અ’વાદના દરિયાપુરમાં પોલીસની સામે જ બાળકો-યુવકો ડાન્સ કરે છે અને બુમો પાડે છે, અને પોલીસ જોઈને જતી રહે છે

સમગ્ર વિશ્વમાં કોરોનાએ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હજુ પણ કોરોના વણથંભ્યો જ છે. સરકારે પણ લોકોને અપીલ કરીને કહ્યું કે છે કે જાહેરમાં ફરવાનું ટાળો અને માસ્ક તેમજ સામાજિક અંતરનું પાલન કરો. પરંતુ તેમ છતાં લોકો ન માન્યા અને રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વકર્યો હતો જેને લઇ અમદાવાદ સહિત ચાર મહાનગરોમા સરકારે રાત્રિ કર્ફ્યૂ લગાવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે સવારે અમદાવાદના દરિયાપુર વિસ્તારના વીડિયો સામે આવ્યા હતા. જેમાં ગલીઓમાં રાતે પોલીસ આવે છે ત્યારે લોકો પોલીસ સામે નાચી રહ્યાં છે અને ચિચિયારીઓ પાડી રહ્યાં છે છતાં પોલીસ નીચે ઉતરી ઘરમાં જવાની સલાહ આપવાની જગ્યાએ ગાડીઓ ત્યાંથી જતી રહે છે.

આ બધી જ માહિતી એ રીતે સામે આવી કે, શાહપુરના બે વીડિયો સામે આવ્યાના અહેવાલ બાદ ઝોન 2 ડીસીપી વિજય પટેલે, આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયો દરિયાપુર વિસ્તારનો છે. તો વધારે વિગતે જો વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે ઝોન 4 ડીસીપી રાજેશ ગઢિયાએ પણ વાત કરી હતી અને કહ્યું કે- દરિયાપુર ચાચરવાડ વિસ્તારનો વીડિયો છે કાલે રાતે પોલીસની ગાડીઓ નીકળી હતી ત્યારે બાળકો ચિચિયારીઓ કરતા હતા અને ગાડી ત્યાંથી નિકળી હતી ત્યારે કોઈ પોલીસ સાથે ઘર્ષણ કે અન્ય બનાવ નથી. આ મામલે કોઇ ફરિયાદ પણ નથી થઈ.

જો કે ડીસીપીનું કહેવું છે કે આ બન્ને વીડિયો રાતે 8.30 વાગ્યાના છે અને કર્ફ્યૂના સમય પહેલાનો છે. અમદાવાદ શહેરમાં આવેલા કોટ વિસ્તારની જો વાત કરવામાં આવે તો તે કોરોના હોટ સ્પોટ બની ગયું હતું. સૌથી વધુ કેસો કોટ વિસ્તારમાં જમાલપુર, દરિયાપુર વિસ્તારમાંથી આવતા હતા. ફરી એકવાર કોરોનાએ કહેર મચાવતા રાજ્ય સરકારને રાત્રિ કરફ્યુ લગાવવાની ફરજ પડી છે પરંતુ અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં જમાલપુર બાદ હવે દરિયાપુર વિસ્તારમાં કરફ્યુના ધજાગરા ઉડ્યા છે. સોશિયલ મીડીયામાં બે વીડિયો સામે આવ્યા છે જેમાં પોલીસની ગાડીઓ ગલીઓમાં આવે છે ત્યારે બાળકો અને યુવકો પોલીસની ગાડીઓ સામે નાચી રહ્યા છે અને ચિચિયારીઓ પડી રહ્યા છે જે જોઈને નીતિ નિયમો પર અને પોલીસ પર પણ સાવાલો ઉભા થાય છે.

આ બાળકો જાણે પોલીસને પડકાર ફેંફતા હોય કે તમે અમારું કશું કરી શકતા નથી એવું લાગી રહ્યું છે. જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો દરિયાપુર પોલીસના ધજાગરા ઉડાવતાં વીડિયોમાં પોલીસની ચાર ગાડીઓ આવી રીતે પસાર થઈ હોવા છતાં એકપણ પોલીસ કર્મીઓ ચોકમાં ગાડી ઉભી રાખી માઇક વડે કરફ્યુ અંગે માહિતી આપી ન હતી.

જ્યારે પણ પેટ્રોલિંગમાં ગાડીઓ નીકળે છે ત્યારે ફરફ્યુનો અમલ છે અને કોઈએ બહાર નીકળવુ નહિ તેમ જાહેરાત કરવાની હોય છે પરંતુ દરિયાપુર પોલીસને સામે ચેલેન્જ આપવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામા આવી ન હતી અને હવે શહેરમાં આ પ્રશ્નો વારંવાર ઉઠી રહ્યાં છે કે આખરે આ વિસ્તારમાં કેમ આવું, શા માટે કોઈ લોકો નિયમોનું પાલન કરતાં નથી. એ સિવાય જો વાત કરીએ તો આ વિસ્તારમાં લોકો માસ્ક વગર ફરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1204 પોઝિટિવ કેસ આવ્યા છે.

image source

ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,26,508એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4160એ પહોંચ્યો છે. જ્યારે 1338 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 92.21 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 251, સુરત કોર્પોરેશન 158, વડોદરા કોર્પોરેશન 117, રાજકોટ કોર્પોરેશન 98, મહેસાણા 43, વડોદરા 40, ગાંધીનગર 34, કચ્છ 33, જામનગર કોર્પોરેશન 30, દાહોદ 29, રાજકોટ 28, સાબરકાંઠા 23, ગાંધીનગર કોર્પોરેશન 22, ખેડા 22, અમરેલી 20, મોરબી 20, સુરત 20, જામનગર 19, પાટણ 18, સુરેન્દ્રનગર 17, બનાસકાંઠા 15, ભાવનગર 14, ભાવનગર કોર્પોરેશન 14, જુનાગઢ કોર્પોરેશન 14, જુનાગઢ 13, નર્મદા 12, આણાંદ 11, ભરૂચ 11, પંચમહાલ 10, અમદાવાદ 9, ગીર સોમનાથ 8, અરવલ્લી 6, મહીસાગર 6, દેવભૂમિ દ્વારકા 5, છોટા ઉદેપુર 4, તાપી 4, પોરબાંદર 3, વલસાડ 2, બોટાદ 1 કેસ નોંધાતા જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ