સંતરાની છાલ છે ખૂબ ગુણકારી, હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓને ચપટીમાં કરી દે છે દૂર, જાણો બીજા ફાયદાઓ પણ

મિત્રો, આજે આ લેખમા અમે તમારુ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. તમે તમારા જીવનમા ક્યારેક તો નારંગીનુ સેવન અવશ્યપણે કર્યુ જ હશે. આ ફળ ખાવામા ખૂબ જ વધારે પડતુ સ્વાદિષ્ટ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને જો તમે તમારા રોજીંદા જીવનમા તેનુ સેવન કરો તો તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ પણ મળી શકે છે.

image source

પરંતુ, આજે અમે અહી તમને નારંગી વિશે નહિ પરંતુ, નારંગીની છાલના અમુક ફાયદાઓ વિશે જણાવીશુ. જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નારંગીની છાલનો ઉપયોગ કરીને તમે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓમાંથી ટુરન મુક્તિ મેળવી શકો છો, તો ચાલો જાણીએ નારંગીની છાલના સેવનથી સ્વાસ્થ્યને ક્યા-ક્યા લાભ પ્રાપ્ત થાય છે.

લાભ :

ત્વચા માટે ફાયદાકારક :

image source

આ ફળની છાલ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે કારણકે, તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓકિસડન્ટ સમાવિષ્ટ હોય છે, જે તમારી ત્વચા સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓને દૂર કરવામા મદદરૂપ સાબિત થાય છે. જો તમે આ ફળની છાલને સુકાવ્યા બાદ તેનો પાવડર બનાવી તેમાં દહીં મિક્સ કરી તેને તમારા ચહેરા પર લગાવો તો તમારી ત્વચા હંમેશા સ્વસ્થ અને સુંદર રહે છે.

અનિદ્રાની સમસ્યામાંથી મુક્તિ મળે :

image source

આ ફળની છાલમા એક વિશેષ પ્રકારનુ તત્વ સમાવિષ્ટ હોય છે, જે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે નિયમિત રાત્રે સુતા પહેલા આ ફળની છાલને ક્રશ કરીને ત્યારબાદ તેનો પાવડર ત્યાર કરીને તેને પાણીમા મિક્સ કરી રાત્રે સુતા પહેલા તેનું સેવન કરી લો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

વાળ સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય :

image source

જો તમે આ ફળની છાલ સુકાવી લો અને ત્યારબાદ તેનો પાઉડર તૈયાર કરીને તેને સ્નાન કરતી વખતે તમારા વાળમા લગાવો અને તેને વાળમા પાંચ મિનિટ સુધી લગાવી રાખો અને ત્યારબાદ વાળ પાણીથી ધોઈ લો તો તમારા વાળ વધુ મજબૂત અને ચળકતા બને છે.

પાચનશક્તિ મજબુત બને :

image source

આ સિવાય જો તમે આ ફળની છાલને તડકામા સુકવીને ત્યારબાદ તેનો પાવડર બનાવી અને દરરોજ રાત્રિ ભોજન પછી સૂવાના સમય પહેલા એક ગ્લાસ નવશેકા પાણી સાથે અડધી ચમચી લો તો તેનાથી તમારુ પાચનતંત્ર મજબૂત બને = છે.

હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય :

image source

આ ઉપરાંત જો તમે નિયમિત રાતે સુતા પહેલા આ ફળની છાલના પાવડરની બે ચમચી દૂધમા ઉમેરી અને ત્યારબાદ તેનુ સેવન કરી લો તો તમે હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત