ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે હવે નહિં ખાવા પડે RTOના ધક્કા, જાણી લો આ નવી પ્રોસેસ વિશે

મિત્રો, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે તથા તમારુ જુનું લાયસન્સ રીન્યુ કરાવવા માટે એક નવી માર્ગદર્શિકા બહાર પાડવામા આવી છે, તો ચાલો જાણીએ કે, આ નવા નીતિનિયમોમા શું- શું ફેરફાર આવ્યા છે અને તેનુ ક્યારથી અમલવારી શરુ થશે?

આવશે ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સની આખી પ્રક્રિયા :

image source

આ નવા નિયમ મુજબ લર્નર લાઇસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા હવેથી ઓનલાઇન રહેશે એટલે કે અરજીથી લઈને લાઇસન્સ છાપવા સુધીની સમગ્ર પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે. આ સિવાય ઇલેક્ટ્રોનિક પ્રમાણપત્રો અને દસ્તાવેજોનો ઉપયોગ તબીબી પ્રમાણપત્રો, લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે માટે જુદા-જુદા નિયમોની એક યાદી તૈયાર કરવામા આવી છે.

આર.સી. રિન્યુઅલ માટેની સુવિધા :

તમારે એ નોંધવું જોઈએ કે, આવી માર્ગદર્શિકા લાવવા પાછળનો હેતુ નવી ગાડીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આર.સી.નુ રિન્યુઅલ હવે ૬૦ દિવસ અગાઉથી તમે કરીશકો છો. આ સિવાય કામચલાઉ નોંધણી માટેની સમય મર્યાદા હવે ૧ મહિનાથી વધારીને ૬ મહિના સુધીની કરવામા આવી છે.

ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આર.ટી.ઓ. સુધી જવાની કોઈ જ જરૂર નથી :

image source

આ સાથે જ સરકારે લર્નર્સ લાઇસન્સ માટેની પ્રક્રિયામા પણ અમુક ફેરફાર કર્યા છે. જે મુજબ તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આર.ટી.ઓ. સુધી પણ જવાની જરૂર નથી. તમે અમુક ટ્યુટોરિયલ્સની મદદથી ઘરે બેસીને આ ઓનલાઇન ટેસ્ટ આપી શકો છો. કોરોના મહામારી સમયે આ પગલું એક મોટી રાહત છે.

ડી.એલ. એ આર.સી. ની માન્યતા વધારવામા આવી છે :

image source

માર્ચના અંતમા વધી રહેલી કોરોના કટોકટીને ધ્યાનમા રાખીને માર્ગ અને પરિવહન મંત્રાલયે મોટર વાહનના દસ્તાવેજો જેમકે, ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ વગરની ગાડીઓની માન્યતા ૩૦ જૂન, ૨૦૨૧ સુધી લંબાવી હતી. મંત્રાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામા આવ્યુ હતુ કે, આખા દેશભરમા કોરોનાથી વણસી રહેલી સ્થિતિને ધ્યાનમા રાખીને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ સમાપ્ત થયેલા આ દસ્તાવેજોને ૩૦ જૂન, ૨૦૨૧ સુધી માન્ય ગણવામાં આવશે.

image source

તો આ છે આર.ટી.ઓ.મા આવનાર અમુક નવા કાયદાઓ કે જેના વિશે તમને યોગ્ય માહિતી અવશ્યપણે હોવી જોઈએ. આ માહિતીને ધ્યાનમા રાખીને જ તમારે આર.ટી.ઓ. સાથે સંકળાયેલ કોઈપણ આગળની કાર્યવાહી કરવાની રહેશે તો આજે જ જાણી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!