દુલ્હન માટેનું ઉબટન હવે તમે પણ બનાવી શકશો અને વાપરી શકશો…

દુલ્હન માટેનું ઉબટન


ઘરે જ બનાવવામાં આવેતું આ ઉબટન, માત્ર તમારા ચહેરાની ત્વચાને જ કાંતિવાન નહીં બનાવે પણ તમારા સંપૂર્ણ શરીરને એક સ્મૂધ સ્કીન આપશે. આ ઉબટનનો ઉપયોગ કરવાથી તમારા શરીરની ત્વચામાંથી વધારાનું તેલ દૂર થઈ જશે અને બીનજરૂરી વાળ પણ ધીમે ધીમે દૂર થઈ જશે.


જો તમારા નજીકના ભવિષ્યમાં લગ્ન થવાના હોય તો આ ઉબટન તમારા માટે ઉત્તમ છે. આ ઉબટનને તમે આમ તો આજીવન વાપરી શકો છો. પણ લગ્ન પહેલાંના મહિના બે મહિનાથી જો તેનો નિયમિત પણે ઉપયોગ કરવામાં આવે તો ત્વચામાં ઘણો બધો ફરક જોવા મળશે.

સામગ્રી


2 ચમચી ચણાનો લોટ/બેસન

2 ચપટી હળદરનો પાવડર

1 ચમેચી દૂધની મલાઈ

1 ચમચી ગુલાબ જળ

½ ચમચી લીંબુનો રસ


ચણાનો લોટ તડકાના કારણે કાળી થઈ ગયેલી ત્વચા માટે ઉત્તમ ઉપાય છે.

જ્યારે હળદરમાં કુદરતી એન્ટીસેપ્ટીક સમાયેલું છે તેમજ તે એન્ટી બેક્ટેરિયલ પણ છે જે તમારી ત્વચા પરના રેશિશને દૂર કરે છે અને સાથે સાથે ખીલ તેમજ ચહેરા પરના ડાઘાને પણ આછા કરે છે. આ ઉપરાંત હળદરના કારણે તમારા ચહેરા પર એક ચમક પણ ઉમેરાય છે. તે એક એન્ટિ એજન્ટ તરીકે પણ તમારી ત્વચાને મદદ કરે છે.


જ્યારે દૂધની મલાઈ એ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. અને તમારી ત્વચાને એક એકધારો રંગ આપે છે અને સાથે સાથે સ્મૂધનેસ પણ.

ગુલાબજળ ત્વચાને ઠંડક આપે છે જે તમારા ચહેરા પરના લાલ ચકામાને હળવા કરે છે તેમજ ખીલ દૂર કરવામાં પણ મદદ કરે છે. તે એક ઉત્તમ ક્લિન્ઝર છે તેમજ ત્વચામાં સમાયેલા વધારાના તેલને પણ દૂર કરે છે અને તેમાં રહેલી ગંદકીને પણ દૂર કરે છે.

લીંબુનો રસ એ એક કૂદરતી બ્લિચ છે. તેમજ તેનાથી તમારી ત્વચા પર એક ચમક તેમજ સુંવાળપ આવે છે. અને તે ત્વચાને સ્વચ્છ પણ કરે છે.

ઉપર જણાવેલી દરેક સામગ્રીને એક ચોખ્ખી વાટકીમાં લો. તેને બરાબર મિક્સ કરી લો. તમારો ઘરગથ્થુ ફેરનેસ ફેસપેક તૈયાર થઈ ગયો છે.


હવે તૈયાર થયેલા પેકને તમારે તમારા સંપૂર્ણ શરીર પર સમાન પ્રમાણમાં લગાવી લેવો. તેને 15થી 20 મીનીટ તેમ જ સુકાવા દો. ત્યાર બાદ હળવા હાથે આ ઉબટનને નોર્મલ પાણી વડે ધોઈ લો.

આ પ્રયોગ કર્યા બાદ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ન ભૂલો. હળવા મોઇશ્ચરાઇઝરથી તમારી ત્વચા પર માલીશ કરી લો.


આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણવાર કરવાથી ખૂબ જ થોડા દિવસોમાં કૂદરતી રીતે જ તમારી ત્વચાનો રંગ ઉજળો થઈ જશે, તેમાં એક અનેરી તાજગી આવી જશે, તે સ્મૂધ થઈ જશે અને ચમકવા લાગશે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ