બીજું બધુ સાઇડમાં મુકીને વાળ અને સ્કિન કેર માટે અજમાવો આ 7 વસ્તુઓ

મિત્રો, પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે પરંતુ, કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી તે સદાય આપણા માટે લાભદાયક સાબિત થાય છે. આજે આ લેખમા અમે તમને અમુક એવી ચીજવસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારી ત્વચા અને વાળને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે હંમેશા અસરકારક રહે છે. તમે તેમને સુંદરતાની દુનિયામા સુપરસ્ટાર ગણી શકો છો. તો ચાલો આજે આ લેખમા આ ઘરગથ્થુ ઉપાયો અંગે વિસ્તૃત માહિતી મેળવીએ.

આમળાનું તેલ :

image source

આ ઓઈલમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણધર્મો સમાવિષ્ટ હોય છે. તે તમારા માથાની ત્વચાને આરામ આપવા માટે અને વાળને મજબૂત બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

મોરિંગા તેલ :

image source

આ ઓઈલમા પણ પુષ્કળ માત્રામા ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા વાળના સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ઓઈલ મુખ્યત્વે માથાની ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તમારા વાળને મજબૂત બનાવે છે.

સ્કાલેન :

આ એક કુદરતી કાર્બનિક સંયોજન છે જે આપણા શરીરની ત્વચામાં ચરબીયુક્ત ગ્રંથિમાં કુદરતી રીતે થાય છે. તે ત્વચાના ભેજ માટે જવાબદાર છે અને ૩૦ વર્ષની ઉંમર પછી તે ઘટવા લાગે છે. ત્વચાને લાંબા સમય સુધી મોઇશ્ચરાઇઝ રાખવા માટે સ્કાલેન ખુબ જ જરૂરી અને આવશ્યક તત્વ છે. તે ત્વચાને આરામ આપે છે અને બહારથી થતા નુકસાનને અટકાવે છે.

એલોવેરા :

image source

એલોવેરા એ સ્કીન માટે કેટલુ લાભદાયી છે, તે વાતથી અથવા તો તેના ગુણધર્મોથી કોઈ અજાણ નથી. ખાસ કરીને સંવેદનશીલ વાળ અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે અને આરામ આપે છે. તેના હાઇડ્રેટિંગ ગુણધર્મોને કારણે તે મેકઅપ ઉત્પાદનોમા પ્રિય રહ્યું છે.

વિટામિન-સી :

image source

વિટામિન-સી એ સ્કીન ટોનથી લઈને સ્કીનની ડલનેસની સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. વિટામિન-સી એ એક શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ છે, જે કોલેજનની સમસ્યાને વધારે છે, તે કરચલીઓની સમસ્યાને ઘટાડે છે અને મેલેનીન બનાવતા પણ અટકાવે છે.

નિયાસીનમાઈડ :

તે ધુલનશીલ સ્કીનની હિલીંગની સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત તે ત્વચા પરની લાઈનીંગ અને કરચલીઓની સમસ્યાને દૂર કરવામા તથા ત્વચાની ટોનીન્ગની સમસ્યાને દૂર કરવામા ખુબ જ અસરકારક સાબિત થાય છે.

હાયલુરોનિક એસિડ :

image source

આ એસિડ એ ત્વચામાં કુદરતી રીતે જોવા મળે છે, જ્યારે તેને ઉપરથી લગાવવામાં આવે છે, ત્યારે તે હ્યુમેટિકન્ટ તરીકે કામ કરે છે અને ત્વચાને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રાખે છે. આ મોઇશ્ચરાઇઝર માસ્ક અને સીરમ ત્વચા માટે સારું માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત