જો તમે નિયમિત સવારે કરશો આટલું નાનકડુ કામ, તો નહિં દેખાય વધતી ઉંમર અને સ્માર્ટનેસમાં થશે ડબલ વધારો

મિત્રો, દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે, તે હંમેશા યુવાન જ દેખાય અને તેને ક્યારેય પણ વૃદ્ધાવસ્થા ના આવે પરંતુ, સામાન્ય રીતે આ વસ્તુ તો સૃષ્ટિના નિયતિક્રમની તદન વિરુદ્ધ છે કારણકે, આપણે સૌ જાણીએ છીએ કે, જે વ્યક્તિનો જન્મ થશે તેણે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ ત્રણેય અવસ્થામાંથી પસાર થવું પડે છે.

image source

જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ યુવા દેખાવુ ખુબ જ મુશ્કેલ બનતુ જાય છે. આપણા મોટાભાગના વાળ પર સફેદી આવી જાય છે અને ચહેરા પર પણ કરચલીઓ દેખાવા લાગે છે. આ અવસ્થામા તમારી ત્વચા સાવ ઢીલી પડવા લાગે છે. લોકો યુવાન દેખાવા માટે અનેકવિધ ઉપાયો અજમાવે છે પરંતુ, તેનાથી કોઈ વિશેષ ફરક પડતો નથી. કોઈ પુરુષ કે સ્ત્રી વૃદ્ધ થવાની ઇચ્છા નથી રાખતા, દરેક જણ હંમેશા જુવાન રહેવાની ઈચ્છા ધરાવે છે.

image source

એ વાત પણ વાસ્તવિક છે કે, વધતી ઉંમરને છુપાવવી ખુબ જ મુશ્કેલ છે. તમે તમારા વાળને રંગ લગાવીને કાળા કરી શકો છો પરંતુ, ચહેરા પરના રીન્કલ્સ તમારી વાસ્તવિક ઉમર અવશ્યપણે દ્રશાવી દેશે. દરેક વ્યક્તિ હંમેશા યુવાન રહેવાનુ સ્વપ્ન તો ધરાવે છે પરંતુ, આ સપનાને સાકાર કરવા માટે તેણે આયુર્વેદમા દર્શાવેલા અમુક નિયમોનુ પાલન કરવું પડે છે. આજે અમે તમને અમુક એવા નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને જ આપણા ઋષિ-મુનિઓ હંમેશા સ્વસ્થ અને યુવાન રહેતા હતા, તો ચાલો જાણીએ.

image source

જો તમે રાતના સમયે સુવા માટે જાવ તે પહેલા તાંબાના એક વાસણમા પાણી ભરી લો અને ત્યારબાદ તેને ઢાંકીને સાઈડમા રાખી મુકો અને વહેલી સવારે ઉઠીને આ પાણીનુ તમે સેવન કરો તો તમારુ પેટ સાફ રહે છે, તમારુ પાચનતંત્ર મજબુત બને છે તથા તમારી ત્વચા પણ ચમકતી રહે છે.

image source

આ સિવાય જો તમે તમારા ચહેરાની સુંદરતાને અકબંધ જાળવી રાખવા ઈચ્છતા હોવ અને હંમેશા જુવાન દેખાવા ઈચ્છતા હોવ તો તે માટે જરૂરી છે કે, તમે એવુ ભોજન લો કે, જેમા પૂરતા પ્રમાણમા પોષકતત્વો સમાવિષ્ટ હોય. તમારા ભોજનમા વધુ પડતા લીલા શાકભાજી, ફળો અને દૂધનો સમાવેશ કરો. તેનું નિયમિત સેવન તમારા શરીરને ભરપૂર શક્તિ આપશે અને ત્વચાને જરૂરી પોષણ પણ મળી રહેશે તથા ત્વચા હંમેશા સ્વસ્થ અને તાજગીમય રહેશે.

image source

દરેક વ્યક્તિ રાજમાથી તો સારી રીતે પરિચિત હશે. તેમા પુષ્કળ માત્રામા રેસા અને પોટેશિયમ સમાવિષ્ટ હોય છે. તે તમારુ કોલેસ્ટરોલનુ સ્તર ઘટાડે છે અને હૃદયરોગના જોખમને પણ ઘટાડે છે તથા તેમાં સમાવિષ્ટ પ્રોટીન તમારા હાડકા પણ મજબુત બનાવે છે જેથી, તમારી ઉમર ગમે તેટલી વધે પરંતુ, તમારું શરીર એકસમ ખડતલ રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત