કેરળના આ કૂતરાની બહાદૂરીથી બચી ગયો પૂરો પરિવાર, જાણો સમગ્ર કિસ્સો

આપણી આસપાસ ઘણા પ્રાણીઓ છે, જેની પોતાની વિશેષ લાક્ષણિકતાઓ છે. આચાર્ય ચાણક્યએ પણ કહ્યું છે કે જો માણસો ઇચ્છે તો પ્રાણીઓમાથી સારી શીખ લઈ શકે છે. કૂતરો એક એવું પ્રાણી છે જેને માણસનો શ્રેષ્ઠ મિત્ર માનવામાં આવે છે. કૂતરાઓ તેમના માલિક પ્રત્યે ખૂબ વફાદાર હોય છે. માત્ર ફિલ્મોમાં જ નહીં, વાસ્તવિકતા જીવનમાં પણ આવા ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યા છે જેમા કુતરાઓએ તેમના જીવને દાવ પર લગાવીને તેમના માલિકોનું રક્ષણ કર્યું છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એવા 5 કુતરાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે તેમના માલિકને ખતરામાંથી બચાવ્યા છે.

આ કૂતરાએ સાપથી તેના માલિકનો જીવ બચાવ્યો હતો

image source

જૂનના 2018 માં પૌલા ગોડવિન એરીઝોનામાં હાઇકિંગ માટે ગઈ હતી. અહીં પૌલાએ આકસ્મિક રીતે પોતાનો પગ રેટલસ્નેક (સાપ) પર મૂકી દીધો. તે સમયે તેના પાલતુ કૂતરાએ તેમનો જીવ બચાવ્યો હતો, જેની ઉમર તે સમયે ફક્ત એક વર્ષની હતી. આ ઘટના અંગે પૌલાએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે આ પોસ્ટમાં લખ્યું છે કે ‘મારો હીરો, મારા કૂતરા ટોડે મારો જીવ બચાવ્યો. તે તરત જ મારા પગ પર કુદી ગયો જ્યાં સાપ મને કરડવા જતો હતો.

જ્યારે આખી રાત ખોવાયેલી બાળકી સાથે રહ્યો પાળતું કુતરો

image source

આ કૂતરાએ પોતાના કારનામાથી સમગ્ર વિશ્વના લોકોનું દિલ જીતી લીધું હતું. વાસ્તવમાં અમેરિકાના મિસોરીમાં રહેતી એક છોકરી ખોવાઈ ગઈ હતી. ત્યાર પછી બાળકીના પરિવારે એક રેસ્કૂય મિશન શરૂ કર્યું હતું. રેસ્કૂયના 12 કલાક બાદ તે કોર્નફિલ્ડમાંથી મળી હતી. એવું કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન તેનો પાળતુ કૂતરો ફેટ હીથ તેની સાથે આખો સમય રહ્યો હતો. આ ઘટના પણ વર્ષ 2018 ની છે.

આ કૂતરાએ યુવતીને ભારે ઠંડીથી બચાવી હતી

image source

પોલેન્ડમાં એક 3 વર્ષની બાળકી 2013માં ખોવાઈ ગઈ હતી અને તે આખી રાત કડકડતી ઠંડીમાં ઘરની બહાર હતી. બાળકને શોધનાપ ફાયર ફાઇટરે જમાવ્યું કે છોકરીનો પાલતુ કૂતરો પણ આખી રાત તેની સાથે રહ્યો હતો અને તેણે આ ઠંડીમાં તેને ગરમ રાખવામાં મદદ કરી હતી.

આ કૂતરાએ ઘાયલ માલિકની મદદ કરી હતી

image source

ગયા વર્ષે આયર્લેન્ડમાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાના પાળતુ કુતરાને વોક કરાવતા સમયે ખાડામાં પડી ગયો હતો. તે માણસે કહ્યું કે હું જાણતો હતો કે હું બહાર નીકળી શકતો નહતો અને મને ડર હતો કે જેક(કુતરો) ક્યાક ભાગી ન જાય. કારણ કે તે સમયે તે ખૂબ નાનો હતો. પરંતુ ભાગી જવાને બદલે જ્યાં સુધી તેને મદદ ન મળી ત્યાં સુધી તે માલિકની સાથે જ રહ્યો.

આ કૂતરાએ લેન્ડ સ્લાઈડિંગ દરમિયાન તેના પરિવારનો જીવ બચાવ્યો હતો

image source

ઓગસ્ટ 2018 માં મોહન પી કેરળના ઇડુક્કી જિલ્લામાં પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તે જ સમયે તેનો પાળતુ કૂતરો જોર જોરથી અવાજ કરવા લાગ્યો. કૂતરાના વિચિત્ર અવાજને કારણે મોહન જાગી ગયો અને તેને સમજાઈ ગયું કે કંઈક તો ખોટું થવા જઈ રહ્યું છે. આને કારણે તે તરત જ ઘરની બહાર આવી ગયા મોહન અને તેનો પરિવાર ઘરની બહાર આવ્યા અને થોડી વારમાં જ લેન્ડ સ્લાઈડ થઈ. આમ કૂતરાની સંતર્કતાએ પૂરા પરિવારનો જીવ બચાવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ