રોજનું એક સફરજન સ્વાસ્થય માટે સારું પણ, સફરજન ખાવાથી પણ થઈ શકે છે ગંભીર નુક્સાન…

અમે આજ અહીં પર એક હેલ્થ ટીપ્સ આર્ટિકલ બાબતે જાણકારી શેયર કરવાના છીએ. આશા કરીએ છીએ આ જાણકારી તમને પસંદ આવશે, આ જાણકારી તમારા માટે ઉપયોગ સાબિત થશે. આ આર્ટિકલનું મુખ્ય ઉદેશ્ય હેલ્થ સેફ્ટી છે. ડોક્ટરો અનુસાર ૫૦ ટકા બિમારીઓ આપણા ખોટા ખાનપાનથી જ ઉત્પન્ન થતી હોઈ છે.

જો આપણે આપણા ખાનપાનને સુધારીએ તો અમુક ટકા બિમારીઓનો માર્ગ રોકી શકીએ છીએ. પરંતુ તેના માટે આપણને જાણકારી હોવી જોઈએ, આપણે જે ચીજ ખાઇએ છીએ તેનાથી આપણને શું ફાયદા અને શું નુક્સાન થઈ શકે છે તેના બાબતે આપણને જાણકારી હોવી જરૂરી છે. જો આવુ થયુ તો આપણે ઘણી પ્રકારની બિમારીઓ પર રોક લગાવી શકીએ છીએ. અમુક ચિકિત્સકોને અનુસાર મનુષ્યને દરેક એ વસ્તુથી જોખમ હોઈ છે જે વસ્તુથી ફાયદો થાય છે.

આજ અમે તમને એવી જ જાણકારીથી રુબરુ કરવવાના છીએ, જેના વિશે તમારે જાણવું ખૂબ જરૂરી છે. દરેક માણસને આની જાણકારી હોવી જોઈએ જે આ વસ્તુનું સેવન કરે છે.

સફરજન ખાવાના નુક્સાન

સફરજન ઘણી પ્રકારના પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોઈ છે, તેનાથી શરીરમાં ઉર્જા નિર્માણ થાય છે. આ માનવને ઘણી પ્રકારની બિમારીઓથી બચાવે છે. “સફરજન ખાઓ બિમારીઓ ભગાવો” ઘણીવાર ડોક્ટર પણ આવુ કહે છે. તેના સિવાય અંગ્રેજીમાં એક કહેવત પણ છે…એન એપલ એ ડે”, કીપ્સ ધ ડોક્ટર અવે” અર્થાત એક સફરજન રોજ ખાઓ અને ડોક્ટરને દૂર ભગાવો. સફરજન ખાવાના ઘણા ફાયદા છે જેના વિશે જેટલું લખવામાં આવે એટલું ઓછું છે, આ બધા જાણે છે.

પરંતુ સફરજન ખાવાથી ઘણા નુક્સાન પણ થાય છે, શું તમે જાણો છો…મિત્રો તમે વિચારી પણ નહિ શકો..સફરજન ખાવાથી આ રીતના નુક્સાન થઈ શકે છે. કદાચ તમે લોકો ફક્ત સફરજન ખાવાના ફાયદા બાબતે જ જાણતા હશો પરંતુ આજ અમે તમને જણાવીશું કે સફરજન ખાવાથી નુક્સાન પણ થાય છે. ચાલો આગળ જાણીએ સફરજન ખાવાથી ક્યા પ્રકારના નુક્સાન થઈ શકે છે એ બાબતે.

૧.ખૂબ જ ખતરનાક હોઈ છે સફરજનના બી, તેને ક્યારેય ના ખાવા

કદાચ તમે જાણતા નહિ હોઈ પરંતુ અમે તમને જણાવી દઈએ કે સફરજનના બી માનવ સ્વાસ્થય માટે ખૂબ નુકસાનકારક હોઈ છે, તેના બધુ સેવનથી મનુષ્યને મૃત્યુ સુધી મુસાફરી કરવી પડી શકે છે. જ્યારે પણ તમે સફરજનનું સેવન કરો છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. એક તપાસ અનુસાર જાણવા મળ્યુ છે કે સફરજનના બીમાં સાઈનાઈડ નામનો પદાર્થ રહેલો હોઈ છે જે માનવ સ્વાસ્થય માટે ખૂબ હાનિકારક હોઈ છે, એટલે ધ્યાન રાખો કે સફરજનના બીજ ક્યારેય ના ખાવા.

૨.દાંત માટે હાનિકારક સફરજન

જો તમે સફરજનનું વધુ સેવન કરો છો તો આ તમારા દાંત માટે ખૂબ હાનિકારક થઈ શકે છે. સફરજનમાં અલ્મનું પ્રમાણ વધુ હોઇ છે, જે દાંતને માટે નુકસાનકારક હોઈ છે. એટલે વધુ માત્રામાં સફરજનનું સેવન ના કરવુ અને સફરજન ખાધા બાદ પાણીથી સારી રીતે દાંતને સાફ કરવા.

૩.સફરજન ખાવાથી વજન વધે છે

સિમિત માત્રામાં સફરજનનું સેવન માનવ સ્વાસ્થય માટે લાભકારી હોઈ છે. જો તમે તેનું સેવન વધુ કરો છો તો આ વજન વધારવાનું એક મોટુ કારણ હોઈ શકે છે, એક તપાસ અનુસાર જાણકારી મળી છે કે સફરજનમાં શર્કરાની માત્રા ખૂબ વધુ હોઈ છે જેનાથી વજન વધે છે.

૪.સફરજનનું જ્યૂસ છે નુકસાનકારક

સફરજન જેટલુ ફાયદાકારક છે એટલો જ તેનો જ્યૂસ નુકસાનકારક છે, તેનાથી માનવ સ્વાસ્થયને ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થય વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે વધુ પ્રમાણમાં સફરજનનું જ્યૂસ પીવું સોફ્ટડ્રિંક પીવા જેટલું જ ખતરનાક છે કારણ કે સફરજનના જ્યૂસમાં ખૂબ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ રહેલુ હોઈ છે, તેનાથી ઘણી પ્રકારની સ્વાસ્થય સમસ્યા થઈ શકે છે.

૫.ફ્રિઝમાં રાખેલા સફરજન ક્યારેય ના ખાવા

આપણે સફરજનનું સેવન એટલે કરીએ છીએ કારણ કે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોઈ છે, જેનાથી આપણા શરીરને ઘણા પ્રકારના ફાયદા થાય છે. પરંતુ જો આપણે સફરજન ફ્રિઝમાં રાખીએ છીએ તો તેના બધા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને એવા સફરજન ખાવાથી આપણને કોઈ ફાયદો નહિ થાય પરંતુ નુક્સાન થઇ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ