જો તમે પણ બહુ દુબળા હોવ તો આ આર્ટિકલ તમારા માટે જ છે, વાંચશો તો ફટાફટ આવી જશે તમારામાં ચેન્જ

મિત્રો, આજના આ લેખમા તમારુ સ્વાગત છે. ઘણા લોકો શારીરિક રીતે નબળા અને પાતળા હોય છે અને તેના કારણે લોકો તેમની અવારનવાર મજાક પણ ઉડાવે છે. વાસ્તવમા જે લોકો પાતળા હોય છે, તેમના શરીરમા વિટામિન્સ અને મીનરલ્સ જેવા પોષક તત્ત્વોની તીવ્ર અછત હોય છે. જેના કારણે તેમના શરીરનો યોગ્ય રીતે વિકાસ થતો નથી પરંતુ, આજે અમે તમને અમુક એવી વિશેષ ટીપ્સ વિશે જણાવીશું કે, જેનાથી લોકો તેમનુ યોગ્ય વજન વધારી શકે.

ટીપ્સ :

image source

ખુબ જ ઓછા લોકોને ખ્યાલ હોય છે કે, કિસમિસમા પુષ્કળ માત્રામા કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન સમાવિષ્ટ હોય છે. જો તમે રાત્રે એક વાસણમા ૧૦ ગ્રામ કિસમિસ ઉમેરી સવારે ચાવીને તેનુ સેવન કરશો તો તમારુ વજન ખૂબ જ ઝડપથી વધારવાનુ શરુ થશે. આ સિવાય વજન વધારવા માટે દ્રાક્ષ પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેની અંદર પણ ભરપૂર માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે શરીરને યોગ્ય વજન આપવામા અસરકારક સાબિત થાય છે. નિયમિત તમારે કમ સે કમ ૨૦ ગ્રામ દ્રાક્ષ ખાવી જ જોઇએ.

image source

આ સિવાય જો તમે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ દુધમા ૫-૬ ખજુર મિક્સ કરીને તેનુ સેવન કરવામા આવે તો તમારુ વજન ઝડપથી વધશે. આ ઉપરાંત કેળા પણ વજન વધારવા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. તેમા પ્રોટીન, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ જેવા ગુણધર્મો છે, જે વજન વધારવામાં ખૂબ અસરકારક છે. માટે લોકોએ વજન વધારવા માટે કેળાનુ નિયમિત સેવન કરવુ જોઈએ.

image source

દૂધ પણ વજન વધારવા માટે લાભદાયી સાબિત થાય છે. તે ફક્ત વજન જ નહિ વધારે પણ શરીરની માંસપેશીઓને અને તમારા શરીરના હાડકા પણ મજબુત બનાવશે. તેમા પ્રોટીન, કાર્બ્સ અને ફેટ્સનુ સારુ સંતુલન છે. વધારે મસલ્સ બનાવવા માટે દૂધ એ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે માટે જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તે તમારી ચરબીમા અવશ્યપણે વધારો કરે છે.

image source

આ સિવાય જો તમે ભાતને રાતે સેવનમા લ્યો છો તો અવશ્ય તમારુ વજન વધશે. ૧ કપ ભાત તમને ૧૯૦ કેલેરી આપે છે, જેમા ૪૩ ગ્રામ કાર્બ્સ હોય છે. તેનું સેવન કરવાથી પેટ જલ્દી ભરાઇ જાય છે અને તે સરળતાથી પચી પણ જાય છે. આ સિવાય સૂકા મેવાને પણ વજન વધારવા માટે અસરકારક માનવામાં આવે છે. તેમા સાત ગ્રામ પ્રોટીન હોય છે અને ૧૮ ગ્રામ ફેટ હોય છે. તેના નિયમિત સેવનથી તમને યોગ્ય પ્રમાણમાં કેલરી મળી રહે છે અને તમે સરળતાથી તમારુ વજન વધારી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત