રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ચણા – રોજ એકના એક શાકભાજી ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ છોલે…

રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ચણા:-

• રોજ એકના એક શાકભાજી ખાઈને કંટાળીએ ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બને એવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય.

• આપણે સૌ એ પણ અચૂકથી જાણતા જ હોઈએ છીએ કે હોટલ માં બનેલી રસોઈ આરોગ્ય માટે બહુ જ ખરાબ હોય છે. તો પછી આપણે જાતે જ આપણા રસોડામાં પંજાબી સબ્જી બનાવી આપણા પરીવાર ને પીરસવામાં આવે તો બાળકો અને મોટા સૌને હોટલ જેવો જ સ્વાદ મળશે અને સાથોસાથ એમના સ્વાસ્થ્ય નું પણ જોખમ બચી જશે.

• આજે હું તમને છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.

• સામગ્રી :-

  • • 1 વાટકી કાબુલી ચણા

• ગ્રેવી માટે –

  • • ૩ સમારેલી ડુંગળી
  • • 2 સમારેલા ટામેટાં
  • • 2 લીલા મરચાં
  • • 1 ટુકડો આદુ
  • • 7-8 કળી લસણ

• વઘાર કરવા માટે –

  • • 2 ચમચી તેલ
  • • ½ ચમચી જીરું
  • • ½ ચમચી હિંગ
  • • ગ્રેવી
  • • ½ ચમચી હળદર
  • • 1 ચમચી લાલ મરચું પાવડર
  • • 1 ચમચી ધાણાજીરું પાવડર
  • • મીઠું ટેસ્ટ પ્રમાણ
  • • 1 ચમચી છોલે મસાલો
  • • કોથમીર ગાનિઁશ માટે

• રીત :-

સ્ટેપ 1 :-

એક બાઉલ કાબુલી ચણા ને ચોખ્ખા પાણી થી ધોઈને 10 -12 કલાક અથવા તો એક રાત પલાળી રાખવાના છે.

સ્ટેપ 2:-

પલાળીને રાખેલા ચણા ને કુકરમાં લઈને 6-7 સીટી વગાડી ને બાફી લઈશું.

સ્ટેપ 3:-

સમારેલા ડુંગળી, ટામેટા,લસણ,આદું અને મરચાં ને મિક્ષર જારમાં લઈને સ્મુથ ગ્રેવી બનાવવી.

સ્ટેપ 4:-

એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ લઈને ગરમ કરવા મુકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારે એમાં ½ ચમચી જીરું ઉમેરીશું ,થોડી હિંગ નાખીશું અને ગ્રેવી ઉમેરીને ગેસ ની ધીમી આંચ પર સાંતળી લઈશું .

સ્ટેપ 5 :-

ગ્રેવી કુક થઈ જાય અને એમાં થી તેલ છુટું પડે ત્યાં સુધી સાતળીશું.

સ્ટેપ 6:-

ત્યારબાદ તેમાં ½ ચમચી હળદર, 1 ચમચી લાલમરચું પાવડર ,1 ચમચી ધાણાજીરુ પાવડર , સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 ચમચી છોલે મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું.અને ઢાંકણ ઢાંકી ને તેલ છૂટે ત્યાં સુધી ગ્રેવી ને કુક થવા દઈશું.

સ્ટેપ 7-

હવે ગ્રેવી કુક થઈ જાય અને તેલ છુટું પડે એટલે આપણે જે કાબુલી ચણા બાફીને રાખ્યા હતા એ ઉમેરી લઈને સારી રીતે મિક્સ કરી લઈશું.અને 5 થી 7 મિનિટ કુક કરીને ગેસ બંધ કરી દઈશું.

સ્ટેપ 8 :-

હવે આપણે સવિઁગ બાઉલમાં છોલે લઈને સવૅ કરીશું અને ઉપરથી કોથમીરથી ગાનિઁશ કરીશું.

તો મિત્રો રેસ્ટોરન્ટ જેવું જ ખૂબ જ ટેસ્ટી છોલે ચણાની સબ્જી રેડી છે. મિત્રો તમે પણ આ રેસિપી થી ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે.આઈ હોપ તમને મારી આ રેસિપી ગમી હશે.તો ઘરે બનાવેલી પંજાબી સ્ટાઇલ માં છોલે ચણા બાળકો અને વડીલોને ખૂબજ ભાવશે સાથે સાથે ઘરે બનાવેલી હોવાથી સ્વાસ્થ્ય ને પણ નુકસાન નહીં થાય

નોંધ :-

• આ છોલે મા કસ્તૂરી મેથી પણ નાખી શકાય છે.

• અને જો છોલે નો મસાલો ના હોય તો ગરમ મસાલો પણ નાખી શકાય છે.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.