દુબઈમાં જાહેરમાં ડાન્સથી લઈને બીજી કેવી ભૂલ કરવા પર મળશે જેલની સજા વાંચો…

મોટાભાગના આપણા ગુજરાતીઓ માટે ફરવાનું ફેવરીટ સ્થાન હોય તો તે છે દુબઈ. ઘણા એવા મિત્રો હશે જેમણે દુબઈ જોઈ લીધું હશે અને ઘણા એવા લોકો હશે જે આ ઉનાળામાં કે પછી હવેની રજાઓમાં ફરવા જવા માટે દુબઈ જવાનો પ્લાન કરતા હશે. આજે અમે તમને જણાવીએ થોડી અજીબ પણ રસપ્રદ માહિતી.

દુનિયામાં દરેક દેશના અલગ અલગ નિયમો હોય છે અને અલગ અલગ કાયદા હોય છે. દુનિયામાં દુબઈનું નામ એ સૌથી સુંદર દેશોમાં આવે છે. ફરવા માટે અહિયાં બહુ જ સુંદર જગ્યાઓ આવલે છે. વિશ્વની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા પણ અહિયાં જ આવેલ છે. તમને અહિયાં રણમાં સફારીનો પણ આનંદ ઉઠાવવા મળશે. અહિયાં સોનાનું પણ બહુ મોટું માર્કેટ છે, મહિલાઓ તો ત્યાનું સોનું જોઇને ચોંકી જ જશે. ત્યાં આવેલ ડાન્સિંગ ફુવારા પણ ઘણા પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે દુબઈમાં એવા અમુક નિયમ છે કે જો તેનું પાલન તમે નથી કરતા તો તમારે જેલની સજા પણ ભોગવવી પડી શકે છે.

દુબઈમાં થોડા નિયમ બનાવવામાં આવ્યા છે, આ નિયમમાં અમુક એવી વાતો છે જે બીજા દેશમાં બહુ સામાન્ય વાત છે પણ દુબઈમાં આ કામ કરવાથી તમને સજા મળશે એ પણ દુબઈની જેલમાં જવાની સજા. વાંચો એવી કઈ ભૂલો છે જે તમારે દુબઈમાં જઈને ક્યારેય ના કરવી જોઈએ નહિ તો….

આ બહુ અજીબ છે પણ આ હકીકત છે અહિયાં તમે જયારે જાવ અને તમને મન થાય કે અહિયાં હું ડાન્સ કરું પણ તમે ત્યાં જાહેરમાં કોઈપણ રોડ પર કે પછી કોઈ ગાર્ડનમાં પણ ડાન્સ કરી શકો નહિ. એટલે જો તમે એમ સમજતા હોવ કે આપણે દુબઈના રસ્તાઓ પર ગરબા કરીશું તો એ શક્ય નથી. આખા ગરબા ગ્રુપને જેલમાં જવું પડશે તો હવે જાવ ત્યારે જાહેરમાં તો ગરબા કરવાનું રહેવા જ દેજો. હા તમે કોઈ ક્લબમાં જઈને જરૂર ગરબા કરી શકશો.

આ રૂલ્સ બહુ સરસ છે ત્યાં ત્યાં તમે જાહેરમાં કોઈને ગાળ આપી શકતા નથી, અને જો તમે કોઈની સાથે ઈશારામાં વાત કરવા ઈચ્છો તો તે પણ શક્ય નથી. એટલે જો તમે ઈચ્છો તો વાત કરી લો પણ ગાળો તો ભૂલથી પણ ના બોલાય, આ ખાસ નિયમ એ નવપરણિત કપલ અને પ્રેમીઓ માટે છે. તમે જાહેરમાં કિસ કરી શકતા નથી અને એકબીજાને હગ પણ કરી શકતા નથી તો કંટ્રોલ યોર સેલ્ફ. કિસ કરવા પર અને હગ કરવા પર તમને જેલમાં તો કદાચ નહિ પૂરે પણ તમારે દંડ ભરવો પડશે.

દુબઈમાં ડ્રગ્સનો ઉપયોગ કરવો અને વેચવો એ પણ ગુનાપાત્ર બને છે. જો તમે અહિયાં ડ્રગ્સ સાથે પકડાઈ જાવ છો તો તમને ત્યાંથી છોડાવવા મુશ્કેલ થઇ શકે છે, આના માટે તમને ફાંસીની સજા પણ થઇ શકે છે. ત્યાં જાહેરમાં દારુ પીવાનું પણ ગુનાપાત્ર બને છે.

તમારા મિત્રોને પણ આ માહિતી જણાવો અને મદદરૂપ થાવ. જો તમે લીધી છે મુલાકાત દુબઈની તો ફોટો શેર કરો કોમેન્ટમાં અહિયાં બેઠા બેઠા અમે પણ દુબઈ જોઈએ તો ખરા. ભલે ફોટોમાં તો ફોટોમાં શું કહેવું તમારું?