એક સમયે ભારતના રસ્તાઓ પર ગર્વથી દોડતી એમ્બેસેડર કાર બનવાની કેમ થઇ ગઇ બંધ, જાણો તમે પણ આ વિશે

ભારતમાં જ્યારે નવી નવી કારો આવી ત્યારે રસ્તાઓ પર મોટે ભાગે તમને બે કાર જોવા મળતી એક તો મારુતી ફ્રન્ટી અને બીજી એમ્બેસેડર. જો કે એમ્બેસેડર મારુતિ ફ્રન્ટી પહેલાની ભારતના રસ્તાઓ પર દોડતી હતી. એમ્બેસેડર મોટે ભાગે સરકારી અધિકારીઓ, નેતાઓ તેમજ સરકારી વિભાગોમાં વાપરવામાં આવતી હતી. ભારતમાં એમ્બેસેડર કરા બિરલા ગૃપની હિન્દુસ્તાન મોટર્સ બનાવતી હતી. આ કારનુ ઉત્પાદન 1958થી 2014 દરમિયાન થતુ હતું. આ કાર બ્રિટિશ મોરિસ ઓક્સફોર્ડ સીરીઝ 3 પર આધારિત હતી.

image source

એટલે કે તેની ટેકનીક બ્રિટેનથી ભારતમાં લાવવામા આવી હતી ત્યાર બાદ આ કાર ભારતમાં હિન્દુસ્તાન એમ્બેસેડરના નામથી બનવા લાગી. આ કાર ભારતમાં ખૂબ ચાલી. તો ચાલો તમને બતાવીએ મોરિસ ઓક્સફોર્ડ સીરીઝ 3ની એક તસ્વીર.

image source

આ કાર 2013ની એમ્બેસેડર કાર છે. સમયની સાથે આ કારમાં ઘણા બધા પરિવર્તન લાવવામાં આવ્યા જેમ કે એંજિન, ટેકનોલોજી, તેના કેટલાક ભાગો જેથી કરીને તે ભારત સરકારના માનાંકોને પૂરા કરી શકે પણ બહારથી જોવા પર 2014ની એમ્બેસેડર કાર 1958ની એમ્બેસેડર કારથી તદ્દન મળતી આવતી હતી.

image source

તમે ટોયોટાની વિશ્વ પ્રસિદ્ધ કોરોલા કારનું નામ તો સાંભળ્યું જ હશે. આ રહી 1950ના દાયકાની કોરોલા. અને આ રહી 2014ની કોરોલા કાર. તમે તો જોઈ જ લીધુ હશે કે સમયની સાથે સાથે ટોયોટા કોરોલા કેટલી બદલાઈ ગઈ છે પણ બહારથી જોવા પર એમ્બેસેડર કારમાં કોઈ જ વધારે પરિવર્તન લાવવામાં આવ્યું હોય તેવું નથી લાગતું. પહેલા ભારતમાં પરમિટ રાજ ચાલતું હતું જેમાં સરકાર કોઈ કંપનીને કોઈ વસ્તુ એક ચોક્કસ પ્રમાણમાં બનાવવાનું લાયસન્સ આપતી હતી. અને લોકો પાસે તે વસ્તુ ખરીદવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો રહેતો હતો.

image source

માટે જ કદાચ કંપનીઓ પણ પોતાના ઉત્પાદનની ગુણવત્તા સુધારવા પર વધારે ધ્યાન નહોતી આપતી. ઉપરથી સરકારી ક્ષેત્રમાં એમ્બેસેડર કારની ખૂબ માંગ હતી તો હિન્દુસ્તાન મોટર્સે આ કારને સુધારવા પાછળ વધારે પૈસા પણ ન ખર્ચ્યા. 1991માં પરમિટ રાજ ખતમ થયું અને કાર ક્ષેત્રમાં ખૂબ મોટી ક્રાંતી આવી તેવું કહી શકાય. અને તેના કારણે ભારતીય અને વિદેશી કંપનીઓ આવી અને હિન્દુસ્તાન મોટર્સ પાછળ રહી ગયું. છેવટે 2014માં કંપનીએ એમ્બેસેડર કારના નિર્માણને બંધ કરવાનું નક્કી કર્યું.

image source

ભારતમાં એક સમયમાં એમ્બેસેડર કાર તમારી પાસે હોવી એ કોઈ ઉચ્ચ સ્ટેટસથી કમ નહોતું. અને હવે લોકો એમ્બેસેડર કારને યાદ પણ નથી કરતા. સમય સાથે બદલાતા રહેવાની જગ્યાએ એમ્બેસેડરમાં કોઈ જ પરિવર્તન નહીં લાવવાથી તેમજ પોતાની આ કાર પ્રત્યે તેનું ઉત્પાદન કરનાર કંપની નિરસ રહેવાથી છેવટે હવે એમ્બ્સેડરનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું તેવું કહી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ