તમે અત્યાર સુધી કૂતરાને ભસતા જોયા હશે પણ ક્યારેય સોન્ગ ગાતા જોયા છે? જોઇ લો આ ગલુડિયાનો વિડીયો તમે પણ

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આ યુગમાં રોજ ઘણા રમૂજી વીડિયો જોવા મળતા હોય છે. આમાં ઘણા વીડિયો એવા હોય છે જેનો કોઈ જવાબ નથી હોતો. ખાસ કરીને પ્રાણીઓના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. પ્રાણીઓમાં જેવા કે કૂતરા, બિલાડી વગેરેની હરકતોને લોકો ખૂબ રસ સાથે જોવે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા કૂતરાનું એક નાનુ બચ્ચું સૂર લગાવી રહ્યું છે.

ગલુડિયાએ પણ લગાવ્યો સૂર

ખરેખર વિડિયોમાં જોતા એવુ લાગે છે કે કોઈ વ્યક્તિ તેને ગાવાની તાલીમ આપેી રહ્યો છે અને કૂતરો પણ પોતાની શૈલીમાં સ્વર લગાવવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આપણે કૂતરાઓને ભસતા જોઈએ છીએ પણ અહીં ઉલટો કેસ છે. આ વિડિયો જોયા બાદ તમે હસ્યા વગર રહી શકશો નહીં.

લોકોએ કરી ફની કોમેન્ટ

આ વીડિયોને એનિમલ લાઇફ દ્વારા તેના ટ્વિટર પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો 13 ડિસેમ્બરે શેર કરવામાં આવ્યો હતો અને લગભગ 90 હજાર વાર જોવાઈ ગયો છે. ઉપરાંત 6 હજારથી વધુ લાઈક્સ અને એક હજાર રીટવીટ પણ મળ્યા છે. આ વીડિયો જોઈને લોકો ઘણી રમૂજી કમેન્ટો પણ કરી રહ્યા છે.

ભસતા કૂતરાઓની સામે બાળકે કર્યો જોરદાર ભાંગડા

તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ઓક્ટબરમાં એક વીડિયો જોરદાર વાઈરલ થયો હતો જેમા એક બાળક કૂતરા સામે ભાંગડા કરી રહ્યો હતો.આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ વીડિયો ક્યાંનો છે, એ તો હજુ જાણી નથી શકાયું પરંતુ આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ વીડિયોને શૅર કર્યો હતો. તેની સાથે જ તેઓએ મેસેજ લખ્યો હતો કે, મુસીબતના દ્વાર પર ઊભા રહીને ચિંતામુક્ત રીતે મજા કરવાની કળા આપણે આ બાળક પાસેથી શીખવી જોઈએ. ઘણા બધા બાળકો અને મોટા પણ દરવાજો હોવા છતાંય ડરી જતા હોય છે પરંતુ આ બાળક આનંદ માણી રહ્યો છે.

બાળક ભાંગડા કરવાનું બંધ કરે છે તો કૂતરા પણ અટકી જાય છે

આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે બાળકો સાઇકલ લઈને ક્યાંક જઈ રહ્યા હોય છે. ત્યારે એક ઘરની અંદર બે નાના કૂતરા તેમને જોવા મળે છે. પછી તેમનાંથી એક બાળક દરવાજાની બીજી તરફ ઊભેલા કૂતરાઓની સામે પહોંચી જાય છે અને ભાંગડા કરવાનું શરૂ કરી દે છે. કૂતરાઓને કંઈ સમજમાં જ નથી આવતું કે બાળક શું કરી રહ્યું છે.

કૂતરાઓ બાળકને ભાંગડા કરતું જોઈને ઉછળી ઉછળીને ભસવા લાગે છે. જ્યારે બાળક ભાંગડા કરવાનું બંધ કરે છે તો કૂતરા પણ અટકી જાય છે. જ્યારે બાળક ફરી નાચે છે તો કૂતરા પણ ફરીથી શરુ થઈ જાય છે. આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ શૅર કરેલા વીડિયોને અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ વાર જોવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ