નેહા કક્કડ છે પ્રેગનન્ટ, બેબી બંપ ફ્લોન્ટ કરતા પતિ સાથે શેર કરી આ સુંદર તસવીર, શું તમે જોઇ આ લેટેસ્ટ તસવીર?

નેહા કક્કડ છે પ્રેગ્નન્ટ – બેબી બંપ ફ્લોન્ટ કરતા પતિ સાથે શેર કરી આ સુંદર તસ્વીર

બોલીવૂડની જાણીતી સિંગર નેહા કક્કડ હવે માતા બનવા જઈ રહી છે. નેહાએ સોશિયલ મિડિયા પર પતિ રોહનપ્રીત સિંહ સાથેની એક તસ્વીર શેર કરી છે. જેમાં તેણી બેબી બંપ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. નેહાએ આ તસ્વીરમાં ડેનિમ ડંગરી પહેરી છે અને તેણી બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે. આ તસ્વીર શેર કરતાં નેહાએ લખ્યું #KhyaalRakhyaKar’

image source

તેના પર રોહનપ્રીતે જે કમેન્ટ કરી છે તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રોહનપ્રીત સિંહે આ તસ્વીર પર કમેન્ટ કરતા લખ્યું છે, ‘હવે તો કંઈક વધારે જ ખ્યાલ રાખવો પડશે નેહૂ.’ તેની આ પોસ્ટ ઝડપથી સોશિયલ મિડિયા પર વયારલ થઈ રહી છે. ફેન્સ કમેન્ટ સેક્શનમાં પૂછી રહ્યા છે કે શું તેણી પ્રેગ્નન્ટ છે ? રોહનપ્રીતની કમેન્ટ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કપલ ગુડન્યૂઝ આપવાનું છે. નેહા આ તસ્વીરમાં ખિલખિલાટ કરીને સ્મિત કરતી ખુબ જ સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઈ કે નેહા કક્કડએ બૉયફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે શનિવાર 24 ઓક્ટોબરના રોજ દિલ્લીમાં એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. પહેલા અચાનક લગ્નની જાહેરા કર્યા બાદ નેહાની પ્રેગ્નન્સીની ગુડ ન્યૂઝ જોઈને ફેંસ ચોંકી ગયા છે. નેહા કક્કડના લગ્નની ખબર ને લઈને તેમના ફેન્સ ખૂબ જ કન્ફ્યૂઝ હતા કે ખરેખર તેણી લગ્ન કરી રહી છે કે પછી તેણીના આવનારા સોંગ માટેનો કોઈ પબ્લીસીટી સ્ટંટ છે.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh)

હવે જ્યારે આ પોસ્ટ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે ત્યારે તેમના પ્રશંસક તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શું નેહા ખરેખર પ્રેગ્નન્ટ છે. જો કે નેહા કક્કડે હજુ સુધી આ વિષે કોઈ જ સ્પષ્ટતા આપી નથી. તેવામાં ફેંસ અટકળો લગાવી રહ્યા છે કે શેર કરવામા આવેલી તસ્વીર હિટ નેહૂ દા વ્યાહ બાદની કોઈ જાહેરાતનુ શૂટ ન હોય કે પછી કોઈ બ્રાન્ડ કે નવા ગીત માટે પણ હોઈ શકે છે.

કોણ છે રોહનપ્રીત સિંહ ?

image source

રેહનપ્રીત સિંહ એક પંજાબી સિંગર છે. તેમણે ઘણા બધા રિયાલિટી શોઝમાં ભાગ લીધો છે. 2018માં આયોજિત રાઇઝિંગ સ્ટાર 2માં રોહનપ્રીત ફર્સ્ટ રનર-અપ પણ રહ્યા હતા. રોહનપ્રીત રિયાલીટી શો મુજસે શાદી કરોગીનો પણ એક હિસ્સો રહી ચુક્યા છે. તે શોમાં કંટેસ્ટન્ટ હતા જેણે શહનાઝ ગિલને લગ્ન માટે ઇંપ્રેસ કરવના હતા. જો કે શો વધારે ચાલી ન શક્યો અને શોને વચ્ચેથી જ બંધ કરી દેવામા આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ