આ ખાસ કારણોથી દુબઈને માનવામાં આવે છે દુનિયાનું સૌથી અનોખું શહેર, આ વાતો જાણીને તમને પણ થઇ જશે જવાની ઇચ્છા

દુબઈમાં આમ જોવા જઈએ તો કૂદરતી સૌંદર્યના નામે માત્ર તેનો સમુદ્રકાંઠો જ છે બાકી બધું જ રણ જ છે પણ જે રીતે આ શહેરને ભવ્યાતિભવ્ય અને અતિ વૈભવિ બનાવવામાં આવ્યું છે તે અદ્ભુત છે અને જીવનમાં એકવાર તો તેની ભવ્યતા જોવા જેવી જ છે. અને તેની કેટલીક ખાસિયતો તમને દુનિયાના બીજા કોઈ જ ભાગમાં જોવા નળી મળે તો આજે અમે તમને દુબઈની તેવી જ કેટલીક ખાસિયતો વિષે જણાવવા જઈ રહ્યા છે જે તદ્દન અનોખી છે તો ચાલો જાણીએ તે વિષે.

image source

દુબઈમાં સમુદ્ર પર તરતા ઘર બનાવવામાં આવ્યા છે જે આજે દુબઈની ઓળખ બની ચુક્યા છે. દુબઈમાં સુંદર સમુદ્ર અને સમુદ્રકિનારા આવેલા છે. અહીં ધનાઢ્ય લોકો એવા ઘર બનાવા માગે છે, જે સમુદ્રમાં તરતા હોય.

image soucre

દુબઈમાં ઘણાબધા પબ્લિક ટૉઇલેટ બનાવવામાં આવ્યા છે. જે સામાન્ય રીતે બીજા શહેરોમાં પણ હોય છે પણ દુબઈના આ પબ્લિક ટોયલેટની ખાસીયત એ છે કે તેમાં એક ટીવી સ્ક્રીન પણ લગાવવામાં આવ્યો છે જેમાં તમે વિડિયો જોઈ શકો છો.

image source

દુબઈમાં સામાન્ય દેશોની જેમ ભેંસ, ગાય કે બકરીનું નહીં પણ ઉંટનું દૂધ પીવામાં આવે છે. ઊંટના દૂધમાંથી બનેલી ચોકલેટ દુબઈની ખાસિયત છે અને અહીં તે ખૂબ જ પોપ્યુલર પણ છે. લોકોને આ ચોકલેટ ખૂબ પસંદ છે.

image source

સામાન્ય દેશોમાં લોકો કૂતરા, બિલાડી જેવ સામાન્ય પાલતુ જાનવરો પાળે છે પણ દુબઈમાં લોકો ચિત્તો, વાઘ વિગેરે પાળવાનુ પસંદ કરે છે અને તેને તેઓ એક સ્ટેટસ તરીકે ગણે છે. તમે અવારનવાર સોશિયલ મિડિયા પર દુબઈના કોઈ શેખે પાળેલા વાઘની વિડિયો પણ જોઈ જ હશે.

image source

દુબઈમાં સોનાનું વેચાણ ખુબ થાય છે. આપણે અહીં પણ ઘણા બધા લોકો વિદેશથી આવતા હોય ત્યારે દુબઈથી સોનું ખરીદતા હોય છે. દુબઈના લોકોને સોનું ખૂબ પસંદ છે માટે અહીં પુષ્કળ સોનું છે. દુબઈના લોકોને ગળામાં જાડી-જાડી ચેઇન પહેરવાનો ખૂબ શોખ હોય છે.

image source

દુબઈની આ ખાસિયત વિષે તમે ક્યારેય નહીં જાણ્યું હોય. તેમની આ ખાસિયત તેમના દાંતને લઈને છે. સામાન્ય રીતે લોકોના દાંત સફેદ હોય છે. પણ અહીં દુબઈમાં કાં તો લોકોના દાત સફેદ હોય છે અથવા તો સોનાના હોય છે.

image source

સામાન્ય દેશોમાં ટેક્સિમાં બેસીને માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ જવાતું હોય છે પણ અહીં દુબઈની ટેક્સિમાં બેસીને તમે વિડિયોઝ જોઈ શકો છો. વિડિયો ગેમ રમી શકો છો. અને જો તે વધારે લક્ઝરિયસ હશે તો તમને તેમાં બાર પણ મળી જશે. જો કે તમને જણાવી દઈએ કે દુબઈની સડકો પર જો તમે ટ્રાફિક જામેલો જોશો તો તમને એવું જ લાગશે કે તમે કોઈ ઇન્ટરનેશનલ કાર શોમાં હોવ. કારણ કે અહીંની સડક પર માત્રને માત્ર લક્ઝરિયસ કાર જ દોડતી હોય છે.

image source

કારની વાત નીકળી છે તો તમને જણાવી દઈએ કે દુનિયાના કારના શોખીનોને એકને એક દિવસ લેમ્બોર્ગિની ચલાવવાની ઇચ્છા તો હોય જ છે. પણ તેની કિંમત ઘણી વધારે હોય છે અને તેને ખરીદવી તે કોઈ સામાન્ય વ્યક્તિના ગજાની વાત નથી. પણ તમને જણાવી દઈ કે દુબઈની પોલીસ પાસે લેમ્બોર્ગિની કારનો કાફલો છે. અને તેમની બાઇક્સ પણ ઉચ્ચ કક્ષાની હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ