ડૉ. અબ્દુલ કલામ એક અદ્ભુત આત્મા, જાણો તેઓ કેટલા અદ્ઉંચેરા માનવ હતા

ડૉ. અબ્દુલ કલામ એક અદ્ભુત આત્મા – જાણો તેઓ કેટલા અદ્ઉંચેરા માનવ હતા !

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ અબ્દુલ કલામના સચિવ શ્રી પી એમ નાયર પોતાના રાષ્ટ્રપતિ સાથેના અનુભવો વાગોળતા – તેમની અદ્ભુત અજાણી વાતો કહે છે. શ્રી નાયરે તેમના લખેલા પુસ્તક ‘કલામ અસર’માંના કેટલાક પ્રસંગોનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

image source

પહેલો પ્રસંગ

ડૉ. કલામ જ્યારે પણ ભારતના રાષ્ટ્રપતિ તરીકે વિદેશ પ્રવાસ જતા ત્યારે ત્યારે તેમને અગણીત મોંઘી-મોંઘી ભેટો મળતી, જ્યારે કોઈ રાષ્ટ્રના વડા વિવિધ દેશોની મુલાકાત લેતા ત્યારે તેમને વિવિધ ભેટો આપવાની પરંપરા રહેલી છે.

ભેટને તેઓ ના ન પાડી શકે કારણ કે તે સામેના રાષ્ટ્રનું અપમાન બની શકે અને ભારત માટે પણ તે યોગ્ય ન ગણાય. માટે ભેટો સાથે લઈ આવવામાં આવતી. ત્યારે ડૉ. કલામ તે ભેટોની તસ્વીરો ખેંચાવતા અને ત્યાર બાદ તેનું કેટલોગ બનાવી આર્કાઇવ્ઝને આપી દેતા. અને ત્યાર બાદ ન તો ક્યારેય તે ભેટ વિષે વિચારતા કે ન તો તેને જોતાં.

image source

બીજો પ્રસંગ

વર્ષ હતું 2002નું, તે જ વર્ષે ડો. અબ્દુલ કલામે રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળ્યું હતું, જુલાઈ-ઓગસ્ટનો મહિનો હતો રમઝાનનો પવિત્ર મહિનો પણ ચાલી રહ્યો હતો. એક પરંપરા પ્રમાણે રાષ્ટ્રપતિ રમઝાનના પવિત્ર મહિનામાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરતા.

અબ્દુલ કલામે પણ તેમ કરવાનું હતું, ત્યારે તેમણે પોતાના સચીવ નાયરને પૂછ્યું, ‘શા માટે તેમણે પહેલેથી જ ખાધે પીધે સુખી લોકો માટે પાર્ટી હોસ્ટ કરવી જોઈએ ?’ ત્યાર બાદ તેમણે તે પાર્ટીના ખર્ચ વિષે જાણવા માગ્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પાર્ટીનો આશરે ખર્ચ 22 લાખ રૂપિયા થાય છે.

image source

બીજી ક્ષણનો પણ વિચાર કર્યા વગર ડો. કલામે તે 22 લાખની રકમ કેટલાક અનાથાલયોમાં ખોરાક, વસ્ત્રો તેમજ ધાબળા વિગેરેનું દાન કરવા માટે આપી દેવા જણાવ્યું. આ અનાથાલયોની પસંદગીમાં તેમનો કોઈ જ ફાળો નહોતો તે કામ તેમણે રાષ્ટ્રપતિ ભવનની એક ટીમને જ આપી દીધું હતું.

જ્યારે અનાથાયલયોની પસંદગી થઈ ગઈ ત્યારે તેમણે પોતાના સચીન શ્રી નાયરને પોતાની પાસે બોલાવ્યા અને તેમના હાથમાં એક લાખ રૂપિયાનો ચેક પકડાવી દીધો. તે તેમની અંગત બચતમાંની રકમ હતી. અન તે બાબતે તેમણે કોઈને જાણ કરવાની પણ ના પાડી દીધી.

તેમના સચિવ શ્રી નાયરને એ વાત ખૂંચી કે શા માટે આ મહાન વ્યક્તિનું નામ અજાણ રાખવું. તેમણે રાષ્ટ્રપતિને કહ્યું, ‘હું બધાને કહીશ. લોકોને એ ખબર હોવી જરૂરી છે કે અહીં એક એવો માણસ પણ છે જે પોતાની બચતમાંથી પણ દાન કરી રહ્યો છે’

image source

એક પાક્કા મુસ્લિમ હોવા છતાં જ્યાં સુધી અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ રહ્યા ત્યાં સુધી તેમણે ક્યારેય ઇફ્તાર પાર્ટીનું આયોજન ન કર્યું.

ત્રીજો પ્રસંગ

સચિવ શ્રી નાયર જણાવે છે કે ડૉ. કલામને ‘Yes, Sir’ કહેતા લોકો જરા પણ પસંદ નહોતા. અહીં તેઓ એક પ્રસંગને ટાંકતા લખે છે.

એક વખત ભારતના મુખ્ય જસ્ટીસ આવ્યા હતા અને તેઓ કોઈ એક મુદ્દા પર વાત કરી રહ્યા હતા ડો. કલામે પોતાનો મત રજૂ કર્યો અને ત્યાર બાદ તેમણે પોતાના સચીવ શ્રી નાયરનો મત પૂછ્યો, તેમણે તેમને પૂછ્યું, ‘તમે સહમત છો ?’

image source

ત્યારે સચીવ શ્રી નાયરે નીખાલસ રીતે જવાબ આપ્યો, ‘ના સર, હું તમારી સાથે સહમત નથી.’

આ સાંભળી ચીફ જસ્ટિસ ચકિત થઈ ગયા, તેમને પોતે જે સાંભળ્યુ તેના પર વિશ્વાસ જ ન થયો. વળી કોઈ સિવિલ સેવક રાષ્ટ્રપતિ સાથે અસહમત થવાની હિંમત કેવી રીતે દાખવી શકે ?

ત્યારે શ્રી નાયરે તેમને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તેમની સાથે તે મુદ્દા પર વાતચીત કરીને તેઓ શા માટે સહમત નથી તે જાણશે અને જો તેમને તર્ક યોગ્ય લાગ્યો તો તેઓ તેને ધ્યાનમાં રાખીને પોતાનો વિચાર પણ બદલી શકે છે.

ચોથો પ્રસંગ

એક વખતે રાષ્ટ્રપતિ ડૉ. કલામે પોતાના 50 જેટલા સંબંધીઓને દિલ્લી આવવાનું આમંત્રણ આપ્યું, તે બધા જ રાષ્ટ્રપતિ ભવનમાં રહ્યા. તેઓ તેમને દિલ્લી દર્શન કરાવવા માગતા હતા. તે માટે તેમણે એક બસની પણ વ્યવસ્થા કરી અને તેની રકમ તેમણે પોતાના ખીસ્સામાંથી કાઢી.

image source

તે માટે તેમણે કોઈ જ સરકારી ગાડીનો ઉપયોગ નહોતો કર્યો. તેઓ ભલે રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયા હોય પણ તેમના રહેવા, ખાવા, પીવાનો બધા જ ખર્ચનો હિસાબ રાખવાની તેમના તરફથી સૂચના આપવામાં આવી હતી. અને બીલ થયું હતું આશરે 2 લાખ રૂપિયા. જે તેમણે પોતાના ખીસ્સામાંથી ચૂકવ્યા હતા.

પાંચમો પ્રસંગ

વ્યક્તિની પ્રામાણિકતાની પરાકાષ્ઠા જુઓ, ડૉ કલામના મોટા ભાઈ તેમની સાથે રહેવા આવ્યા હતા. ડૉ કલામની જ ઇચ્છા હતી કે તેમના મોટા ભાઈ તેમની સાથે એક અઠવાડિયું રોકાય. તેઓ જ્યારે રોકાઈને ગયા ત્યારે તેઓ પોતાના ભાઈના રૂમનું બીલ પણ ચૂકવવા માગતા હતા. તમે આટલી બધી હદની પ્રામાણિકતાની અપેક્ષા ડો. અબ્દુલ કલામ પાસે જ રાખી શકો ! રાષ્ટ્રપતિ ભવનનો આખો સ્ટાફ પોતાના રાષ્ટ્રપતિની પ્રામાણિકતાથી અભિભૂત થઈ ગયો હતો.

છઠ્ઠો પ્રસંગ

image source

ડૉ. કલામ હવે પોતાના રાષ્ટ્રપતિ તરીકેના પદ પરથી નિવૃત્ત થવા જઈ રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનનો દરેકે દરેક કર્મચારી તેમને મળવા ગયો હતો બધાએ તેમને નમન કર્યા. શ્રી નાયર પણ તેમને મળવા ગયા. તેઓ જો કે તેમની પત્ની સાથે મળવા જવા માગતા હતા પણ તેમના પત્નીને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી તેણી પથારીવશ થઈ ગયા હતા. શ્રી નાયરને એકલા જોતા ડૉ. કલામે તેમને તેમના પત્ની કેમ ન આવ્યા તે વિષે પુછ્યું ત્યારે તેમને વાસ્તવિકતા જાણવા મળી.

બીજા દિવસે શ્રી નાયરને પોતાના ઘરની આગળ ઘણા બધા પોલીસ કર્મીઓ જોવા મળ્યા. તેમણે તપાસ કરી કે આટલા બધા પોલીસ કર્મીઓ શા માટે છે ત્યારે તેમને જાણવા મળ્યું કે રાષ્ટ્ર પતિ ડૉ. અબ્દુલ કલામ તેમના ઘરે તેમની મુલાકાત લેવા આવી રહ્યા છે. છેવટે તેઓ આવી પહોંચ્યા. તેમણે શ્રી નાયરની પત્ની સાથે થોડી ક્ષણો વાતો કરી. વળી કયા દેશનો રાષ્ટ્રપતિ પોતાના સચીવના ઘરે વિદાય લેવા આવે !

image source

તમને જણાવી દઈએ કે ડો. એ.પી.જે અબ્દુલ કલામના નાના ભાઈ છત્રી રીપેરીંગની દુકાન ચલાવે છે. ડૉ. અબ્દુલ કલામનું જ્યારે અવસાન થયું ત્યારે શ્રી નાયર તેમની અંતિમ વિધિમાં ગયા હતા અને ત્યાં તેઓ તેમના નાના ભાઈને પણ મળ્યા હતા.

અબ્દુલ કલામ પોતાની પાછળ શું છોડી ગયા ?

  • 6 પેન્ટ (તેમાં પણ 2 ડીઆરડીઓ ગણવેશ)
  • 4 શર્ટ (તેમાં પણ 2 ડીઆરડીઓ ગણવેશ)
  • 3 પોશાકો (1 પાશ્ચાત્ય, 2 ભારતીય)
  • 2500 પુસ્તકો
  • 1 ફ્લેટ (જે દાનમાં આપી દીધો)
  • 1 પદ્મશ્રી
  • 1 પદ્મભૂષણ
  • 1 ભારત રત્ન
  • 16 ડોક્ટરેટ (અઢળક જ્ઞાન)
  • 1 વેબસાઇટ
  • 1 Twitter એકાઉન્ટ
  • 1 ઇમેઇલ આઈડી
image source

ભારતને આવા સજ્જન મળવા મુશ્કેલ છે. ક્યારેક એવો પણ વિચાર આવી જાય કે આ લોકો શા માટે અમર નથી હોતા ! (જોકે તેઓ અમર જ થઈ ગયા છે) આવી પ્રામાણિક વ્યક્તિ આજે ક્યાંય મળે તેમ નથી. તેમણે તેમના પદનો ક્યારેય કોઈ દૂરઉપયોગ અરે શું વ્યાજબી ઉપયોગ પણ નથી કર્યો. ખરેખર તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશનું નામ રોશન કર્યું છે.

તેમની પાસે જ્ઞાન સીવાય કશો જ સંગ્રહ નહોતો. તેમની પાસે નહોતું તો ટીવી, એસી, કાર કે ઘરેણા કે પછી જમીનો કે લાખો રૂપિયાનું બેંક બેલેન્સ. તેમણે પોતાનું 8 વર્ષનું પેન્શન પણ પોતાના ગામના વિકાસ પાછળ ખર્ચી નાખ્યું હતું. આને કહેવાય ભારતનો ખરો લાલ. ભારત હંમેશા તેમની સાદગી તેમની પ્રામાણિકતા અને તેમણે ભારતને જે જ્ઞાન આપ્યું છે તેને આભારી રહેશે. આપણા રાષ્ટ્રપતિની આ અદ્ભુત વાતો તો આપણે જોરશોરથી શેર કરવી જ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ