ અત્યંત મોંઘા દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે જેની કીંમત છે રૂપિયા 170.91 કરોડ પ્રતિ ગ્રામ.

હીરોઃ કીંમત, 34.81 લાખ પ્રતિ ગ્રામ

હીરાની એક જાહેરાત આવે છે તેમાં કહેવામાં આવે છે ‘હીરા હૈ સદાકે લીયે’ અને જેમ્સ બોન્ડની એક ફિલ્મનું નામ પણ હતું ‘ડાયમન્ડ્સ આર ફોરેવર’ ચોક્કસ હીરો સદાના માટે જ છે અને તેને જોતાં માત્ર સ્ત્રીઓ જ નહીં પણ પુરુષોની આંખોમાં પણ એક ચમક આવી જાય છે. હીરાનો ઉપયોગ મહદઅંશે મોંઘી જ્વેલરીઓ બનાવવામાં થાય છે. વિશ્વની ત્રીજી સૌથી મોંઘી વસ્તુમાં હીરાનો સમાવેશ થાય છે જેના માત્ર એક ગ્રામની કીંમત 34.81 લાખની છે.

ટ્રિટિયમઃ કીંમત 18.9 લાખ પ્રતિ ગ્રામ

ટ્રિટિયમનો ઉપયોગ મોંઘી ઘડિયાળો, કેટલીક રેર દવાઓ તેમજ રેડિયો થેરાપીમાં કરવામાં આવે છે. આજે તમે જો સેલિબ્રિટિના કાંડામાં કોઈ મોંઘી ગડિયાળ જોશો તો તેની કીંમત લાખોમાં હોય છે તો આવી મોંઘી ઘડિયાળમાં આ ટ્રીટિયમનો ઉપોયગ કરવામાં આવે છે તેમજ મેડિકલ ક્ષેત્રે પણ તેનો બહોળો ઉપયોગ છે.

ટેફિટ રત્નઃ કીંમત, 12.6 લાખ પ્રતિ ગ્રામ

પહેલાંના જમાનામાં મહારાજાઓના તાજ તેમજ ઘરેણાઓમાં આવા મહાકીંમતી રત્નો જડાયેલા રહેતા હતા. ટેફિટ સ્ટોન પણ તેવો જ એક અણમોલ રત્ન છે જેની કીંમત દર ગ્રામે 12.6 લાખની છે. આ રત્ન ખુબ જ ઓછા મળી આવે છે અને તે અલભ્ય હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે જ્વેલરી બનાવવામાં થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ