62 વર્ષની ઉંમરે આ અભિનેતાએ ખરીદી રોયલ એનફિલ્ડ, હેલ્મેટ પહેર્યા વગર જ ફરવાની માણી મજા

પોતાના દેખાવ અને સ્પિડના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત રોયલ એનફિલ્ડને યુવાનોથી લઈને વડીલો સુધી દરેક લોકો પસંદ કરે છે. હવે આ સૂચિમાં બીજું એક નવું નામ જોડવામાં આવ્યું છે, જેકી શ્રોફ. આમ તો જેકી શ્રોફની ઉમર 62 વર્ષની છે અને આ ઉંમરે તેમને રોયલ એનફિલ્ડની સવારી કરવાનો ચસકો લાગ્યો છે.

ઓનરોડ કિંમત આશરે 3.30 લાખ રૂપિયા

image source

તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા અભિનેતા જેકી શ્રોફે પોતાના માટે નવી રોયલ એનફિલ્ડ કોંટિનેંટલ જીટી ખરીદી છે. જેકીએ ‘મિસ્ચર ક્લીન વેરિઅન્ટ’ પસંદ કર્યું છે, જે ક્રોમ પેઇન્ટથી સંપૂર્ણ રીતે સજ્જ છે.

image source

એનફિલ્ડની હેવી સીસી એન્જિન ક્ષમતાવાળી 650 રેન્જની બાઇક કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી મોંઘી બાઇક છે. મુંબઇમાં આ મોટરસાયકલની ઓનરોડ કિંમત આશરે 3.30 લાખ રૂપિયા છે. આ 648 સીસીની બાઇકમાં ટુ સિલિન્ડર ફોર સ્ટ્રોક એન્જિન છે, જે 6 સ્પીડ ગિઅર બોક્સથી સજ્જ છે.

રતીય બજારની સૌથી સસ્તી બાઇક

image source

જો કે, 2 સિલિન્ડર બાઇક તરીકે તે ભારતીય બજારની સૌથી સસ્તી બાઇક છે. આ બાઇકમાં કંપનીએ વાઈડ હેન્ડલબાર, આકર્ષક ફ્યુઅલ ટેન્ક, સીટ કાઉલનો સમાવેશ કર્યો છે. જેકી શ્રોફને રોયલ એનફિલ્ડ ચલાવવાનું ઘણુ પસંદ છે. તાજેતરમાં દાદા હેલ્મેટ વિના રોયલ એનફિલ્ડની મજા લેતા જોવા મળ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી.

જેકીનું વાસ્તવિક નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે

image source

જેકી શ્રોફનો જન્મ ૧ ફેબ્રુઆરી, ૧૯૫૭ના રોજ એક ગુજરાતી કુટુંબમાં થયો હતો. એમનું વાસ્તવિક નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે, એમના પિતાનું નામ કાકાભાઈ હરિભાઈ શ્રોફ છે અને માતાનું નામ રીટા શ્રોફ છે. તેઓ મુંબઈ શહેરના વાલકેશ્વર વિસ્તારમાં તીન બત્તી ખાતે એક ચાલીમાં રહેતા હતા. ફિલ્મોમાં આવતાં પહેલાં તેમણે કેટલીક ધંધાદારી જાહેરખબરોમાં એક મોડેલ તરીકે કામ કર્યું હતું. તેમને સૌ પ્રથમ દેવઆનંદની ફિલ્મ સ્વામી દાદામાં એક નાની ભૂમિકા મળી હતી.

ફિલ્મ હીરોમાં લીડ રોલમાં જોવા મળ્યા હતા

image source

૧૯૮૩ના વર્ષમાં નિર્માતા દિગ્દર્શક સુભાષ ઘાઈએ તેમને ફિલ્મ હીરોમાં લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ખૂબ જ સફળ થઈ અને તેઓ રાતોરાત મોટા સ્ટાર બની ગયા હતા. ૮૦ના દાયકામાં તેમણે તેમની પ્રેમિકા આયશા દત્ત સાથે લગ્ન કર્યાં હતા. આયશા પછીથી એક ફિલ્મની નિર્માત્રી પણ બની હતી. તેઓ બંને જેકી શ્રોફ એન્ટરટેઇનમેન્ટ લિ. નામની મીડિયા કંપની પણ ચલાવે છે. તેમને બે બાળકો છે, જેમાં પુત્રનું નામ ટાઇગર અને પુત્રીનું નામ કૃષ્ણા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ